ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં ફરી ચાલ્યો દીદીનો જાદુ - didi-land

પશ્ચિમ બંગાળમાં ફરીથી એક વાર દીદીનો જાદુ છવાયો છેે. એન્ટી-ઇન્કમ્બન્સીને મારવી તેમજ તૃણમૂલની રેન્ક અને ફાઇલમાં ભત્રીજાવાદ અને તરફેણવાદના વધતા જતા આક્ષેપો સાથે મમતા બેનરજી હાલના બંગાળના રાજકારણમાં સૌથી ઉંચી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. બીજું કે, રવિવારની જીત પછી મમતા બેનરજી કેન્દ્રમાં ભાજપ વિરોધી પક્ષોના પક્ષમાં ફ્રન્ટ રનર તરીકે ઉભરી આવ્યા. તેની જીતથી તૃણમૂલની રાષ્ટ્રીય આકાંક્ષાઓ તેમજ પાન-ઇન્ડિયા પ્લેટફોર્મ પર તેની સ્વીકૃતિની ખાતરી થઈ, એમ ETV Bharat ન્યૂઝ કોઓર્ડિનેટર દીપંકર બોઝ લખે છે.

પશ્ચિમ બંગાળમાં ફરી ચાલ્યો દીદીનો જાદુ
પશ્ચિમ બંગાળમાં ફરી ચાલ્યો દીદીનો જાદુ
author img

By

Published : May 3, 2021, 1:06 PM IST

મમતા બેનરજીએ સૂત્ર આપ્યું હતું ખેલા હોબે- રમી લઈશું. ઇતિહાસ થઈ જવાનું હતું અથવા એક નવો ઇતિહાસ સર્જવાની વાત હતી. ઈવીએમમાંથી આંકડાંઓ બહાર આવવા લાગ્યા તે સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે પશ્ચિમ બંગાળમાં નવો ઇતિહાસ રચાયો. તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજી હવે કરી શકે તેમ છે - અમે (ભાજપનો) ખેલ પાડી દીધો.

પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વાર જબરદસ્ત બહુમતી સાથે મમતા બેનરજીએ જીત મેળવી તે પછી ઘણા સવાલો જાગ્યા છે. 10 વર્ષ પછી શાસનવિરોધ, ભ્રષ્ટાચાર અને સગાવાદના આરોપો, પક્ષપલટુઓ જે ભાજપમાં જતા રહ્યા - આ બધા વચ્ચે મમતા બેનરજીએ પોતાના પક્ષને જીત અપાવીને બંગાળના રાજકારણના તેઓ ખરેખર દીદી જ નહીં, પણ દાદી સાબિત થયા છે.

પશ્ચિમ બંગાળમાં ભવ્ય વિજય પછી મમતા બેનરજી રાષ્ટ્રીય કક્ષાએ હવે ભાજપવિરોધી મોરચાના મહત્ત્વના નેતા તરીકે આગળ આવી શકે છે. આ જીત મેળવીને તેમણે રાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું ગજું કાઢ્યું છે.

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોને ઝીણી નજરે જોતા સ્પષ્ટ થાય છે કે ભાજપે ધ્રુવીકરણ માટે પ્રચાર કર્યો, ધર્મના નામે મતદારોને વહેંચી નાખવાનો પ્રયાસ કર્યો, પણ તે ફાવ્યો નથી. ઉલટાનું ભારે પડ્યું છે. માલદા અને મુર્શિદાબાદ તથા દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા અને હાવરા જિલ્લાઓના પરિણામો દર્શાવે છે કે આ વિસ્તારના મુસ્લિમ મતદારોએ કોંગ્રેસ અને ડાબેરીઓને પડતા મૂકીને તૃણમૂલ કોંગ્રેસને મત આપવાનું પસંદ કર્યું છે. માલદા અને મુર્શિદાબાદ આ બે જિલ્લામાં જ કોંગ્રેસનું થોડું ઘણું વજૂદ બચ્યું હતું, પરંતુ તૃણમૂલ કોંગ્રેસની સરકારે સામેના બધા આક્ષેપો છતાં, ભાજપને સત્તામાં આવતો રોકવા માટે સામુહિક રીતે મમતાને જ પસંદ કરવામાં આવ્યા છે.

આ સીધી લડાઈને કારણે પશ્ચિમ બંગાળમાં હવે કોઈ ત્રીજા પક્ષ માટે સ્થાન રહ્યું નથી. કોંગ્રેસી, ડાબેરી મોરચો અને તેમના સાથી પક્ષોનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. કોંગ્રેસના પરંપરાગત મતો પણ હવે તૃણમૂલ કોંગ્રેસમાં જતા રહ્યા છે.

