ETV Bharat / bharat

Vibrant Gujarat Global Summit 2022: રશિયાના PM મિખાઈલ મિશુતિન 61 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે પહોંચ્યા ગાંધીનગર - વાઈબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને (Vibrant Gujarat Global Summit 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુતિન (Russian PM Mikhail Mishutin arrives in Gandhinagar) તેમના 61 સભ્યો સાથેના પ્રતિનિધિ મંડળ સાથે ગાંધીનગર પહોંચ્યા છે. રશિયાના વડાપ્રધાન ગાંધીનગરની હોટેલ ધ લીલામાં (Russian PM will stay in Gandhinagar) રોકાશે.

Vibrant Gujarat Global Summit 2022: રશિયાના PM મિખાઈલ મિશુતિન 61 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે પહોંચ્યા ગાંધીનગર

author img

By

Published : Jan 6, 2022, 8:59 AM IST

Updated : Jan 6, 2022, 11:12 AM IST

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને (Vibrant Gujarat Global Summit 2022) હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે આ સમિટમાં જોડાવવા માટે દેશ-વિદેશના નેતાઓનું આગમન શરૂ થઈ (Arrival of dignitaries for Vibrant Summit begins) ગયું છે. તાજેતરમાં જ મંગળવારે રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુતિન (Russian PM Mikhail Mishutin arrives in Gandhinagar) તેમના 61 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા.

આ પણ વાંચો- Vibrant Gujarat Education Summit 2022: સાયન્સ સિટી ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી સ્ટુડન્ટ પોલિસી 2.0

રશિયન વડાપ્રધાન ગાંધીનગરની હોટેલમાં રોકાશે

રશિયાના વડાપ્રધાન ગાંધીનગરની ધ લીલા હોટેલમાં (Russian PM will stay in Gandhinagar) રોકાશે. જ્યારે તેમના પ્રતિનિધિ મંડળના સભ્યો અમદાવાદની હોટેલમાં રોકાશે. જોકે, હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી આવતા રશિયાના વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિ મંડળને હોટેલમાં ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા કરાઈ

ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ સમિટ માટે અમદાવાદ એરપોર્ટને સંપૂર્ણ રીતે સજ્જ (Ahmedabad Airport ready for Vibrant Summit) કરી દેવાયું છે. અહીં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં મહાનુભાવો માટે વિશેષ લાઉન્જ પણ (Special arrangements at Ahmedabad Airport) બનાવવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશના મહાનુભાવો મીટિંગ તેમ જ આરામ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ઈમિગ્રેશનની પ્રક્રિયા ઝડપથી તૈયાર થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો- Vibrant Gujarat Global Summit 2022: અમદાવાદ સાયન્સ સીટીમાં યોજાયેલા કાર્યક્રમમાં 30 MoU કરવામાં આવ્યા

વાઈબ્રન્ટના પહેલા દિવસે VVIP એરક્રાફ્ટની લાગશે લાઈન

વાઈબ્રન્ટ સમિટના પહેલા દિવસે અમદાવાદ એરપોર્ટ પર VVIP એરક્રાફ્ટની લાંબી લાઈન જોવા મળશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi at the Vibrant Summit), દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, ઉચ્ચ નેતાઓનો સમાવેશ થશે. તો વાઈબ્રન્ટ સમિટના 3 દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર 70 જેટલા સ્પેશિયલ એરક્રાફ્ટ આવશે. બીજી તરફ જો જરૂર પડે તો વડોદરા-રાજકોટ એરપોર્ટને પણ સ્ટેન્ડ બાય (Vadodara Rajkot Airport Stand By) રાખવામાં આવ્યા છે.

Last Updated : Jan 6, 2022, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.