- સુરેશ ભારદ્વાજે પીએમને શિવના અવતાર ગણાવ્યા
- શિવવિવાહ મહોત્સવ કાર્યક્રમમાં આપ્યુ નિવેદન
- શિવરાત્રી પર્વના તમામ લોકોને અભિનંદન પાઠવ્યા
શિમલા: શિમલાના રામ મંદિર ખાતે શિવરાત્રીના વિશેષ ઉત્સવ પર આયોજિત શિવવિવાહ મહોત્સવ કાર્યક્રમમાં શહેરી વિકાસ પ્રધાન સુરેશ ભારદ્વાજે પણ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે શિવરાત્રી પર્વના તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
'પીએમને શિવનું વરદાન મળેલું છે'
આ સમય દરમિયાન તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિવનો અવતાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, 2019માં ચૂંટણીનાં પરિણામો આવવાના 2 દિવસ પહેલા તેમણે કેદારનાથની ગુફામાં 2 દિવસ વિતાવ્યા હતા અને તેમને શિવનું વરદાન મળેલું છે.
'વડાપ્રધાન મોદી કોરોના સામે લડ્યા છે'
પ્રધાન સુરેશ ભારદ્વાજે જણાવ્યું કે, કોરોના રોગચાળા દરમિયાન પીએમ મોદીએ આ રોગ સાથે જે રીતે કાર્યવાહી કરી છે. તેને કારણે, તેમને વિશ્વ નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે.
'લાગે છે કે નરેન્દ્ર મોદી શિવશંકરના જ અવતાર છે'
સુરેશ ભારદ્વાજે જણાવ્યું કે, બે કંપનીઓ જેણે કોરોના રસી બનાવી છે, તે ભારતમાં છે અને ભારતમાં સૌથી વધુ રસીકરણ પણ થયું છે. આ બધું શિવશંકરના જ વરદાન છે અને લાગે છે કે નરેન્દ્ર મોદી શિવ શંકરના જ અવતાર છે.