- સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 2021 ના પરિણામો જાહેર
- દેશભરના વિવિધ કેન્દ્રો પર 10 ઓક્ટોબરે યોજાયેલી પરીક્ષા
- વેબસાઇટ upsc.gov.in પર તેમના પરિણામો જાહેર
નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ શુક્રવારે તેની સત્તાવાર વેબસાઇટ પર સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી (Civil Services Preliminary)પરીક્ષા 2021 ના પરિણામો(Results) જાહેર કર્યા. દેશભરના વિવિધ કેન્દ્રો પર 10 ઓક્ટોબરે યોજાયેલી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર તેમના પરિણામો જોઈ શકે છે.
સફળ ઉમેદવારો મુખ્ય પરીક્ષા 2021 માટે પાત્ર
વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, સફળ ઉમેદવારો મુખ્ય પરીક્ષા 2021 માટે પાત્ર છે, જે 7 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાશે.પરીક્ષા દ્વારા ભરવામાં આવનારી ખાલી જગ્યાઓની સંખ્યા લગભગ 712 હોવાની ધારણા છે જેમાં બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત 22 જગ્યાઓનો સમાવેશ થાય છે.
ઉમેદવારો તેમના પરિણામો સંબંધિત કોઈપણ માહિતી,સ્પષ્ટતા મેળવી શકે
સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષામાં પ્રવેશ મેળવનાર ઉમેદવારોની સંખ્યા આ પરીક્ષા દ્વારા એક વર્ષમાં ભરવાની કુલ ખાલી જગ્યાઓની અંદાજિત સંખ્યા કરતાં લગભગ બાર થી તેર ગણી છે.વેબસાઈટ પર બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, UPSC એ પરીક્ષા હોલ બિલ્ડિંગની નજીક ધોલપુર હાઉસ, નવી દિલ્હી ખાતે તેના પરિસરમાં એક સુવિધા કાઉન્ટર ધરાવે છે, જ્યાં ઉમેદવારો તેમના પરિણામો સંબંધિત કોઈપણ માહિતી,સ્પષ્ટતા મેળવી શકે છે.
કટ-ઓફ પરિણામની જાહેરાત કમિશન દ્વારા જાહેર કરવામાં આવશે
ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણ સાથે દરેક તબક્કા માટેનો કટ-ઓફ અંતિમ પરિણામની ઘોષણા પછી કમિશન દ્વારા જાહેર કરવામાં આવશે. UPSC પ્રિલિમ્સ 2021 એ આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ છે. પ્રિલિમ અને મેન્સ બંને રાઉન્ડ ક્લિયર કરનાર ઉમેદવારો પછી ઇન્ટરવ્યુ અને પર્સનાલિટી ટેસ્ટ માટે હાજર રહી શકશે.
આ પણ વાંચોઃ Jee એડવાન્સનું પરિણામ જાહેર, ટોપ 100 માં ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ
આ પણ વાંચોઃ ફેસબુકનાં નામ બદલવાનાં નિર્ણય પાછળ શું હોઇ શકે છે કારણ, જાણો...