- 7 વર્ષના વિરાટે મેળવ્યું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
- વિરાટને 75 સુધીના સીધા-ઉલટા ઘડિયા કંઠસ્થ
- લોકડાઉનનો લાભ મેળવી વિરાટે આ યુક્તિઓ શીખી
રાંચી (ઝારખંડ ): 'પુત્રના પગ પારણામાં' આ કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. રાંચીનો 7 વર્ષનો વિરાટ ( Table Master Virat of Ranchi ) પર આ કહેવત બરાબર બેસે છે. બાળકોને જે ઉંમરમાં 7 - 8 સુધીના પણ ઘડિયા યાદ નથી હોતા, તે ઉંમરે વિરાટ ( Virat Manan )ને 75 સુધીના સીધા-ઉલટા ઘડિયા યાદ છે. આશ્ચર્યજનક વાત એ છે, કે 75 સુધીના ઘડિયા ઊલટા ( reverse table ) પણ એટલી જ ઝડપથી બોલી શકે છે, 75 સુધીના ઘડિયા બોલતા વિરાટને ફક્ત 11 મિનિટ 6 સેકંડ લાગે છે.
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
મોટાભાગના લોકો બન્ને લોકડાઉનમાં ખૂબ જ પરેશાન હતા, ત્યારે વિરાટે લોકડાઉનનો પૂરો લાભ લીધો હતો. પિતાની મદદથી યુક્તિ શીખીને વિરાટે 75 સુધીના ઘડિયાને યાદ કર્યા છે. 75 સુધીના ઘડિયા બોલવામાં તે ફક્ત 11 મિનિટ અને 6 સેકંડનો સમય લે છે. આ રીતે વિરાટે ઇતિહાસ રચ્યો છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે ( India Book of Records ) વિરાટને દેશભરની એકમાત્ર અનોખી પ્રતિભા તરીકે માન્યતા આપી તેમને આ બિરુદ આપ્યું છે.
આ પણ વાંચો: આ યુવાનને એટલા દેશોના રાષ્ટ્રગીતો કંઠસ્થ છે કે, સાંભળીને થશે આશ્ચર્ય
આગળનું લક્ષ્ય એશિયા બુક
વિરાટનું આગળનું લક્ષ્ય એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ત્યારબાદ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પ્રવેશ કરવાનું છે. તે આ માટે સખત મહેનત કરી રહ્યો છે. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ પણ ભૂતકાળમાં વિરાટનું સન્માન કર્યું હતું. વિરાટનો જુડવા ભાઈ વિરાજ માકન પણ આ જ માર્ગ પર ચાલે છે. આટલી નાની ઉંમરે વિરાટની બુદ્ધિશક્તિ જોઈને ખરેખર એવું લાગે, કે આ બાળક બાળ આર્યભટ્ટથી કમ નથી.
હવામાં નંબરની છબી બનાવીને કોષ્ટકને યાદ રાખ્યું
વિરાટના માતાપિતા શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે. વિરાટના પિતા ગગન માકન છેલ્લા 5 વર્ષથી નામકુમ અને કાંતા ટોલીમાં પોતાનું કોચિંગ સેન્ટર ચલાવી રહ્યા છે. તેણે વેબ કેલ્ક્યુલેશનની પદ્ધતિથી ઘડિયાની ગણતરી કેવી રીતે કરવી તે વિરાટને શીખવ્યું હતું. આ પદ્ધતિથી વિરાટ ઘડિયાને ફક્ત વાંચ્યા વિના હવામાં સંખ્યાની છબી બનાવીને યાદ કરી શકે છે. વિરાટે ફક્ત 1 વર્ષમાં રિવર્સ ટેબલ 2 થી 75 સુધી યાદ રાખ્યા છે. તે જ સમયે, વિરાટે હવામાં કોઈ પણ સંખ્યા ઉમેરવામાં નિપુણતા મેળવી છે.
આ પણ વાંચો: ગોંડલના બાર વર્ષના વિદ્યાર્થીએ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું, એક મિનિટમાં 89 દાખલા ગણ્યા
બાળકોએ પુષ્કળ સમય આપી યુક્તિઓને શીખી
વિરાટના પિતા ગગન માકન કહે છે કે કોરોના સમયગાળા દરમિયાન, એક તરફ બધું અસ્તવ્યસ્ત હતું, પરંતુ તેમણે પોતાના બન્ને બાળકોને પુષ્કળ સમય આપીને આ યુક્તિઓને શીખવી છે. બાળકોમાં શીખવાની જિજ્ઞાસાને કારણે આજે આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છીએ.