ETV Bharat / bharat

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા કૈંચીધામ

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા બાબા નીમ કરૌલી ધામ પહોંચ્યા હતા. (Virat Kohli and Anushka Sharma reached Kainchidham)આ દરમિયાન બંનેએ ધામમાં પૂજા-અર્ચના કરી હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા કૈંચીધામ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા કૈંચીધામ
author img

By

Published : Nov 17, 2022, 3:22 PM IST

નૈનીતાલ(ઉતરાખંડ): ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે ઉત્તરાખંડના પ્રવાસે છે. ગતરોજ કોહલી હેલિકોપ્ટર દ્વારા ભવલીની સૈનિક સ્કૂલના(Virat Kohli and Anushka Sharma reached Kainchidham) હેલિપેડ પર ઉતર્યા હતા. જે બાદ આજે વિરાટ કોહલી બાબા નીમ કરૌલીના ધામે પહોંચ્યા હતા. અહીં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બાબા નીમ કરૌલી ધામમાં પ્રાર્થના કરી હતી. જે બાદ તેણે બાબાના ધામમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો.

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ: આ દરમિયાન અનુષ્કા અને વિરાટે બાબા નીમ કરૌલી મહારાજની આરતીમાં ભાગ લીધો હતો અને ભંડારાનો પ્રસાદ લીધો હતો. વિરાટ અને અનુષ્કાના મંદિર પહોંચવાની જાણ થતાં જ તેમના સેંકડો ચાહકો મંદિરના ગેટની બહાર એકઠા થઈ ગયા હતા. જો કે, અનુષ્કા અને વિરાટ ચાહકોને મળ્યા વિના મુક્તેશ્વર પરત ફર્યા હતા. વિરાટ અને અનુષ્કાએ મંદિર સમિતિના લોકો સાથે તસ્વીરો પડાવી હતી. બાબા નીમ કરૌલી મહારાજના ભક્તોમાં દેશવાસીઓ જ નહીં પણ વિદેશી ભક્તો પણ સામેલ છે. જેમાં હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું નામ પણ જોડાઈ ગયું છે. બાબાની વધતી લોકપ્રિયતા જોઈને હવે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે નૈનીતાલના કૈંચી ધામમાં દર્શન કરવા પહોંચે છે.

નીમ કરૌલી બાબાનો આશ્રમ: કૈંચી ધામ ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં આવેલો નાનો આશ્રમ છે. ખૂબ જ શાંત, સ્વચ્છ સ્થળ અને હરિયાળી અહીં આકર્ષિત કરે છે. દરિયાઈ સપાટીથી 1400 મીટરની ઉંચાઈ પર સ્થિત નૈનીતાલ-અલમોડા રોડ પર આવેલ આ આશ્રમ ધાર્મિક લોકોમાં કૈંચી ધામ તરીકે લોકપ્રિય છે. આ આશ્રમ બાબા નીમ કરોલી મહારાજ જીના સમર્પણમાં બનાવવામાં આવ્યો છે. બાબા નીમ કરૌલી, જેમને હિંદુ આધ્યાત્મિક ગુરુ તરીકે પૂજવામાં આવે છે, તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા. તેમને માનનારા તેમને હનુમાનજીનો અવતાર માને છે.

1964માં બંધાયેલ આશ્રમઃ નીમ કરૌલી અથવા નીબ કરૌરી બાબાની ગણતરી 20મી સદીના મહાન સંતોમાં થાય છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુર ગામમાં થયો હતો. કૈંચી ધામ આશ્રમની સ્થાપના બાબા દ્વારા 1964માં નૈનિતાલના ભવાલીથી 7 કિમી દૂર કરવામાં આવી હતી.

માર્ગ ઝુકરબર્ગ પણ ભક્ત છેઃ તેઓ 1961માં પહેલીવાર અહીં આવ્યા હતા અને તેમના મિત્ર પૂર્ણાનંદ સાથે આશ્રમ બનાવવાનું વિચાર્યું હતું. બાબાના ચમત્કારોની ચર્ચા માત્ર ઉત્તરાખંડમાં જ નહીં, વિદેશોમાં પણ થાય છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ બાબા વિશે ચર્ચા કરી છે.

બાબાના ચમત્કારોની ચર્ચાઃ બાબા નીમ કરૌલીના આ નિવાસસ્થાન વિશે ઘણી ચમત્કારિક વાતો કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે એક વખત ભંડારા દરમિયાન ઘીની અછત સર્જાઈ ત્યારે બાબાના આદેશ પર નીચે વહેતી નદીમાંથી પાણી ભરેલા ડબ્બામાં પાણી લાવવામાં આવતું હતું. જ્યારે પ્રસાદ માટે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે પાણી ઘી બની ગયું હતું. બીજી એક દંતકથા છે કે, બાબાએ તેમના એક ભક્ત માટે ધોમધખતા તાપમાં વાદળનું આવરણ બનાવ્યું અને તેમને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ ગયા હતા. બાબાના ભક્ત અને જાણીતા લેખક રિચર્ડ આલ્બર્ટે બાબા પર લખેલા પુસ્તક 'મિરેકલ ઓફ લવ'માં તેમના ચમત્કારોનું વર્ણન કર્યું છે.

કૈંચી ધામનો વાર્ષિક સમારોહ: જ્યારે જૂનમાં ઉત્તરાખંડ સ્થિત કૈંચી ધામમાં વાર્ષિક સમારોહ થાય છે, ત્યારે તેમના ભક્તોની ભારે ભીડ હોય છે. કૈંચી ધામમાં જ નહીં, ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ તેમના અનુયાયીઓ અહીં પહોંચે છે. પીએમ મોદી, હોલીવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ, એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ જેવી હસ્તીઓ પણ બાબાના ભક્તોમાં સામેલ છે. આ લોકો કૈંચી ધામ આશ્રમમાં પણ આવ્યા છે.

For All Latest Updates

TAGGED:

Virat kohli
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.