ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 - પ્રથમ તબક્કામાં 79.79 ટકા મતદાન નોંધાયું - west bengal first phase voting

પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ માટે 30 બેઠકો પર મતદાન થયું હતું. 5 જિલ્લાની આ 30 બેઠકો માટે ભાજપથી લઇને તૃણમૂલ કોંગ્રેસ સુધીના ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીઓ ખૂબ જ પરસેવો રેડ્યો હતો. ત્યારે શનિવારના રોજ યોજાયેલા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 79.79 ટકા મતદાન નોંધાયું છે. જેની મતગણતરી 2 એપ્રીલના રોજ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021
author img

By

Published : Mar 27, 2021, 9:15 PM IST

Updated : Mar 27, 2021, 9:58 PM IST

  • પ્રથમ તબક્કામાં 79.79 ટકા મતદાન નોંધાયું
  • TMCએ ગત વિધાનસભા ચૂંટણીમાં 211 બેઠકો જીતીને સરકાર બનાવી હતી
  • પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 8 તબક્કામાં યોજાશે મતદાન

કોલકાતા : પશ્ચિમ બંગાળ (બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021)ના પ્રથમ તબક્કાની ચૂંટણી શરૂ થઇ ચૂકી છે. જેમાં શનિવારના રોજ બંગાળના 5 જિલ્લાની 3૦ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન સવારે 7 કલાકથી સાંજના 6:30 સુધી ચાલ્યું હતું. જેમાં ચૂંટણીપંચે આ વખતે મતદાન કરવા માટેનો સમય વધાર્યો હતો.

આ પણ વાંચો - પશ્ચિમ બંગાળની ચૂંટણી : પ્રથમ તબક્કામાં સવારે 11:30 વાગ્યા સુધી 35.5 ટકા મતદાન

2016ની વિધાનસભા ચૂંટણી પર એક નજર

TMCએ 2016ની વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ 211 બેઠકો જીતીને સરકારની રચના કરી હતી. જ્યારે કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી, ડાબેરીઓને 26 અને ભાજપને માત્ર 3 બેઠકો પર જીત મળી હતી. જ્યારે અન્યોએ 10 બેઠકો પર જીત મેળવી હતી. બહુમતી માટે 148 બેઠકોની જરૂર છે.

આ પણ વાંચો - આસામ વિધાનસભા ચૂંટણી 2021: પ્રથમ તબક્કામાં 47 બેઠકો માટે મતદાન શરૂ

79.79 ટકા મતદાન નોંધાયું

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સાંજના 6 કલાક સુધીમાં 79.79 ટકા મતદાન નોંધાયું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતા શિશિર બાજોરીયાએ જણાવ્યું હતું કે, મેં હવે સાંભળેલા ઓડિઓ ટેપમાં રાજ્યના મુખ્યપ્રધાન ભાજપ (નંદીગ્રામ)ના જિલ્લા ઉપપ્રમુખની મદદ માંગી રહ્યા છે અને તેમને ફરીથી ટીએમસીમાં આવવા વિનંતી કરી રહ્યા છે. આ બતાવે છે કે, તેમને લાગ્યું કે ટીએમસી ચૂંટણી હારી રહી છે.

આ પણ વાંચો - આસામ વિધાનસભા ચૂંટણી 2021 : પ્રથમ તબક્કામાં 72.14 ટકા મતદાન

Last Updated : Mar 27, 2021, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.