- પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) દિલ્હીના પ્રવાસે
- રાજ્યપાલ આજે પત્ની સુદેશ ધનખડ સાથે રાષ્ટ્રપતિ અને તેમના પત્ની સાથે મુલાકાત કરશે
- પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વિટ કરી સમગ્ર માહિતી આપી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) ત્રણ દિવસીય દિલ્હીના પ્રવાસે છે. આજે રાજ્યપાલ પત્ની સુદેશ ધનખડ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદ સાથે મુલાકાત કરશે.
આ પણ વાંચો- ચૂંટણી પછીની હિંસા પર રાજ્યપાલના પત્ર પર બંગાળ સરકારે આપ્યો જવાબ
18 જૂને ધનખડ પશ્ચિમ બંગાળ પરત ફરશે
રાજ્યપાલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તેઓ મંગળવારે મોડી સાંજે રાષ્ટ્રીય રાજધાની જશે અને 18 જૂને કોલકાતા પરત ફરશે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં ઘણા ભાજપના ધારાસભ્યોના એક પ્રતિનિધિ મંડળે સોમવારે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને તેમને રાજ્યમાં કાયદા વ્યવસ્થાની કથિત રીતે શરતી સ્થિતિ તથા રાજ્ય પોલીસના પક્ષપાતી વલણને લઈને હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો હતો.
આ પણ વાંચો- ભાજપના મહાસચિવ વિજયવર્ગીયનો મમતા સરકાર પર આક્ષેપ, કહ્યું- બાંગ્લાદેશથી બોલાવે છે શૂટર
રાજ્યમાં સ્થિતિ બગડી રહી છેઃ ધનખડ
ધનખડે ત્યારબાદ ટ્વિટ કર્યું હતું કે, શુભેન્દુ અધિકારીએ તેમની મુલાકાત કરી હતી અને રાજ્યમાં કાયદા વ્યવસ્થાની વર્તમાન સ્થિતિને લઈને મેમોરેન્ડમ સોંપ્યો હતો. રાજ્યપાલે કહ્યું હતું કે, 50થી વધુ ધારાસભ્યોએ કાયદા વ્યવસ્થા અને પોલીસના પક્ષપાતી વલણની ફરિયાદ અને તેના હસ્તક્ષેપનો આગ્રહ કર્યો હતો. કારણકે સ્થિતિ બગડી રહી છે. ધારાસભ્યો અને વિપક્ષના નેતા શુભેન્દુને ફરિયાદોને જોવાનું આશ્વાસન આપ્યું હતું.