ETV Bharat / bharat

બ્લેક ફંગસની દવાની અછત અંગે દિલ્હી હાઈકોર્ટે કહ્યું, અમે નર્કમાં જીવીએ છીએ, અમે નિઃસહાય છીએ

કોરોના મહામારી પછી હવે બ્લેક ફંગસ એ જોખમ સાબિત થતું જઈ રહ્યું છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં બ્લેક ફંગસ અંગેની એક અરજી પણ સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે બ્લેક ફંગસની દવાની અછત અને દર્દીઓને થઈ રહેલી મુશ્કેલીઓ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરતા વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમે નર્કમાં જીવી રહ્યા છીએ. અમે નિઃસહાય છીએ.

author img

By

Published : May 29, 2021, 9:01 AM IST

બ્લેક ફંગસની દવાની અછત અંગે દિલ્હી હાઈકોર્ટે કહ્યું, અમે નર્કમાં જીવીએ છીએ, અમે નિઃસહાય છીએ
બ્લેક ફંગસની દવાની અછત અંગે દિલ્હી હાઈકોર્ટે કહ્યું, અમે નર્કમાં જીવીએ છીએ, અમે નિઃસહાય છીએ
  • દિલ્હી હાઈકોર્ટમાં બ્લેક ફંગસ અંગેની અરજી પર સુનાવણી થઈ
  • બ્લેક ફંગસની દવાની અછત અને દર્દીઓને થતી મુશ્કેલીઓ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી થઈ
  • દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, અમે નર્કમાં જીવી રહ્યા છીએ. અમે નિઃસહાય છીએ

નવી દિલ્હીઃ હાઈકોર્ટે બ્લેક ફંગસની દવાની અછત અને દર્દીઓને થઈ રહેલી મુશ્કેલીઓ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરતા વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમે નર્કમાં જીવી રહ્યા છીએ. દરેક વ્યક્તિ નર્કમાં જીવી રહ્યો છે. આ એક એવી સ્થિતિ છે કે જ્યાં અમે મદદ કરવા માગીએ છીએ, પરંતુ અમે નિઃસહાય છીએ.

આ પણ વાંચો- દિલ્હી સરકારે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી

કેન્દ્ર સરકારે હાઈકોર્ટને એક રિપોર્ટ સોંપ્યો

કેન્દ્ર સરકારે દવા મેળવવા અને તેની અછતને પહોંચી વળવા માટે લીધેલા પગલા પર એક રિપોર્ટ સોંપ્યો હતો. હાઈકોર્ટે કેન્દ્રને દવાઓની આયાતની વર્તમાન સ્થિતિ અને જથ્થો ક્યાં સુધી આવવાની સંભાવના છે. તેના પર વિગતો રજૂ કરવાનો નિર્દેશ કર્યો હતો.

બ્લેક ફંગસ અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

બ્લેક ફંગસથી સંક્રમિત 2 દર્દીઓ માટે દવા ઉપલબ્ધ કરાવવાના નિર્દેશના અનુરોધવાળી 2 અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે હાઈકોર્ટે કહ્યું હતું કે, તેઓ કોઈ વિશેષ દર્દી માટે કોઈ આદેશ જાહેર નથી કરી શકતા કે બીજાની ગ્યાએ તેમની સારવારમાં પ્રાથમિકતા આપવામાં આવે.

આ પણ વાંચો- બ્લેક ફંગસ ફક્ત ભારતમાં જ કેમ ફેલાઈ રહી છે? નિષ્ણાતોનું શું કહેવું છે જાણો

વકીલ રાકેશ મલ્હોત્રાએ બ્લેક ફંગસની સારવાર માટે દવાઓની અછતનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, આ સંક્રમણથી ગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે. જ્યારે જસ્ટિસ વિપીન સાંધી અને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે એક રિપોર્ટ રજૂ કરી આયાતની વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યા છે. આ અંગે સોમવારે વિચાર કરાશે. એ દર્શાવવું પડશે કે, 2.30 લાખ શીશીઓ ક્યાં સુધી પહોંચશે અને શું દવાની વધુ ઉપલબ્ધતા છે કે તેની આયાત કરવામાં આવે. કોર્ટે કોરોના મહામારીથી જોડાયેલા મામલા પર 6 કલાક સુધી સુનાવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.