ETV Bharat / bharat

Lakhimpur violence: શું રાહુલ ગાંધી આજે લખીમપુરની મુલાકાત લઈ શકશે? યોગી સરકારે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો - ઉત્તર પ્રદેશ

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળને લખીમપુર ખેરીની મુલાકાત લેવાની પરવાનગી નકારી દીધી છે. આ ઘટના બાદ અહીં 3 ઓક્ટોબરથી કલમ 144 લાગુ છે. અગાઉ, કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે રાજ્ય સરકાર પાસે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને આ વિસ્તારની મુલાકાત લેવાની પરવાનગી માંગી હતી.

Lakhimpur violence: શું રાહુલ ગાંધી આજે લખીમપુરની મુલાકાત લઈ શકશે? યોગી સરકારે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો

author img

By

Published : Oct 6, 2021, 8:27 AM IST

  • સરકારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં લખીમપુર ખેરીની મુલાકાત લેવાની પરવાનગી નકારી દીધી દિધી
  • કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે મુલાકાત લેવાની પરવાનગી માંગી હતી
  • પ્રિયંકા ગાંધીએ વીડિયો જાહેર કર્યો હતો

લખીમપુર હિંસા: ઉત્તરપ્રદેશ સરકારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળને લખીમપુર ખેરીની મુલાકાત લેવાની પરવાનગી નકારી દીધી છે. રાહુલ ગાંધી બુધવારે લખનૌ અને પછી લખીમપુર ખેરી જવા માંગે છે, જેથી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળી શકે અને શોક વ્યક્ત કરી શકે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલે યોગી આદિત્યનાથને એક પત્ર મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 6 ઓક્ટોબરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ લખીમપુર ખેરીની મુલાકાત લેશે.

કોંગ્રેસ ભેદભાવનો આક્ષેપનો આક્ષેપ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ઉત્તરપ્રદેશના અનેક રાજકીય પક્ષોના નેતાઓ અને પશ્ચિમ બંગાળ (તૃણમૂલ કોંગ્રેસ) ના એક મોટા પક્ષને લખીમપુર ખેરીની મુલાકાત લેવાની મંજૂરી આપી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓને મંજૂરી આપવામાં આવી નથી. વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને પણ મુલાકાતની મંજૂરી આપવી જોઈએ. રાહુલ ગાંધીના લખનૌ આગમનને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, તેમણે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની લખીમપુર ખેરી મુલાકાત અંગે પણ ચર્ચા કરી હતી. બેઠક પહેલા તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે, તેથી રાહુલ ગાંધીને મળવું જરૂરી છે. જો કાયદો બધા માટે સમાન છે, તો પછી પ્રિયંકા ગાંધી જેલમાં કેમ છે અને પ્રઘાનો મુક્તપણે કેમ ફરતા હોય છે.

પ્રિયંકા ગાંધીએ વીડિયો જાહેર કર્યો હતો

પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લખીમપુર હિંસા સંબંધિત વીડિયો શેર કરીને પીએમ નરેન્દ્ર મોદીને પ્રશ્નો પૂછ્યા હતા. પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી હતી કે પોલીસ ઇચ્છે તો તેની ધરપકડ કરી શકે છે, પરંતુ તે ખેડૂત પરિવારોને મળ્યા વિના પરત નહીં આવે. હરગાંવ પોલીસ સ્ટેશનના SSO એ કહ્યું કે, પ્રિયંકા ગાંધી સિવાય સાંસદ દીપેન્દ્ર સિંહ હુડા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ સહિત 11 લોકો વિરુદ્ધ શાંતિ ભંગની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટ્વિટર દ્વારા એક વીડિયો જાહેર કરતી વખતે પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું - આ વીડિયોમાં તમારી સરકારના એક પ્રધાનનો પુત્ર ખેડૂતોને કાર નીચે કચડી નાખે છે. આ વિડીયો જુઓ અને આ દેશને જણાવો કે, આ પ્રધાનોને શા માટે બરતરફ કરવામાં આવ્યા ન હતા અને આ છોકરાની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. તમે મારા જેવા વિપક્ષી નેતાઓને કોઈપણ આદેશ અને FIR વગર કસ્ટડીમાં રાખ્યા છે. આ માણસ હજુ પણ મુક્ત કેમ રખડે છે?

આ પણ વાંચો : ભારતીય હોકી ટીમ 2022 બર્મિંગહામ CWG માંથી બહાર નીકળી ગઈ, આ કારણ આગળ મૂકવામાં આવ્યું

આ પણ વાંચો : લખીમપુર હિંસા: કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા બોલ્યા- દીકરાની વિરુદ્ધ પુરાવા મળ્યા તો પ્રધાન પદ છોડી દઇશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.