ETV Bharat / bharat

હવે નૂપુર શર્માની ધરપકડ માટે મમતા બેનરજીએ કરી માગ

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ (Mamata Banerjee calls for Nupur Sharma arrest) કહ્યું કે, 'નુપુર શર્મા વિવાદ એક સંપૂર્ણ ષડયંત્ર છે. તેમની ધરપકડ કરો કારણ કે, તમે આગ સાથે રમી શકતા નથી.

હવે નૂપુર શર્માની ધરપકડ માટે મમતા બેનરજીએ કરી માગ
હવે નૂપુર શર્માની ધરપકડ માટે મમતા બેનરજીએ કરી માગ
author img

By

Published : Jul 6, 2022, 10:43 AM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ (Mamata Banerjee calls for Nupur Sharma arrest) સોમવારે આક્ષેપ કર્યો હતો કે, નુપુર શર્મા વિવાદ "સમાજને વિભાજીત કરવાની ભાજપની નીતિને પ્રોત્સાહન આપવાનું કાવતરું છે". તેમણે કહ્યું કે, ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તાની ધરપકડ થવી જોઈએ અને કોઈને પણ "આગ સાથે રમવાની" મંજૂરી આપવી જોઈએ નહીં.

આ પણ વાંચો: નૂપુર શર્મા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓએ હિન્દુ ફેડરેશનના પ્રમુખને આપી ચેતવણી

મમતા બેનર્જીએ કહ્યું નૂપુર શર્મા વિવાદ સંપૂર્ણ ષડયંત્ર છે : એક ટેલિવિઝન ચેનલના કાર્યક્રમમાં બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ દ્વારા ફેક ન્યૂઝ અને વીડિયો પ્રસારિત કરી રહી છે. તેમણે કહ્યું કે, 'નૂપુર શર્મા વિવાદ સંપૂર્ણ ષડયંત્ર છે. આ ભાજપની નફરત અને ભાગલા પાડવાની નીતિને વધારવાનું ષડયંત્ર છે. તેની ધરપકડ કેમ ન થઈ? તેમની ધરપકડ કરો કારણ કે તમે આગ સાથે રમી શકતા નથી. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે, પયગંબર મોહમ્મદ વિશે નૂપુરના વિવાદાસ્પદ નિવેદનને કારણે ભારતની વૈશ્વિક છબી કલંકિત થઈ છે.

આ પણ વાંચો: નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ દિલ્હી પોલીસ એક્શનમાં, કરી આ સ્પષ્ટતા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.