ETV Bharat / bharat

Uttar Pradesh Assembly Election 2022: નારાજ બ્રાહ્મણોને મનાવવા માટે નડ્ડાએ ભાજપ સમિતિના સભ્યો સાથે કરી બેઠક

ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણીને(Uttar Pradesh Assembly Election 2022) ધ્યાને રાખીને નારાજ બ્રાહ્મણોને માનવવા માટે જેપી નડ્ડાએ નવી દિલ્લીમાં સરકારી આવાસમાં ભાજપના કમિટીના સદસ્યો સાથે( Meeting with BJP committee members )બેઠક કરી.

Uttar Pradesh Assembly Election 2022: નારાજ બ્રાહ્મણોને મનાવવા માટે નડ્ડાએ ભાજપ સમિતિના સભ્યો સાથે બેઠક કરી

author img

By

Published : Dec 27, 2021, 2:05 PM IST

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં (Uttar Pradesh Assembly Election 2022)ભાજપ બ્રાહ્મણ વોટ બેંકને એમના પક્ષમાં( BJP Brahmin Vote Bank in Uttar Pradesh )કરવા માટે કોઈ ભુલ કરવામાંગતી નથી,આને ધ્યાને રાખીને સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સદસ્યો સાથે એમના સરકારી આવાસ પર( Meeting with BJP committee members ) મુલાકાત કરી છે.

આઉટરીચ ટીમની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા

સુત્રોના જણાવ્યા મુજબ બ્રાહ્મણો માટે ભાજપે આઉટરીચ પ્લાન (BJP made outreach plan )બનાવ્યો છે, જેમાં શિવપ્રતાપ શુક્લા , અભિજીત મિશ્રા, સાંસદ રામ મોકરીયા અને નોયડાના સંસાદ મહશ શર્માને આઉટરીચ ટીમની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

બ્રાહ્મણ નેતાઓ સાથે પક્ષની તરફેણમાં જાતિ સમીકરણ જાળવી રાખવાના ઉદ્દેશ્ય

નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે રાજ્યના બ્રાહ્મણ નેતાઓ સાથે પક્ષની તરફેણમાં જાતિ સમીકરણ જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન બ્રાહ્મણ સમાજમાં ભાજપની પ્રવૃતિઓ વધારવા માટે એક કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમામ અગ્રણી બ્રાહ્મણ નેતાઓએ હાજરી આપી

દિલ્હીમાં પ્રધાનના નિવાસસ્થાને ત્રણ કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં જિતિન પ્રસાદ, રમાપતિ ત્રિપાઠી, નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્મા, રાજ્યના કેબિનેટ પ્રધાનો શ્રીકાંત શર્મા અને બ્રિજેશ પાઠક સહિત ઉત્તર પ્રદેશના પક્ષના તમામ અગ્રણી બ્રાહ્મણ નેતાઓએ હાજરી આપી હતી. અન્યો વચ્ચે સાંસદો સામેલ હતા.બેઠક દરમિયાન, બ્રાહ્મણ સમુદાયના નેતાઓની બનેલી એક અનૌપચારિક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે આર્થિક રીતે નબળા ઉચ્ચ જાતિઓ માટે 10 ટકા અનામત જેવા કલ્યાણકારી પગલાં વિશે સમુદાયમાં માહિતી ફેલાવશે.

આ પણ વાંચોઃ PM Modi Himachal visit : વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે, 11,281 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ Salman Khan Birthday :સાપ કરડ્યા બાદ સ્વસ્થ થઈને બહાર આવ્યા 'ભાઈ', કહ્યું "ટાઈગર જિંદા હૈ ઔર સાપ ભી"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.