- ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા સમયથી વરસાદનો માહોલ છે
- ઉત્તરકાશી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી રોકાઈ રોકાઈને વરસાદ પડી રહ્યો છે
- સિલ્ક્યારાની પાસે પર્વતનો કાટમાળ પડવાના કારણે ઉત્તરકાશી-ગંગોત્રી હાઈવેને બંધ કરી દેવાયો
ઉત્તરકાશીઃ ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત્ છે. તેવામાં અતિવૃષ્ટિ અને ભૂસ્ખલનના કારણે સિલ્ક્યારા વિસ્તારની પાસે ઉત્તરકાશી-ગંગોત્રી હાઈવે બંધ થઈ ગયો છે. જ્યારે બીઆરઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને ટીમ દ્વારા હાઈવેને ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉત્તરકાશી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર દેવેન્દ્ર પટવાલે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં રોકાઈ રોકાઈને વરસાદ પડી રહ્યો છે. તેવામાં સિલ્ક્યારાની પાસે પર્વતનો કાટમાળ પડવાના કારણે ઉત્તરકાશી-ગંગોત્રી હાઈવે બંધ થયો છે. BROની ટીમ હાઈવેને ખોલવામાં લાગી છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં રેકોર્ડ તોડ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
હવામાન વિભાગે અનેક જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરી
આપને જણાવી દઈએ કે, હવામાન કેન્દ્ર દહેરાદૂનની આગાહી અંતર્ગત આજે રાજ્યના નૈનીતાલ, ચંપાવત, પિથૌરાગઢ, બાગેશ્વર અને પૌડી જનપદો પર ક્યાંક ક્યાંક તીવ્ર છાંટા સાથે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે, જેને જોતા હવામાન વિભાગે આ જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 50 ટકા વરસાદ, 14 જળશયો એલર્ટ પર - 14 જળાશયોમાં 90 ટકા પાણી
કેદારનાથ ધામનું પુનઃનિર્માણ કાર્ય છેલ્લા 3 દિવસથી બંધ
તો ઉચ્ચહિમાલયી ક્ષેત્રમાં પણ સિઝનનો પહેલી વરસાદ પડ્યો છે. તેવામાં જનપદ રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ ધામનું પણ પુનઃનિર્માણ કાર્ય છેલ્લા 3 દિવસથી બંધ છે. કેદારનાથમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પુનઃનિર્માણ કાર્યને પણ અસર પડી છે. તો આ તરફ વરસાદના કાણે છેલ્લા કેટલાક દિવસોમાં ટિહરી ઝરણાનું જળસ્તર વધવાથી ચિન્યાલીસૌડ જૂના જોગત રોડ બ્લોક મુખ્યમથકની પાસે લગભગ રસ્તાનો 10 મીટર ભાગ ઝરણામાં સમાઈ ગયો છે. સુરક્ષાને જોતા આ મોટર માર્ગને પોલીસે અવરજવર માટે બંધ કરાવી દીધો છે