ETV Bharat / bharat

વેલ્ડરની દીકરીએ સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું, પ્રથમ પ્રયાસમાં જ પાસ - Civil Service Exam Result Jharkhand

બોકારોના કસમારની (bokaro in jharkhand) રહેવાસી સાવિત્રી કુમારીએ JPSC પરીક્ષાની વહીવટી સેવાઓમાં ટોચનું (Topper in Civil Service Exam) સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આમ તે રાજ્યના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલી સાવિત્રીને આ સિદ્ધિ સખત મહેનત અને સમર્પણના કારણે મળી છે.

વેલ્ડરની દીકરીએ સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું, પ્રથમ પ્રયાસમાં જ પાસનું પરિણામ

author img

By

Published : Jun 1, 2022, 10:43 PM IST

બોકારો: ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની (JPSC) 7મીથી 10મી સિવિલ સર્વિસની પરીક્ષાનું પરિણામ (Civil Service Exam Result Jharkhand) જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બોકારો જિલ્લાના કસમાર બ્લોકના દંતુ ગામના રહેવાસી દીકરીએ ટોચનું (Topper in Civil Service Exam) સ્થાન પ્રાપ્ત કર્યું છે. બેલ્ડર રાજેશ્વર નાયકની પુત્રી સાવિત્રી કુમારીએ (Savitri Kumari Jharkharnd) ઝારખંડ વહીવટી સેવાઓ કેટેગરીમાં ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુલ 252 જગ્યાઓ પર નિમણૂક માટે લેવાયેલી આ પરીક્ષામાં વહીવટી સેવામાં ઉચ્ચ કટ ઓફ માર્ક્સ મળવાને કારણે સાવિત્રી કુમારીએ તેના પ્રથમ પ્રયાસમાં બિનઅનામત ક્વોટામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પરિણામ જોઈને સાવિત્રી અને તેના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી છે.

વેલ્ડરની દીકરીએ સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું, પ્રથમ પ્રયાસમાં જ પાસનું પરિણામ

આ પણ વાંચો: અપની તો પાઠશાલા: ગરીબ બાળકોના IAS-IPS બનવાના સપનાને સાકાર કરી રહ્યા છે DSP વિકાસ ચંદ્ર

બાળપણથી જ હોશિયાર હતીઃ વહીવટી સેવામાં ટોચનું સ્થાન મેળવનાર સાવિત્રી બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતી. ગામની મિડલ સ્કૂલમાંથી પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ જવાહર નવોદય વિદ્યાલય અભ્યાસ કર્યો હતો. જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.11 પૂરા કર્યા પછી, તેણે તે જ શાળામાંથી શિષ્યવૃત્તિ મળી હતી. આ શિષ્યવૃતિ થકી બાંગ્લાદેશમાં આવેલી એશિયન યુનિવર્સિટી ઓફ વુમનમાં એડમિશન મેળવ્યું હતું. વર્ષ 2010 માં પર્યાવરણ વિજ્ઞાનમાં તેનું સ્નાતક પૂર્ણ કર્યું. સ્નાતક થયા પછી, સાવિત્રીને એ જ યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો તરીકે પસંદ કરવામાં આવી.

ક્લાઈમેન્ટ ચેન્જ પર રીસર્ચ: આ પછી, તેણે માસ્ટર ડિગ્રી માટે ઇંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી વર્ષ 2018 માં ભારત પરત આવી. સાવિત્રી હાલમાં IIT મુંબઈમાં ક્લાઈમેટ ચેન્જ પર રિસર્ચ કરી રહી હતી. સાવિત્રીને નાનપણથી જ સરકારની વહીવટી સેવામાં જવાની ઈચ્છા હતી. દિલ્હીમાં રહીને તેણે યુપીએસસીની તૈયારી પણ કરી. પરંતુ કેટલાક કારણોસર તેમને ઝારખંડ પાછા ફરવું પડ્યું. પોતાના ગામમાં રહીને તેમણે 1 વર્ષ સુધી ઝારખંડ વહીવટી સેવા માટે તૈયારી કરી. સાવિત્રી પાયાના સ્તરે કામ કરવા માંગે છે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં રખડતા વાઘને પકડવા માટે ઓપરેશન ચાલુ

પિતા કરે છે વેલ્ડિંગકામ: સાવિત્રીના પિતા રાજેશ્વર પ્રસાદ નાયક ગામમાં જ વેલ્ડીંગની દુકાન ચલાવે છે. માતા ગૃહિણી છે. રાજેશ્વર નાયકની ત્રણ પુત્રીઓમાં સાવિત્રી બીજા નંબરે છે. સાવિત્રીએ જેપીએસસીમાં પ્રથમ સ્થાન મેળવ્યા પછી, તેને અભિનંદન આપવા માટે લોકોનો ધસારો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.