ETV Bharat / bharat

રાજ્ય સ્થાપના દિવસ: જાણો આ 21 વર્ષોમાં ઉત્તરાખંડે શું ગુમાવ્યું અને શું મેળવ્યું - 21 વર્ષનું ઉત્તરાખંડ

ઉત્તરાખંડ (Uttarakhand) તેનો 22મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ 21 વર્ષોમાં ઉત્તરાખંડે ઘણું ગુમાવ્યું છે અને ઘણા પડકારો પાર પણ પાડ્યા છે. આ 21 વર્ષમાં વારસામાં મળેલું દેવું 55 હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. તો સ્થળાંતર (Migration)ની પીડા સહન કરતા ગામડાઓ ભૂતિયા ગામ બની ગયા છે. જો કે આ જ 21 વર્ષોમાં ઉત્તરાખંડ ઊર્જા પ્રદેશ (Uttarakhand Energy Region) તરીકે ઉભરી આવ્યું છે. આ સાથે પહાડમાં રેલવેનું સપનું પણ સાકાર થતું જોવા મળી રહ્યું છે.

રાજ્ય સ્થાપના દિવસ: જાણો આ 21 વર્ષોમાં ઉત્તરાખંડે શું ગુમાવ્યું અને શું મેળવ્યું

author img

By

Published : Nov 9, 2021, 3:45 PM IST

  • ઉત્તરાખંડનો 22મો સ્થાપના દિવસ
  • 21 વર્ષમાં ઉત્તરાખંડને મળ્યું કરોડો રૂપિયાનું દેવું
  • ઔદ્યોગિક ક્ષેત્રે તેજી આવી, સ્થળાંતર વધ્યું

દેહરાદૂન: ઉત્તરાખંડ (Uttarakhand) તેનો 22મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. વર્તમાન સમયમાં રાજ્યમાં ભાજપની સરકાર છે. ભાજપ સરકાર (BJP Government)ના ત્રીજા મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)ને 22માં રાજ્ય સ્થાપના દિવસ પર રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. આ ઉપરાંત CM પુષ્કર સિંહ ધામી માટે તે એ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આવનારા સમયમાં ભાજપ ચૂંટણીમાં જનતાની સામે રહેશે. આવી સ્થિતિમાં રાજ્ય સ્થાપના દિવસની ભૂમિકા વધુ વધી જાય છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ 21 વર્ષમાં ઉત્તરાખંડે શું ગુમાવ્યું અને શું મેળવ્યું.

ઉત્તરાખંડ રાજ્યને વારસામાં દેવું મળ્યું

વરિષ્ઠ પત્રકાર ભગીરથ શર્મા કહે છે કે, વર્ષ 2000માં જ્યારે ઉત્તર પ્રદેશથી અલગ થઈને ઉત્તરાખંડ રાજ્ય બન્યું ત્યારે અમને વારસામાં દેવું મળ્યું. વરિષ્ઠ પત્રકાર શર્મા કહે છે કે, જ્યારે વિભાજન થયું ત્યારે ઉત્તરાખંડ પર ભાગલા વખતે 2.5 હજાર કરોડથી વધુનું દેવું હતું, જે આ 21 વર્ષમાં 55 હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. આજે પણ સ્થિતિ એવી છે કે દર મહિને સરકારને બજારમાંથી 200થી 300 કરોડ રૂપિયાની લોન લેવી પડે છે. ઉત્તરાખંડમાં સતત ઘટતી જતી ઉત્પાદકતા અને વધતા ખર્ચને કારણે આજે રાજ્ય સતત દેવામાં ડૂબી રહ્યું છે, જેના માટે હજુ સુધી કોઈ પણ સરકાર કાયમી ઉકેલ શોધી શકી નથી.

ઔદ્યોગિક ક્ષેત્રે તેજી

વર્ષ 2000માં ઘણાં વર્ષોના આંદોલન પછી, ઉત્તરાખંડનું અલગ રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. શહીદો અને આંદોલનકારીઓની શહાદતના કારણે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાજ્યની જનતાને અલગ રાજ્ય ઉત્તરાખંડની ભેટ આપી હતી. આ પછી 2002માં કોંગ્રેસ દ્વારા ઉત્તરાખંડમાં પ્રથમ ચૂંટાયેલી સરકાર બનાવવામાં આવી. રાષ્ટ્રીય છબી ધરાવતા નેતા પંડિત નારાયણ દત્ત તિવારી ઉત્તરાખંડની ચૂંટાયેલી સરકારના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે તિવારી સરકારનો કાર્યકાળ આજે પણ યાદ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તિવારી સરકારના શાસનમાં ઉત્તરાખંડના તરાઈ વિસ્તારોમાં થયેલા ઔદ્યોગિક વિકાસથી રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રમાં નવી તેજી આવી હતી.

