મુંબઈ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. કોહલીને ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલી અનેઅનુષ્કા શર્માનો એક વીડિયો ખૂબ વાયરલ (Virat and Anushka scooty ride video went viral) થઈ રહ્યો છે. કોહલી અનુષ્કા સાથે સ્કૂટીમાં ચહેરો છુપાવીને ફરવા માટે નીકળ્યા હતા, પરંતુ ચાહકો તેને ઓળખી ગયા હતા.
આ પણ વાંચો નીરજ ચોપરા લુઝાન ડાયમંડ લીગમાં રમશે કે નહીં તેના પર મોટો પ્રશ્ન...
વિરાટ અને અનુષ્કાનો વીડિયો થયો વાયરલ આ કપલ મુંબઈના રસ્તાઓ પર ફરવા નીકળ્યા હતા, પરંતુ ચાહકોએ તેમને ઓળખી લીધા હતા. વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં ચોમાસાના વરસાદની મજા માણી હતી. વિરાટ અને અનુષ્કા એક એડ શૂટ માટે મડ આઇલેન્ડ ગયા હતા. ત્યાંથી પાછા ફરતા બંને કાળા રંગની સ્કૂટી પર ફરતા જોવા મળ્યા હતા. બંને બ્લેક હેલ્મેટ પહેરીને મીડિયાથી પોતાને છુપાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. વિરાટ સ્કૂટી ચલાવી રહ્યો હતો જ્યારે અનુષ્કા પાછળ બેઠી હતી. અનુષ્કા અને વિરાટના ફોટા અને વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો UEFA વુમન ચેમ્પીયન લીગ રમનારી પ્રથમ ભારતીય મહિલા બની મનીષા કલ્યાણ
કોહલી પરિવાર સાથે વિતાવી રહ્યો છે સમય કોહલી હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તે લગભગ ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી પણ ફટકારી શક્યો નથી. કોહલીની નજર ફરી એકવાર 27 ઓગસ્ટથી UAEમાં શરૂ થઈ રહેલા એશિયા કપ 2022 (Asia Cup 2022) પર રહેશે. એશિયા કપ 2022માં ભારતની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સાથે થશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનુષ્કાએ પણ હાલમાં ફિલ્મોથી અંતર જાળવી રાખ્યું છે. અનુષ્કા આ દિવસોમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહી છે. અભિનેત્રી તેની બહુચર્ચિત ફિલ્મ ચકડા એક્સપ્રેસ માટે તમામ તૈયારીઓ કરી રહી છે.