ETV Bharat / bharat

Violence in Manipur : મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી, અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી - पहाड़ी घाटी मणिपुर विवाद

મણિપુરમાં મીતેઈ સમુદાય અને નાગા-કુકી સમુદાય વચ્ચે ફરી વિવાદ વધી ગયો છે. ટોળાએ કેટલાક ઘરોને સળગાવી દીધા હતા. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. કર્ફ્યુ દરમિયાન પણ જિલ્લા વહીવટીતંત્રે ફેરફારો કર્યા છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 22, 2023, 7:49 PM IST

આસામ : મણિપુરમાં ફરી તણાવના દર્શયો સર્જાયા છે. સોમવારે કેટલાક લોકોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં કેટલાક મકાનોને આગ ચાંપી દીધી હતી. તણાવ વધતા સમગ્ર વિસ્તારમાં સેના અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસને પણ કરફ્યુ હળવો કરવા સમય બદલ્યો છે. હવે તે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી રહેશે. અગાઉ આ સમય સાંજે 4 વાગ્યા સુધીનો હતો.

હિંસા ફાટી નીકળી : જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ પગલાં સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ફરીથી સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરે અને ખોટા ફોટા ફેલાવે, ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ ન થાય તે માટે કેટલાક કડક પગલાં લેવામાં આવ્યા છે. સેનાએ પણ સ્થિતિ પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. સેનાએ કહ્યું કે ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે.

  • Manipur has been burning for the last 16 days with hundreds of lives lost.

    Neither the state government nor the central home ministry has taken any step to resolve the conflict and ensure peace in the north-east state.

    Why is the President so reluctant to impose President rule… pic.twitter.com/edDpPmlcrE

    — Congress Sevadal (@CongressSevadal) May 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી : સોમવારે સવારે 10.30 વાગ્યે ઇમ્ફાલ પૂર્વના ન્યુ ચેકોન માર્કેટમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઇ હતી. જે બાદ મારામારી થઈ હતી. ટોળાએ કેટલાક લોકોના ઘર સળગાવી દીધા હતા. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. 3 મેના રોજ પણ ચુરાચંદપુર જિલ્લાના તોરબાંગ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં કુલ 74 લોકોના મોત થયા છે.

શું છે આખો વિવાદ : મણિપુરમાં મીતેઈ આરક્ષણને લઈને વિવાદ ચાલુ છે. તેમની વસ્તી મણિપુરની અડધી વસ્તી છે. પરંતુ તેઓ મણિપુરના માત્ર 10 ટકા વિસ્તારો સુધી મર્યાદિત છે. તેઓ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહે છે. અહીની હાઈકોર્ટે સરકારને મીટીને એસટી યાદીમાં સામેલ કરવા આદેશ કર્યો હતો. ત્યારથી હિંસા ચાલુ છે. Meitei સમુદાયની તરફેણ એ છે કે તેમની વસ્તી સતત ઘટી રહી છે. તેમના મતે, પહેલા તે 62 ટકા સુધીનો હતો, પરંતુ હવે તે 50 ટકાની આસપાસ પહોંચી ગયો છે. તેમનો વિરોધ નાગા અને કુકી સમુદાયો કરી રહ્યા છે. તેઓ મુખ્યત્વે પર્વતીય વિસ્તારોમાં રહે છે. તેઓ 90 ટકા ભૌગોલિક વિસ્તારો પર કબજો કરે છે. તેઓ કોઈપણ સંજોગોમાં એસ.ટી.ની યાદીમાં મીટીને સામેલ કરવાના વિરોધમાં છે.

સરકારએ હજી સુધી પગલા લિધા નથી : સમગ્ર ઘટના અંગે કોંગ્રેસ સેવાદળે આકરી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ ભાજપ સરકારની ટીકા કરી છે. પાર્ટીએ કહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.