તિવારી સરકાર બાદ લોકાયુક્ત ન મળ્યા

21 વર્ષ બાદ પણ ઉત્તરાખંડની પહેલી કોંગ્રેસ સરકારને અનેક રીતે યાદ કરવામાં આવે છે. આમાં સૌથી મોટી ઉપલબ્ધિ એનડી તિવારી દ્વારા મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરવા અને લોકાયુક્ત માટેની કવાયત છે. તિવારી સરકાર પછી કોઈ સરકાર રાજ્યમાં લોકાયુક્તની રચના કરવાની હિંમત બતાવી શકી નથી. આ ઉપરાંત તિવારી સરકારને પણ મજબૂત સરકાર માનવામાં આવે છે, કારણ કે તે 5 વર્ષમાં રાજ્યમાં જે રીતે વિકાસ થયો હતો તે ગતિ હવે જોવા મળતી નથી.

ઉત્તરાખંડ ઉર્જા રાજ્ય બન્યું

આ 21 વર્ષોમાં ઉત્તરાખંડમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટને લઇને અણધારી રીતે વિકાસ થયો. ઉત્તરાખંડ ઉર્જા રાજ્ય તરફ આગળ વધ્યું. જો કે તેની શરૂઆતનો શ્રેય પણ તિવારી સરકારને જાય છે. કારણ કે ઉત્તરાખંડમાં સૌથી મોટા ટિહરી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું કામ પણ 2005માં શરૂ થયું હતું, જે દરમિયાન એનડી તિવારીની સરકાર હતી. તો આ પછી રાજ્યના ઘણાં વિવિધ વિસ્તારોમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો પાયો નાંખવામાં આવ્યો હતો. આજે રાજ્યમાં નાની-મોટી સેંકડો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ કામ કરી રહ્યા છે, જે રાજ્યના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

2013માં ડગમગ્યું ઉત્તરાખંડ

આ 21 વર્ષોમાં રાજ્યને એક મોટો આંચકો પણ લાગ્યો. વર્ષ 2013માં કેદારનાથમાં ભયાનક દુર્ઘટનાને કારણે રાજ્યને મોટું નુકસાન થયું હતું. તે સમયે કોંગ્રેસની સરકાર હતી. આથી કોંગ્રેસ સરકારને તેનો ભોગ બનવું પડ્યું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે મુખ્યપ્રધાને પોતાની ખુરશી પણ છોડવી પડી. આ પછી, મુખ્યપ્રધાન તરીકે હરીશ રાવતે સ્થિતિને ઘણી હદ સુધી સુધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણી આવતા-આવતા તેમના કેટલાક પોતાનાઓએ જ તેમની સરકાર પાડી દીધી.

રાજ્ય પર લાગ્યો પક્ષપલટાનો ડાઘ

21 વર્ષમાં 70 વિધાનસભા ધરાવતા આ નાના રાજ્યએ રાજકીય અસ્થિરતા અને પક્ષપલટાના ક્ષેત્રમાં ઘણું નામ મેળવ્યું. સ્થિતિ એ છે કે આજે અનેક જગ્યાએ આ પરીક્ષાનો પ્રશ્ન બની ગયો છે. ભાજપે જ રાજ્યમાં અસ્થિર સરકારની શરૂઆત કરી હતી, પરંતુ પક્ષપલટાના ક્ષેત્રમાં કોંગ્રેસ ભાજપ કરતા એક ડગલું આગળ નીકળી. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા હરીશ રાવતની સરકારમાં 2 પ્રધાનો સહિત 9 ધારાસભ્યોએ વિધાનસભામાં જ પક્ષપલટો કરીને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ અભૂતપૂર્વ ઘટના વણી. પહેલીવાર સુપ્રીમ કોર્ટે વિધાનસભાની કામગીરીમાં દખલ કરવી પડી.

