છત્તીસગઢ : છત્તીસગઢના નવા CM વિષ્ણુદેવ સાઈ આજે મુખ્યપ્રધાન પદના શપથ લેશે. આજે સાંજે 4 વાગ્યે રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ વિષ્ણુદેવ સાઈના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાન પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન મોદીની વિશેષ ઉપસ્થિતિ : મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 2:15 કલાકે ભોપાલથી રવાના થશે. તેઓ બપોરે 3:20 વાગ્યે રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પહોંચશે. સીએમ મોદી એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા બપોરે 3:45 કલાકે રાયપુર સાયન્સ કોલેજના મેદાનમાં સ્થિત હેલીપેડ પર પહોંચશે અને રોડ માર્ગે બપોરે 3:55 કલાકે સાયન્સ કોલેજ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ સ્થળ પર પહોંચશે. સીએમ વિષ્ણુદેવ સાઈનો શપથ ગ્રહણ કાર્યક્રમ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે, જે સાંજે 4:45 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી સાંજે 4:50 કલાકે હેલિપેડ પહોંચશે જ્યાંથી તેઓ રાયપુર એરપોર્ટ પહોંચીને દિલ્હી જવા રવાના થશે
વિષ્ણુદેવ સાઈના શપથ ગ્રહણ સમારોહના મુખ્ય મહેમાન :
- અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન
- જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
- યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના CM
- હિમંતા બિસ્વા સર્મા, આસામના CM
- પ્રમોદ સાવંત, ગોવાના CM
- મનોહર લાલ ખટ્ટર, હરિયાણાના CM
- મોહન યાદવ, મધ્યપ્રદેશના CM
- માણિક શાહ, ત્રિપુરા ના CM
- મનસુખ માંડવિયા, કેન્દ્રીય આરોગ્યપ્રધાન
- બિસેશ્વર ટુડૂ, કેન્દ્રીય રાજ્યપ્રધાન
- દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન
- સંજીવ કુમાર ગોડ, ઉત્તરપ્રદેશના રાજ્યમંત્રી
- રામદાસ આઠવલે, કેન્દ્રીય રાજ્યપ્રધાન
સીએમ વિષ્ણુદેવ સાંઈ : વિષ્ણુદેવ સાઈનો જન્મ 21 ફેબ્રુઆરી 1964 ના રોજ છત્તીસગઢના જશપુર જિલ્લાના બગિયા ગામમાં થયો હતો. તેમણે કુનકુરીની લોયોલા હાયર સેકન્ડરી સ્કૂલમાં 10 મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. વિષ્ણુદેવના લગ્ન 27 મે, 1991 ના રોજ કૌશલ્યા સાઈ સાથે થયા હતા. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. તેઓ પંચથી સરપંચ અને પછી 1990 માં તેઓ ટપકારા વિધાનસભા (અવિભાજિત મધ્યપ્રદેશ) થી પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા.
કેન્દ્રમાં સાઈની ભાગીદારી : 1999 માં વિષ્ણુદેવ સાંઈને લોકસભાની ટિકિટ મળી જેમાં તેઓ જીત્યા અને સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેઓ 2004, 2009 અને 2014માં પણ સતત સાંસદ બન્યા હતા. 2014 માં કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર બન્યા બાદ વિષ્ણુદેવ સાઈને સ્ટીલ અને ખાણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ 2020 માં વિષ્ણુદેવ સાઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. વિષ્ણુદેવ સાંઈની ગણતરી સંઘના નજીકના નેતાઓમાં થાય છે. તેમને રમણ સિંહના નજીકના માનવામાં આવે છે. સાંઈ છત્તીસગઢના બીજા આદિવાસી મુખ્યપ્રધાન છે. ઉલ્લેખનિય છે કે, પ્રથમ આદિવાસી સીએમ અજીત જોગી હતા.