નવી દિલ્હી/પટના: બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર વિપક્ષી એકતાને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા નીતિશ કુમારે આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. નીતિશ કુમારની સાથે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી પ્રસાદ યાદવ અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પણ હાજર હતા. પરંતુ જ્યારે પત્રકારોએ વડાપ્રધાન પદનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે બધા ચૂપ રહ્યા.
"અમે અહીં ઐતિહાસિક બેઠક કરી છે. આજે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. અમે નક્કી કર્યું છે કે અમે આગામી ચૂંટણી તમામ પક્ષોને સાથે રાખીને લડીશું. આપણે બધા એક જ રસ્તે આગળ વધીશું.'' - મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ અધ્યક્ષ
વિપક્ષી પાર્ટીઓને એક કરશે: બેઠક બાદ નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને વ્યકત કરી કે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતા જોવા મળશે. નીતિશ કુમાર, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ આગામી ચૂંટણી તમામ પક્ષોને સાથે લઈને લડશે. જોકે વડાપ્રધાન કોણ બનશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે બધાએ મૌન સેવ્યું.
આ પણ વાંચો Big Bihar Gathbandhan: નીતિશ કુમાર, તેજસ્વી યાદવે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી
''અમે લાંબા સમયથી ચર્ચા કરી છે, દેશભરમાં વધુને વધુ પક્ષોને એક કરવાના પ્રયાસો કરવા પડશે. નક્કી કરવામાં આવ્યું છે કે અમે ભવિષ્યમાં સાથે મળીને કામ કરીશું.'' - નીતિશ કુમાર, બિહારના મુખ્યપ્રધાન
આ પણ વાંચો Modi Surname Case: રાહુલ ગાંધી 25 એપ્રિલે પટના કોર્ટમાં હાજર થશે
ઐતિહાસિક પગલું: રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે પાર્ટીઓ વિચારધારાની લડાઈ સાથે આવવા માગે છે અમે તેને સાથે લઈને ચાલીશું. વિપક્ષી પાર્ટીઓને સાથે લઈને ચાલીશું. એકસાથે ઊભા રહીને લડીશું. દેશ પર અને સંસ્થા પર જે પણ આક્રમણ થઈ રહ્યા છે અમે તેની સામે લડીશું. વિપક્ષને એક કરવાનું આ ઐતિહાસિક પગલું છે. વિપક્ષનું દેશ માટે જે વિઝન છે તેને આગળ વધારીશું.