- શું છે મંકી વાઇરસ
- જાણો મંકી વાઇરસના લક્ષણો
- માણસો સુધી આ રીતે પહોંચે છે વાઇરસ
હૈદરાબાદ: કોરોના સંકટ વચ્ચે ચીનમાંથી વધુ એક વાઇરસે એન્ટ્રી કરી છે. આ વાઇરસના કારણે ચીનમાં જ એક પશુચિકિત્સકનું મૃત્યુ થયું છે. તેઓ માર્ચ મહિનામાં બે મૃત વાંદરાઓ પર રિસર્ચ કરી રહ્યાં હતાં. એપ્રિલામં ડૉક્ટરને આ વાઇરસના લક્ષણો દેખાવા લાગ્યા હતાં. ઘણી હૉસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી આમ છતાં 27 મેના રોજ તેમની મૃત્યુ થયું છે. જો કે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે ડૉક્ટરના સંપર્કમાં આવનાર કોઇ વ્યક્તિમાં આ રોગના લક્ષણ જોવા મળ્યા નથી. ચીનમાં આજ દિન સુધીમાં આ રોગના કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
શા માટે જીવલેણ છે મંકી વાઇરસ
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વાઇરસથી સંક્રમિક લોકોનો મૃત્યુદર 70 થી 80 ટકા છે. આ વાઇરસની કોઇ વેક્સિન શોધાઇ નથી. બિમારીની શરૂઆતમાં વાઇરલ દવાઓથી દર્દીની સારવાર થઇ શકે છે. જો કે આ વાઇરસને કોરોનાથી પણ વધારે ખતરનાક માનવામાં આવે છે. અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસીનના જણાવ્યા અનુસાર બી વાઇરસ માણસના શરીરમાં પ્રવેશીને તેમની નર્વ સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે તાવ, માથાનો દુખાવો,સ્નાયુઓમાં દુખાવો, ઉલ્ટી, મગજ અને કરોડરજ્જુમાં સોજો આ રોગના લક્ષણ છે. વાઇરસના સંપર્કમાં આવ્યા બાદ 1 થી 3 અઠવાડિયામાં રોગના લક્ષણ દેખાવા માડે છે.
મંકી વાઇરસ છે શું ?
ભલે મંકી વાઇરસથી પહેલી મૃત્યુ ચીનમાં થઇ છે પણ આ વાઇરસ નવો નથી. બી વાઇરસનો સૌથી પહેલો કેસ 1932 માં સામે આવ્યો હતો. યૂએસ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર સૌથી પહેલો કેસ મૈકોક વાંદરામાં જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં આ વાઇરસના 50 કેસ સામે આવી ચુક્યા છે જેમાંથી 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૈકોક વાંદરામાં આ રોગ ઝડપથી થાય છે ત્યાર બાદ તે વાંદરાની અન્ય પ્રજાતિઓ જેવી તે ચિંમ્પાન્જી અને કૈપુચિનમાં ફેલાય છે.
માણસો સુધી કેવી રીતે પહોંચે છે આ વાઇરસ
આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બી-વાઇરસ વાંદરાઓની લાળ, મળ, મૂત્ર, મગજ અને કરોડરજ્જુમાં હોય છે. આ વાઇરસ ભેજવાળી જગ્યાઓમાં લાંબો સમય ટકી જાય છે. જેમ જેમ બીમારી વધે છે તેમ તેમ માથા અને કરોડરજ્જુમાં સોજો આવવા લાગે છે, નર્વ સિસ્ટમ ફેઇલની શક્યતા વધી જાય છે. આવા વાંદરો જ્યારે માણસને બટકું ભરે, નખોરીયા ભરે ત્યારે માણસમાં આ રોગ પ્રવેશે છે. આ ઉપરાંત માણસ લાળ, મળ, મૂત્રના સંપર્કમાં આવે ત્યારે પણ આ રોગના ભરડામાં આવી શકે છે. મૃત વાંદરાના સંપર્કમાં આવવાથી પણ આ રોગ ફેલાય છે. જો કે આ રોગથી સંક્રમિત માણસથી અન્ય માણસોમાં આ ફેલાયો હોય તેવા કેસ હજી જોવા મળ્યા નથી પણ તેની શક્યતા નકારી શકાય નથી.
વાંદરો બટકું ભરે તો શું કરવું
ડૉક્ટર્સ જણાવે છે કે જો વાંદરો બટકું ભરે તો જ્યાં બટકું ભર્યું છે તે ઘાને સાબુ અથવા આયોડિનથી 15 મીનિટ સુધી ધોઇ નાંખવો. ઘા પર સતત 20 મીનિટ સુધી પાણી નાંખવું. આ સમયમાં જેટલું ઝડપી બની શકે ડૉક્ટરનો સંપર્ક કરવો.
આ પણ વાંચો: ચીનમાં મંકી બી વાઇરસને કારણે પહેલો મૃત્યુનો કેસ