- કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસનો કહેર વધ્યો
- કેન્દ્રીય આરોગ્ય વિભાગે તમામ રાજ્યોને મહામારી જાહેર કરવા કર્યુ હતું સૂચન
- 5 રાજ્યો દ્વારા બ્લેક ફંગસને મહામારી જાહેર કરવામાં આવી હતી
હૈદરાબાદ: કોરોના મહામારી વચ્ચે ભયંકર બિમારી મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસનો વાવર પ્રસર્યો છે. લોકોમાં આ ફંગસને લઈને ભયનો માહોલ ઉભો થયો છે. કારણ કે, આ બિમારીમાં સર્જરી કરીને દાંત, જડબા સહિતના અંગો પણ ગુમાવી શકે, તેવી પરિસ્થિતિ સુધી પહોંચી જાય છે.
5 રાજ્યોએ જાહેર કરી મહામારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિવિધ રાજ્યોને એપેડેમિક એક્ટ 1897 અંતર્ગત બ્લેક ફંગસને મહામારી જાહેર કરવા આગ્રહ કર્યો હતો. જે પૈકી હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તેલંગણા અને તમિલનાડુએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરવામાં આવી છે.
વિવિધ રાજ્યોમાં કેસની સંખ્યા
રાજ્ય | કેસ |
મહારાષ્ટ્ર | 1500 |
મધ્યપ્રદેશ | 281 |
હરિયાણા | 190 |
રાજસ્થાન | 100 |
કર્ણાટક | 97 |
છત્તીસગઢ | 90 |
દિલ્હી | 80 |
તેલંગણા | 80 |
ઉત્તર પ્રદેશ | 50 |
ઉત્તરાખંડ | 38 |
બિહાર | 30 |
કેરળ | 15 |
તમિલનાડુ | 09 |
આંધ્ર પ્રદેશ | 09 |
ઓડિશા | 05 |
પંજાબ | 05 |
મ્યુકોરમાઈકોસિસ શું છે ?