ETV Bharat / bharat

વેલેન્ટાઇન ડે 2021: કરોડો યુવા દિલોમાં આજે પ્રેમનો થનગનાટ - સેન્ટ વેલેન્ટાઇન ડે

આ વર્ષે આજે રવિવારે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના કારણે આ દિવસ પ્રેમી પંખીઓ માટે વધુ ખાસ બની ગયો છે. યુવાનો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે તેમના માટે વર્ષનો એક દિવસ આવે છે. જ્યારે તેઓ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. વેલેન્ટાઇન ડે પાછળનો શું છે ઇતિહાસ આવો જાણીએ...

વેલેન્ટાઇન ડે 2021: કરોડો યુવા દિલોમાં આજે પ્રેમનો થનગનાટ

author img

By

Published : Feb 14, 2021, 11:20 AM IST

  • રોમમાં વેલેન્ટાઇન ડેની શરૂઆત ઈ.સ. પૂર્વે 270માં થઈ હતી
  • વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી અને તેનું મોત નીપજ્યું
  • પોપ ગેલેસિઅસે 14 ફેબ્રુઆરીએ સેન્ટ વેલેન્ટાઇન ડેની ઘોષણા કરી

હૈદરાબાદ: વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તે સેન્ટ વેલેન્ટાઇન ડે તરીકે પણ ઓળખાય છે. ગુજરાતી ભાષામાં, તમે તેને પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ પણ કહી શકો છો. આ દિવસે લોકો તેમના જીવનસાથી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. લોકો તેમના જીવનસાથીને પ્રેમાળ સંદેશ સાથે ગિફ્ટ, કાર્ડ્સ, ફૂલો અથવા ચોકલેટ્સ મોકલે છે અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે.

વેલેન્ટાઇન ડેની શરૂઆત પશ્ચિમી દેશોમાં શરૂ થઈ હતી

વેલેન્ટાઇન ડેની શરૂઆત પશ્ચિમી દેશોમાં શરૂ થઈ હતી, પરંતુ આધુનિકતાના આ યુગમાં વેલેન્ટાઇન ડે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ યુવાઓના હ્રદયની ખૂબ નજીક છે, પરંતુ આ દિવસ પાછળનો ઇતિહાસ થોડો દુ:ખદ છે.

વેલેન્ટાઇન ડેનો ઇતિહાસ

રોમમાં વેલેન્ટાઇન ડેની શરૂઆત ઈ.સ. પૂર્વે 270 માં થઈ હતી. જ્યારે કિંગ ક્લાઉડીયસ બીજાએ રોમન સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. ક્લાઉડીયસ એકદમ ક્રૂર અને નિર્દય રાજા હતો. જેના કારણે તે ક્રૂર રાજા ક્લાઉડીયસ કહેવાતો. એવું કહેવામાં આવે છે કે, રોમના લોકો પોતાનો પ્રેમ અને કુટુંબ છોડવા માંગતા ન હતા. તેથી ક્લાઉડિયસને યુદ્ધ લડવા સૈનિકોની અછત હતી. જેના કારણે તેણે રોમમાં લગ્ન અને સગાઈ પર રોક લગાવી દેવામાં આવી હતી.

સંત વેલેન્ટાઈન નામના ખ્રિસ્તી પાદરીએ પ્રેમને જીવંત રાખવા અવાજ ઉઠાવ્યો

સંત વેલેન્ટાઈન નામના ખ્રિસ્તી પાદરીએ પ્રેમને જીવંત રાખવા અવાજ ઉઠાવ્યો. ક્લાઉડિયસના આદેશ હોવા છતાં, પાદરીઓએ ગુપ્ત રીતે લગ્ન કરવાનું શરૂ કર્યું. જ્યારે ક્લાઉડીયસને પાદરીના કાર્યો વિશે જાણ થઈ ત્યારે તેણે વેલેન્ટાઈનને ફાંસી આપવાનો આદેશ આપ્યો.

રોમન કથાઓ અનુસાર, વેલેન્ટાઈન પાસે એક દૈવી શક્તિ હતી

રોમન કથાઓ અનુસાર, વેલેન્ટાઈન પાસે એક દૈવી શક્તિ હતી. જેનાથી તે લોકોના રોગોને મટાડી શકતો હતો. જ્યારે જેલરને આ વાતની જાણ થઈ ત્યારે તેણે તેની અંધ પુત્રી એસ્ટરિયસને વેલેન્ટાઈન સાથે પરિચય કરાવ્યો. એસ્ટરિયસની આંખો સરખી થઈ ગઈ હતી અને બંને પ્રેમમાં પડ્યાં. જોકે, બાદમાં વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી અને તેનું મોત નીપજ્યું.

વેલેન્ટાઈનના મૃત્યુ પછી પણ પ્રેમ અને માનવતા માટેના તેના બલિદાનને આજે પણ યાદ કરવામાં આવે છે

વેલેન્ટાઈનના મૃત્યુ પછી પણ, પ્રેમ અને માનવતા માટેના તેમના બલિદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. મરણોત્તર વેલેન્ટાઈન પછી, કેથોલિક ચર્ચ દ્વારા તેમને સંત જાહેર કરવામાં આવ્યા હતા અને આજે તેઓ સંત વેલેન્ટાઈન તરીકે ઓળખાય છે. વર્ષો પછી પોપ ગેલેસિઅસે 14 ફેબ્રુઆરીએ સેન્ટ વેલેન્ટાઇન ડેની ઘોષણા કરી હતી. ત્યારથી આ દિવસને પ્રેમના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે.

વેલેન્ટાઇન સપ્તાહ

આ દિવસ યુવાનોમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન ડેની ઉજવણી એક અઠવાડિયા અગાઉથી શરૂ થાય છે. જેને વેલેન્ટાઇન વીક કહેવામાં આવે છે. વેલેન્ટાઇન વીકનો દરેક દિવસ એક અલગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ અલગ હોય છે. આ રીતે લોકો વેલેન્ટાઇન સપ્તાહની ઉજવણી કરે છે અને પ્રેમ વ્યક્ત કરે છે. ઘણા પ્રેમી યુવાનો આ દિવસે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને એકબીજા સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લે છે.

તારીખદિવસ
7 ફેબ્રુઆરીરોઝ ડે
8 ફેબ્રુઆરીપ્રપોઝ ડે
9 ફેબ્રુઆરીચોકલેટ ડે
10 ફેબ્રુઆરી ટેડી ડે
11 ફેબ્રુઆરી પ્રોમિસ ડે
12 ફેબ્રુઆરીહગ ડે
13 ફેબ્રુઆરી કિસ ડે
14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.