ETV Bharat / bharat

શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને તમામ ભક્તો શિવની પૂજા અર્ચના કરીને પ્રભુને ખૂશ કરવાનો પ્રયાસ કરશે. આ મહિનાથી તહેવારોનો પણ પ્રારંભ થશે.

shiv
શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?
author img

By

Published : Aug 9, 2021, 7:34 AM IST

Updated : Aug 9, 2021, 8:49 AM IST

  • આજથી શ્રાવણ માસનો પ્રારંભ
  • આ મહિનાથી શરૂ થશે તહેવારો
  • શ્રાવણ માસના સોમવારનું અનેરૂ મહત્વ

ન્યુઝ ડેસ્ક: શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં સૌથી વધારે હોય છે. દેવપોઢી એકાદશી પછીથી શરૂ થતાં ચાતુર્માસનો આ પ્રથમ મહિનો હોય છે. શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર પણ શરૂ થઈ જાય છે. આજથી શરૂ થતાં શ્રાવણ માસનો મહિમા શું છે અને શા માટે આ માસમાં શિવજીનો જળાભિષેક કરવામાં આવે છે.

શિવપૂુરાણમાં ઉલ્લેખ

શ્રાવણ માસના મહત્વની વાત કરવામાં આવે તો આ માસમાં શિવપુરાણ તેમજ દેવી ભાગવતનું વાંચન અથવા શ્રવણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવામાં આવ્યું છે. શ્રાવણ માસના દરેક દિવસ ખાસ હોય છે પરંતુ શ્રાવણીયા સોમવારનો મહિમા અનેરો હોય છે. જે ભક્તો આખા મહિનાના વ્રત ન કરી શકતાં હોય તેઓ પણ સોમવારનું વ્રત કરતાં હોય છે. સંપૂર્ણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા-અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ સમયમાં નદીઓમાં પણ નવા નીરની આવક થતી હોય છે તેથી ખાસ દિવસો પર ભક્તો તીર્થસ્નાન પણ કરતાં હોય છે. ભારતના પ્રમુખ તીર્થસ્થાન જેવા કે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, કાશી, ગંગાસાગર ખાતે તો આ દિવસોમાં કાવડ યાત્રા નીકળે છે જેમાં ભક્તો કાવડમાં નદીનું પવિત્ર જળ ભરી શિવજીનો રુદ્રાભિષેક કરે છે. માન્યતા છે કે દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથન પણ આ માસ દરમિયાન જ થયું હતું.

આ પણ વાંચો: તસવીરોમાં ... ગુડબાય ટોક્યો, ઓલિમ્પિક્સ ગેમ્સનો ભવ્ય સમાપન સમારોહ

સોમવારનો અનેરો મહિમા

શ્રાવણ માસના સોમવાર શિવજીનો પ્રિય હોવાથી ખાસ ગણાય છે. તેથી જ તો સોમવારનું વ્રત દરેક શિવભક્ત કરતાં હોય છે. શ્રાવણના સોમવારનું વ્રત જે ભક્ત સાચી શ્રદ્ધાથી કરે છે તેને વર્ષભરની પૂજાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. આ વર્ષના શ્રાવણ માસની ખાસ વાત તો એ જ છે કે પવિત્ર મહિનો શરૂ પણ સોમવારથી થઈ રહ્યો છે અને પૂર્ણ પણ સોમવારે જ થશે.

આ પણ વાંચો: કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યું

શા માટે શિવજીનો થાય છે જળાભિષેક

દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્રમંથન થયું તો તેમાંથી 14 રત્નો નીકળ્યાં, તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યુ. આ સત્કાર્યથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. ત્યારપછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો, ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શિવ પુરાણ અનુસાર જળ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે.

Last Updated : Aug 9, 2021, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.