- બ્રહ્મા કુમારિઝના ભૂતપૂર્વ વડા હતા સ્વર્ગીય રાજ્યયોગિની દાદી જાનકી
- રાજ્યયોગિની દાદી જાનકીનું 27 માર્ચ 2020ના રોજ થયું હતું અવસાન
- તેમની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા જાહેર કરાઈ ટપાલ ટિકિટ
સિરોહી(રાજસ્થાન): ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ બ્રહ્મા કુમારિઝના ભૂતપૂર્વ વડા સ્વર્ગીય રાજ્યયોગિની દાદી જાનકીના માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આ કાર્યક્રમમાં કોમ્યુનિકેશન્સ એન્ડ આઈ.ટી પ્રધાન રવિશંકર પ્રસાદ પણ હાજર હતા.
આ પણ વાંચો: બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખ જાનકી દાદીનું અવસાન
તેઓ માનવતાની નિસ્વાર્થ સેવા કરતા હતા : વેંકૈયા નાયડુ
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે, “આપણે દાદીના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. તેઓ ભગવાનને સમર્પિત હતા અને માનવતાની નિસ્વાર્થ સેવા કરતા હતા. દુનિયાને દાદી જાનકી જેવા મહાનુભવોની જરૂર છે.” તેમણે વધુમાં કહ્યું કે, દાદી જાનકીએ તેમનું જીવન માનવતાની સેવા માટે સમર્પિત કર્યું હતું. તેમણે પોતાનું સમગ્ર જીવન મહિલા સશક્તિકરણ, એકતા, ભાઈચારો અને સમાજમાં માનવ મૂલ્યો સ્થાપવા માટે સમર્પિત કર્યું હતું.
બ્રહ્મા કુમારિઝ સંસ્થાના તમામ ઉચ્ચ હોદ્દેદારો રહ્યા હાજર
આ પ્રસંગે બ્રહ્મા કુમારિઝ ઇન્સ્ટિટ્યૂટના એડિશનલ સેક્રેટરી જનરલ બી.કે. હંસા, બી.કે. બ્રિજમોહન, એક્ઝિક્યુટિવ સેક્રેટરી બી.કે.મૃત્યુંજય, લાઇફ મેનેજમેન્ટ બી.કે. શિવાની સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય વહીવટકર્તા રાજ્યયોગિની દાદી જાનકીનું 27 માર્ચ 2020ના રોજ 104 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભારત સરકારના ટપાલ વિભાગે આ ટિકિટ જાહેર કરી હતી.