ETV Bharat / bharat

શ્રાવણમાં બાબા વિશ્વનાથના દર્શનના તમામ રેકોર્ડ તૂટ્યા, 5 કરોડથી વધુ આવ્યું દાન - બાબા વિશ્વનાથના દર્શનમાં ભીડ રેકોર્ડ તોડ્યો

શ્રાવણ મહિનો આવતા બાબાની યાદ આવી જાઈ છે, તેમાં પણ શ્રી કાશી વિશ્વનાથ ધામમાં ભક્તોની આવક શરૂ થઈ જતી હોય છે. આમ, આ પવિત્ર મહિના દરમિયાન, ભ્કતો દ્વારા કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, 40 કિલોથી વધારે ચાંદી પણ ચઢાવવામાં આવ્યું છે. હાલ આ મહિના દરમિયાન, મંદિરમાં રેકોર્ડ બ્રેક લોકો દર્શન કરવા આવ્યા હોવાની વાત પણ મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહી છે. Baba Vishwanath Darshan, shravan month 2022, Donation to Kashi Vishwanath Temple

શ્રાવણમાં બાબા વિશ્વનાથના દર્શનના તમામ રેકોર્ડ તૂટ્યા

author img

By

Published : Aug 18, 2022, 6:22 PM IST

વારાણસી કાશી માટે શ્રાવણનો પવિત્ર મહિનો (shravan month 2022) હંમેશા બમ બમ રહે છે. આ વખતે શ્રી કાશી વિશ્વનાથ ધામના નિર્માણમાં સમગ્ર કાશીમાં નવો પ્રાણ પૂર્યો છે. સૌથી મોટી વાત એ છે કે, શ્રાવણ મહિનામાં બાબા વિશ્વનાથના મંદિરે આવનારા ભક્તોની ભીડમાં એક રેકોર્ડ સર્જાયો છે. વિશ્વનાથ મંદિર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ વખતે સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ધામમાં એક કરોડથી વધુ ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી. આ સાથે જ, મંદિરમાં 5 કરોડથી વધુનો પ્રસાદ પણ ચઢાવવામાં આવ્યો છે. જે અત્યાર સુધીના સૌથી ઓછા સમયમાં સૌથી વધુ માનવામાં આવે છે. Baba Vishwanath Darshan

આ પણ વાંચો : Janmashtami 2022 સુરતીઓ બાળગોપાળને 50 ગ્રામથી લઈ 5 કિલોના ચાંદીના પારણાંમાં ઝૂલાવશે

મંદિરમાં કરોડોનું દાન શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સુનિલ કુમાર વર્માએ જણાવ્યું કે, બાબા ભોલેનાથના દરબારમાં પવિત્ર શ્રાવણ મહિનામાં તેમના તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે. મંદિરમાં દરરોજ અઢીથી ત્રણ લાખ ભક્તો બાબાના જલાભિષેક કરવા પહોંચ્યા હતા. તે જ સમયે, આ આંકડો આખા મહિનામાં એક કરોડને પાર કરી ગયો છે. જ્યારે બાબાના દરબારમાં મની ઓર્ડર, ડોનેશન બોક્સ, ઓનલાઈન અને ઓફલાઈન જેવા વિવિધ માધ્યમો દ્વારા લગભગ 5 કરોડનું દાન આપવામાં આવ્યું છે. Vishwanath temple varanasi , Donation to Kashi Vishwanath Temple

આ પણ વાંચો : ભવનાથમાં રશિયન સાધ્વીએ શિવ મહામંત્રનું રહસ્ય સમજાવ્યું

ભક્તોને આપવામાં આવી સુવિધાઓ સુનીલ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનામાં કાશિ બાબાના દરબારમાં ભક્તો દ્વારા 40 કિલોથી વધુ ચાંદી અને 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ દાન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે શ્રાવણમાં ભક્તોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમા, તંબુ, ચટાઈ, પીવાનું પાણી, ગ્રીલ, ઈલેક્ટ્રીક કુલર સહિત અન્ય વસ્તુઓની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, આ વ્યવસ્થા કરવામાં મંદિર પ્રશાસને લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.