મહિલાઓની ચિંતાજનક સ્થિતિ

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ આજે પણ ચિંતાજનક છે. જો કે તમામ સરકારોએ મહિલાઓના ઉત્થાન માટે મોટા પ્રમાણમાં કામ કર્યું છે. 'બેટી બઢાવો-બેટી પઢાવો' અભિયાન અંતર્ગત દીકરીઓને મોટા પ્રમાણમાં શિક્ષિત કરવામાં આવી. પરંતુ, આજે પણ ઉત્તરાખંડના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષિત ગ્રેજ્યુએટ દીકરીઓ ગામમાં ઘાસ કાપતી અને ઘરના કામકાજ કરતી જોવા મળે છે. કારણ એ રહ્યું કે સરકારોએ મહિલાઓના શિક્ષણ પર કામ કર્યું, પરંતુ મહિલાઓના રોજગારને લઈને કોઈ મોટા પગલા ના ઉઠાવ્યા.

સ્થળાંતરની સ્થિતિ અત્યંત ખરાબ

પર્વતીય વિસ્તારોમાંથી સ્થળાંતર એ રાજ્યની મોટી સમસ્યા બની ગઈ છે. પરિણામ એ આવ્યું કે હવે તે સરકારો માટે કોઈ પડકારથી ઓછું નથી. સ્થળાંતરને રોકવામાં કોઈપણ સરકાર અસરકારક સાબિત થઈ નથી. જો કે તમામ સરકારો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ રાજ્યમાં સ્થળાંતરને લઈને સ્થિતિ એવી વણસી રહી છે કે ઘણા ગામો હવે ભૂતિયા ગામ બની ગયા છે. એવું નથી કે માત્ર લોકોએ જ સ્થળાંતર કર્યું છે. નેતાઓ પણ પર્વત પરથી સ્થળાંતર કરીને દહેરાદૂન, હરિદ્વારમાં સ્થાયી થયા. ભૂતકાળમાં અનેક પહાડી બેઠકો પર ચૂંટણી લડનારા નેતાઓ આજે સ્થળાંતર કરીને મેદાની વિસ્તારોને પોતાનું રાજકીય ક્ષેત્ર બનાવી ચુક્યા છે.

ઉત્તરાખંડને ઉનાળુ રાજધાની મળી

ભાજપે ચૂંટણીમાં જતા પહેલા જ 3 મુખ્યપ્રધાનોને બદલ્યા, જેનો પ્રશ્ન સરકારને વારંવાર પૂછવામાં આવે છે. જો કે ભાજપ સરકારના આ 5 વર્ષની સિદ્ધિઓની વાત કરીએ તો સૌથી પહેલા ઉત્તરાખંડ માટે કાયમી રાજધાની તરીકે બનાવેલી ઉનાળુ રાજધાની ગેરસૈણનું નામ આવે છે. જો કે આ સિદ્ધિ પણ ભાજપની અડધી-અધૂરી છે. કારણ કે ઉનાળા માટેની રાજધાની માત્ર જાહેરાત અને નામ પુરતી જ સીમિત રહી છે.

ઓલ વેધર રોડથી જીવન સરળ બન્યું

આ 5 વર્ષમાં ભાજપની મોટી સિદ્ધિઓમાં રાજ્યમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવવાનું પણ છે. ઉત્તરાખંડ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની સાથે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પણ એક મોટી ઉપલબ્ધિ છે. આ 21 વર્ષમાં 90 ટકા ગ્રામીણ વિસ્તારો રસ્તાઓથી જોડાયેલા છે. આ સિવાય જો આપણે જિલ્લા માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વાત કરીએ તો ઓલ વેધર રોડે આ દિશામાં વધુ સારું કામ કર્યું છે. પહાડો પર ઓલ વેધર રોડની સાથે સાથે અન્ય યોજનાઓ હેઠળના રસ્તાઓનું કામ પણ સારી રીતે દેખાઈ રહ્યું છે. આ કાર્ય માટે જનતા પણ સરકારને આ સિદ્ધિનો શ્રેય આપે છે.

પહાડ પર રેલનું સપનું અને એર કનેક્ટિવિટી વધી

રોડ કનેક્ટિવિટી ઉપરાંત પહાડ પર રેલ એક સપનું જ હતું, જે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે સાકાર કર્યું. ઋષિકેશથી કર્ણપ્રયાગ રેલવે પ્રોજેક્ટ રાજ્યની મોટી ઉપલબ્ધિઓમાંની એક ગણી શકાય. આ ઉપરાંત ભાજપ સરકારે છેલ્લા 5 વર્ષમાં એર કનેક્ટિવિટી બાબતે પણ પ્રશંસનીય કામ કર્યું છે.

આ પણ વાંચો: ભોપાલઃ સરકારી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગી આગ, 8 બાળકોના મોત

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસનો આરોપ- નવાબ મલિકનો અંડરવર્લ્ડ સાથે સંપર્ક...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.