નવી દિલ્હી : કેજરીવાલ સરકાર પર દારૂ કાંડને લઈને વિવાદો વધતા જ જઈ રહ્યા છે. આ મામલે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાજપનો દાવો છે કે, તેમના દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને કેજરીવાલ સરકાર સામે એક્સાઇઝ કેસને (Liquor Excise policy Delhi) લઈને અનેક બાબતો સામે લાવવામાં આવી છે. આ બબાતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, જો તેઓ ભ્રષ્ટાચાર કરતા જોવા મળે તો સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ અને રેકોર્ડિંગ અમને મોકલવામાં આવે, અમે સત્ય બતાવીશું." પરંતુ આજે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે સ્ટિંગ માસ્ટરનો સ્ટિંગ બતાવવા જઈ રહ્યા છીએ.
-
स्टिंग सरकार का हुआ स्टिंग ऑपरेशन!
— BJP (@BJP4India) September 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
AAP के शराब घोटाले का सच आया सामने।
देखिए, CBI के आरोपी नंबर-13 सनी मरवाह के पिता ने खोल दिया पूरा कच्चा-चिट्ठा... pic.twitter.com/ZgDDjaytaN
">स्टिंग सरकार का हुआ स्टिंग ऑपरेशन!
— BJP (@BJP4India) September 5, 2022
AAP के शराब घोटाले का सच आया सामने।
देखिए, CBI के आरोपी नंबर-13 सनी मरवाह के पिता ने खोल दिया पूरा कच्चा-चिट्ठा... pic.twitter.com/ZgDDjaytaNस्टिंग सरकार का हुआ स्टिंग ऑपरेशन!
— BJP (@BJP4India) September 5, 2022
AAP के शराब घोटाले का सच आया सामने।
देखिए, CBI के आरोपी नंबर-13 सनी मरवाह के पिता ने खोल दिया पूरा कच्चा-चिट्ठा... pic.twitter.com/ZgDDjaytaN
ભાજપ દ્વારા વીડિયો જાહેર : દિલ્હી સરકારની નવી આબકારી નીતિ પર કથિત કૌભાંડના આરોપો બાદ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો દ્વારા ભાજપે કૌભાંડોના આરોપોને લઈને AAP સરકાર પર પ્રહારો કર્યા છે. BJP Slams On AAP Government
દારૂનીતિ પર બબાલ : આ વીડિયોમાં ભાજપે દાવો કર્યો છે કે, તેમાં દેખાતો વ્યક્તિ શનિ મારવાહના પિતા કુલવિંદર મારવાહ છે, જે એક્સાઈઝ કેસમાં CBI દ્વારા નોંધાયેલી FIRમાં 13 નંબરનો આરોપી છે. આ વીડિયોના આધારે આરોપ લગાવવામાં આવ્યો છે કે, દિલ્હીમાં દારૂની નીતિ દ્વારા દલાલી કમાણી કરવામાં આવી હતી. સંબિત પાત્રાએ કહ્યું કે, આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે બતાવવા જઈ રહ્યા છીએ તે સ્ટિંગ માસ્ટર થઈ ગયું છે. (Sting operation on Kejriwal government)
મિત્ર ઠેકેદારોને છુટ : તેમણે કહ્યું, "પહેલી વાત એ છે કે 80 ટકાનો નફો દિલ્હીના લોકોના ખિસ્સામાંથી કાઢે છે, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે દલાલી દ્વારા પોતાના ખિસ્સામાં નાખ્યો છે. બીજી વાત એ છે કે, તેઓએ પોતાનું કમિશન રાખી લીધું છે અને પછી દિલ્હીની જનતા સાથે જે કરવું હોય તે કરો, કેજરીવાલ અને સિસોદિયાએ પોતાના મિત્ર ઠેકેદારોને છુટ આપી છે, ત્રીજી વાત એ છે કે, બ્લેક લિસ્ટેડ કંપનીઓને બોલાવીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ચોથી મોટી વાત એ છે કે, આખા મામલામાં વ્હાઇટ મનીને બ્લેક મનીમાં કન્વર્ટ કરીને કેજરીવાલ અને સિસોદિયા જીને પૈસા મોકલવામાં આવ્યા હતા. Liquor Excise policy Controversy