સ્થિતિ દીવા જેવી ચોખ્ખી છે. 2019માં ભાજપ ફાવ્યો હતો અને લોકસભાની ચૂંટણીમાં 18 બેઠકો જીતી ગયો હતો. તે પ્રમાણે ગણતરીએ કરીએ તો વિધાનસભાની 121 બેઠકો પર તેને બહુમતી મળી હતી. તેના કારણે જ ભાજપ સત્તામાં આવવાના સપના જોવા લાગ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને પક્ષ પ્રમુખ જે. પી. નડ્ડા, કૈલાસ વિજયવર્ગીય, બી. એલ. સંતોષ અને અરવિંદ મેનન સહિતના નેતાઓનો મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દેવામાં આવ્યો હતો. પરંતુ આ બધામાં મમતા બેનરજી અને તેમના વ્યૂહકારોએ સામનો કરવા માટે કેવી તૈયારીઓ કરી છે તે જોવાનું તેઓ ચૂકી ગયા હતા.

ભાજપના નેતાઓ વારંવાર પીશી-ભાઈપો (ફૂઈ-ભત્રીજા)ની જોડી સામે સગાવાદનો આરોપ લગાવતા રહ્યા, પણ મમતા પર તેની કોઈ અસર થઈ નહોતી. યોગી આદિત્યનાથ જેવા નેતાઓને માલદા જિલ્લામાં ઉશ્કેરણીજનક ભાષણો કરવા માટે મોકલાયા અને એન્ટી-રોમિયો સ્ક્વૉડ બનાવીશું એવી વાતો કરી તેનાથી ઉલટાનું મમતા માટેનું સમર્થન વધતું ગયું.

મમતા બેનરજીએ બે બાબતો પર પ્રચારમાં ભાર મૂક્યો હતો. એક હતું દુઆરે સરકાર (તમારા દ્વારે સરકાર) કાર્યક્રમો. તેમની સરકારે સામાજિક કલ્યાણ માટેના કાર્યક્રમો ચલાવ્યા હતા અને તેનો લાભ લેવા માટે છાવણી ખોલવામાં આવતી ત્યારે મોટી લાઈનો લાગતી હતી. આ કાર્યક્રમ હેઠળ સ્વાસ્થ્ય સાથી કાર્ડ આપવામાં આવતા. તેમાં કુટુંબના વડા તરીકે મહિલાનું નામ નોંધાતું હતું. આના કારણે મમતા બેરનજીને મહિલા મતદારોનું મોટું સમર્થન મળ્યું.

આ ઉપરાંત બોહિરાગોતો એટલે કે 'બહારના લોકો' બંગાળમાં કબજો જમાવવા આવી રહ્યા છે તેનો પ્રચાર જોરશોરથી ચલાવાયો હતો. બહારવાળાઓની સામે બંગાળના લોકો પોતાની દીકરીને જ ઇચ્છે છે (બાંગ્લા નિજેર મેયે કેઈ છાયે) એવો પ્રચાર પણ ચલાવાયો હતો.

જોકે મમતાના જોરદાર પ્રદર્શન છતાં ભાજપ 77 બેઠકો મેળવી શક્યો છે. 2016માં ભાજપને માત્ર 3 બેઠકો પર જ વિજય મેળવ્યો હતો. જોકે તે પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં જોરદાર વધારો થયો હતો. લોકસભામાં પણ બે જ બેઠકો હતી, તે વધીને 18 થઈ ગઈ હતી. પરંતુ આ વખતે તે સમર્થનમાં વધારો થઈ શક્યો નહીં. ભાજપને નાદિયા જિલ્લામાં અને ઉત્તર 24 પરગણામાં થોડો ફાયદો થયો છે, કેમ કે આ જિલ્લાઓમાં મતુઆ મતદારોની મોટી સંખ્યા છે. આ ઉપરાંત દાર્જિલિંગ સહિતના ઉત્તર બંગાળમાં - જલપાઇગુરી, અલીપુરદુઆર અને કૂચબિહારમાં રાજબંસી લોકોનું સમર્થન મળ્યું. તેના કારણે આટલી બેઠકો મળી શકી. જો અહીં સફળતા ના મળી હોત તો ભાજપની આબરૂ વધારે ખરાબ થઈ હોત.

રાજકીય વ્યૂહકાર પ્રશાંત કિશોર પોતાની આબરૂ જાળવી શક્યા. ભાજપ હવે પશ્ચિમ બંગાળમાં મુખ્ય વિપક્ષ બની ગયો છે. ડાબેરી મોરચા માટે કોઈ જગ્યા બચી નથી. બીજી બાજુ મમતા બેનરજી બંગાળમાંથી આગળ વધીને હવે રાષ્ટ્રીય કક્ષાએ એક મજબૂત ચહેરા તરીકે ઉપસશે અને 2024 માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દેશે.

-દીપાંકર બોઝ, ન્યૂઝ કૉઓર્ડિનેટર, ETV Bharat

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.