- વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરનું કોરોના અંગે નિવેદન
- ભારતે અમેરિકા, યુરોપીય દેશો, સિંગાપોરને દવા પહોંચાડીઃ વિદેશ પ્રધાન
- દેશમાં કોરોનાના નવા કેસ દરરોજ 3થી 4 લાખની વચ્ચે નોંધાઈ રહ્યા છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દરરોજ કોરોનાના નવા કેસ 3થી 4 લાખની વચ્ચે આવી રહ્યા છે. આ અંગે વિદેશ પ્રધાન એસ. જયશંકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી વિશ્વ ત્રસ્ત છે. આ વખતે ભારતમાં કોરોનાની અસર ખૂબ જ વધારે જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ અમેરિકાએ 10 વર્ષ પહેલા આતંકી ઓસામાને ઘરમાં ઘૂસીને મારવાના હુમલાને યાદ કર્યો
ભારતે અનેક દેશને વેક્સિન અને દવાઓ પહોંચાડી
કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે અનેક દેશને મદદ કરી છે. ભારતે અમેરિકા, સિંગાપોર, યુરોપીય દેશોને દવાઓ પણ પહોંચાડી હતી. આ સાથે જ કેટલાક દેશોને વેક્સિન પણ આપી હતી. જોકે, જેને તમે સહાયતા કહો છો તેને અમે મિત્રતા કહીએ છીએ.
આ પણ વાંચોઃ વિદેશ પ્રધાન બ્રિટનના 4 દિવસીય પ્રવાસે પહોંચ્યા, USના વિદેશ પ્રધાન સાથે કરી ચર્ચા
સહાયતા કરવી એ તર્ક પોઈન્ટ સ્કોરિંગનો પ્રકાર
ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે, મને લાગે છે કે, આ રીતે સહાયતા એ તર્ક પોઈન્ટ સ્કોરિંગનો પ્રકાર છે. મને લાગે છે કે, લોકો સમસ્યાથી વૈચારિક રૂપથી નથી જોડાઈ રહ્યા. મેં દિલ્હીની સ્થિતિને જોઈ છે. અમે લોકોની મદદ કરવા માટે બધુ કરીશું.
વર્તમાન સ્થિતિમાં કોરોના મહામારી સામે એક થવું પડશેઃ વિદેશ પ્રધાન
વિદેશ પ્રધાન હાલમાં બ્રિટનના પ્રવાસે છે. અહીં તેમણે G-7 દેશોના વિદેશ પ્રધાનોની બેઠક અંગે પણ એક સંદેશ આપ્યો હતો કે, વર્તમાન સ્થિતિમાં વિશ્વને આ કોરોના મહામારી સામે એક થવું પડશે. કારણ કે, વર્તમાન સમયમાં ભલે સૌથી વધારે કેસ ભારતમાં આવી રહ્યા છે, પરંતુ G-7 સભ્ય દેશો અમેરિકાથી લઈને ઈટલી અને બ્રિટન સુધીનો કોરોના કહેર સહન કરી રહ્યો છે.