હૈદરાબાદ : ઘરનું ઘર (Vastu Dosh in the house) જ્યાં માણસ પોતાના સુખ માટે પરિવાર સાથે રહે છે. આ જ ઘરમાં જો વાસ્તુદોષ લાગેલ હોય તો મુશ્કેલી આવે છે. વાસ્તુદોષને દૂર કરવા માટે કેટલાક સચોટ ઉપાય કરવાથી વાસ્તુદોષ નિવારી શકાય છે. દક્ષિણનો દરવાજો હોય તો મંગળવારના દિવસે મંગળ યંત્રની પૂજા કરીને ઘરના દરવાજાની અંદરની બાજુ લગાડવાથી સફળતા મળે છે.
વાસ્તુદોષ: ઘરમાં વાસ્તુદોષ (Remedy to remove Vastu Dosha) હોય અને કોઈ તોડફોડ ન કરવી હોય તો 10 મુખી રુદ્રાક્ષ સાથે સ્ફટિકને ઘરના સેન્ટરમાં લગાડવાથી તમામ દોષ નાબૂદ થાય છે. દરરોજ સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુ સરસિયા તેલનો દીવો કરવાથી નકારાત્મક્તા દૂર થાય છે. દરરોજ ઘરમાં પોતાં કરતી વખતે 1 ચમચી મીઠું અને અડધું લીંબુ નાખી પોતાં કરવાથી સકારાત્મક ઊર્જા મળે છે. પૂર્વ દિશાની દીવાલ પર સૂર્ય યંત્ર લગાડવાથી ઘરના દરેક સભ્યોમાં નિયમિતતા અને કોન્ફિડન્સ વધે છે.
મોરનાં પીંછાંમાં કાલસર્પ દોષ દૂર કરવાની શક્તિ છે: કાલસર્પ દોષ હોય તેવી વ્યક્તિએ પોતાના ઓશિકાના કવરની અંદર મોરનાં સાત પીંછાં સોમવારે રાત્રે મૂકવાં તથા તે તકિયા કે ઓશિકાનો દરરોજ ઉપયોગ કરવો એવું માનવામાં આવે છે કે મોરનું પીંછું અમંગળ ટાળે છે. તેનાથી પ્રેતાત્માઓ પાસે આવતા નથી. બધાં જ શાસ્ત્રો, ગ્રંથો તથા વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં મોરનાં પીંછાંને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યાં છે. ભગવાન શ્રીકૃષ્ણે મોરનાં પીંછાંને પોતાના મુગટમાં સ્થાન આપીને સન્માન આપ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં મોરનાં પીંછાંના અનેક ઉપયોગ વર્ણવેલા છે, પરંતુ આ ઉપાયો ત્યારે જ કારગર નીવડે છે જ્યારે તેની જાતે ખરેલું પીંછું ઉપયોગમાં લેવામાં આવે છે.
રાહુ ગ્રહ ક્યારેય હેરાન કરતો નથી: ઘરના(Vastu Dosh in the house) દક્ષિણ-પૂર્વ ખૂણામાં મોરનું પીંછું રાખવાથી અથવા દીવાલે લગાવવાથી બરકત રહે છે તથા ક્યારેય અચાનક કષ્ટ આવતાં નથી. જો મોરનાં પીંછાંને ઘરની પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશાની દીવાલ પર, ખિસ્સામાં અથવા ડાયરીમાં રાખવામાં આવે તો રાહુ ગ્રહ ક્યારેય હેરાન કરતો નથી. આ સિવાય ઘરમાં સાપ, મચ્છર, વીંછી વગેરે ઝેરીલા જંતુઓનો ભય નથી રહેતો.
ધન, સુખ-શાંતિ તથા સમૃદ્ધિમાં વૃદ્ધિ: મોરનું પીંછું કોઈ મંદિરમાં રાધા-કૃષ્ણની મૂર્તિના મુગટમાં 40 દિવસ સુધી લગાવી રાખીને દરરોજ માખણ-મિસરીનો સાંજે ભોગ ધરાવવો. 41મા દિવસે મંદિરમાંથી તે મોરના પીંછાને ભોગ-દક્ષિણા આપીને ઘરે લાવવું. ત્યારબાદ તે પીંછાને ઘરની તિજોરી, પૈસા રાખવાની અન્ય જગ્યા કે લૉકરમાં રાખવુ. આ પ્રયોગ કરવાથી તમે અનુભવશો કે તમારાં ધન, સુખ-શાંતિ તથા સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ રહી છે. આ પ્રયોગનો બીજો એક ફાયદો એ છે કે તમારાં અટકેલાં કાર્યો પણ થવા લાગે છે અને તેનાથી તમને લાભ થાય છે.