- Vodafone-Ideaનું ઇન્ટરનેટ બંધ રહેતા યુઝર્સને હાલાકી
- ઇન્ટરનેટ રિચાર્જ કરાવ્યું હોવા છતાં ઇન્ટરનેટ સર્વિસમાં મુશ્કેલી
- ગઇકાલ સાંજથી નેટવર્ક ઇશ્યુ, ઇન્ટરનેટની મદદથી થતાં કામો અટવાયા
દિગ્ગજ ટેલિકોમ કંપની Vodafone-Ideaના લાખો યુઝર્સને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતભરમાં આજે બપોરે 2 વાગ્યા સુધી Vodafone-Ideaનું ઇન્ટરનેટ બંધ રહેશે. ગઇકાલ સાંજથી જ ઘણા યુઝર્સને નેટવર્કના ઇશ્યુ આવી રહ્યાં છે. સાથે જ મોબાઇલ ઇન્ટરનેટ પણ કામ નથી કરી રહ્યું. ઇન્ટરનેટ રિચાર્જ કરાવ્યું હોવા છતાં લાખો યુઝર્સ હાલ ઇન્ટરનેટ સર્વિસ વિહોણા થઇ ગયા છે.
Vodafone-Ideaના યુઝર્સ અટવાયા
2 કલાક સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ રહેવાના કારણે યુઝર્સના ઘણા કામ અટવાઇ પડ્યા છે, કારણ કે આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ મોબાઇલ થકી જ થઇ રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હોવાથી અનેક નોકરિયાત વર્ગને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વધુ વાંચો: ખરીદો નીરજ ચોપરાના ભાલાથી માંડીને પી.વી સિંધુનુ રેકેટ, જાણો કેવી રીતે