ETV Bharat / bharat

Veer Bal Diwas 2023: કેમ મનાવવામાં આવે છે વીર બાલ દિવસ ? જાણો અહીં... - વીર બાલ દિવસનું મહત્વ

સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહના બલિદાનની યાદમા દર વર્ષની 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે પંજાબના સરહિંદમાં મુઘલ સેનાએ માત્ર છ વર્ષના સાહિબજાદા જોરાવર સિંહ અને નવ વર્ષના ફતેહ સિંહની હત્યાં કરી નાખી હતા.

કેમ મનાવવામાં આવે છે વીર બાલ દિવસ ?
કેમ મનાવવામાં આવે છે વીર બાલ દિવસ ?
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 1:19 PM IST

હૈદરાબાદ: વીર બાલ દિવસ ગુરુ ગોવિંદ સિંહના પુત્રો ફતેહ સિંહ અને જોરાવર સિંહની શહાદતને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો દિવસ છે. 9 જાન્યુઆરી 2022 ના રોજ, ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે શીખ ગુરુના પુત્રોની શહાદતની યાદમાં 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે મનાવવામાં આવશે. આ દિવસ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના સન્માનમાં જાહેર કરવામાં આવ્યો હતો. ગુરુ ગોવિંદ સિંહ ખાલસાના સ્થાપક અને શીખોના દસમા ગુરુ હતા.

ઈતિહાસ: સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહના બલિદાનની યાદમાં વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. પંજાબના સરહિંદમાં મુઘલ સેનાએ સાહિબજાદા જોરાવર સિંહ જે માત્ર 6 વર્ષના હતાં અને ફતેહ સિંહ જે માત્ર નવ વર્ષના હતા તેમની હત્યા કરી નીપજાવી હતી. સાહિબજાદા અજીત સિંહ, સાહિબજાદા જુઝાર સિંહ, સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહ આ ચાર શીખોના દસમા અને છેલ્લા ગુરુ ગુરૂ ગોવિંદ સિંહજીના પુત્રો હતા. આનંદપુર સાહિબ કિલ્લામાં, મુઘલ સેનાએ ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના સૈનિકો પર હુમલો કર્યો. મુઘલો દ્વારા આનંદપુર સાહિબના કિલ્લાને મહિનાઓ સુધી ઘેરી લીધા બાદ ખાદ્યસામગ્રી અને અન્ય જરૂરિયાતો ઓછી થવા લાગી. ત્યાર સુધીમાં, ઔરંગઝેબે ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના પરિવારને આનંદપુરની બહાર સલામત રીતે બહાર નીકળી જવાની રજૂઆત કરી હતી.

દીવાલો વચ્ચે જીવતા દફનાવી દીધા: જોરાવર સિંહ અને ફતેહસિંહ ગુરુ ગોવિંદ સિંહજીના નાના પુત્રો હતાં. મુઘલ સેનાએ તેમને બંદી બનાવી લીધા અને તેમને ઈસ્લામ ધર્મ કબૂલ કરાવ્યો. બંને યુવા સાહેબજાદાઓએ તેમના ધર્મ પ્રત્યેની તેમની નિષ્ઠા જાહેર કરી અને ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો. જેનાથી ઉશ્કેરાયેલા બાદશાહે સૈન્યને આદેશ આપ્યો કે બંનેને દીવાલો વચ્ચે જીવતા દફનાવી દેવામાં આવે.

ઐતિહાસિક મહત્વ: છેલ્લા શીખ ગુરુ, ગુરુ ગોવિંદ સિંહના ચાર પુત્રો, "સાહિબજાદે" તરીકે ઓળખાય છે, અને વીર બાલ દિવસ તેમના બલિદાન અને શૌર્યને યાદ કરવાનો દિવસ છે. 26 ડિસેમ્બરે સૌથી નાના સાહિબજાદાનો બલિદાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જોકે બે સૌથી નાના, જોરાવર સિંહ અને ફતેહ સિંહની પણ છ અને નવ વર્ષની ઉંમરે હત્યા કરવામાં આવી હતી આમ ગુરૂ ગોવિંદસિંહના ચારેય પુત્રોની હત્યા કરવામાં આવી હતી.

  1. અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે યુપી પોલીસનો ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર
  2. Year Ender 2023 : વર્ષ 2023 દરમિયાન સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિર્ણય, જેણે અમીટ છાપ છોડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.