ETV Bharat / bharat

UP Election 2022: ત્રણ દિવસીય પ્રવાસ પર ECIની ટીમ, ચૂંટણી યોજવી કે સ્થગિત કરવી તેનો થશે નિર્ણય - ત્રણ દિવસીય પ્રવાસ પર ECIની ટીમ

વર્ષ 2022માં, પાંચ રાજ્યો ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, ઉત્તર પ્રદેશ અને પંજાબ (5 states assembly elections 2022)માં વિધાનસભાની ચૂંટણી (2022 assembly Election) યોજાવાની છે. કોરોના મહામારી(corona pandemic)ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની એક ટીમ લખનૌ પહોંચી રહી છે કે કેવી રીતે આગળની રણનીતિ તૈયાર કરવી તેના પર નિર્ણય લેવામાં આવશે.

UP Election 2022
UP Election 2022
author img

By

Published : Dec 28, 2021, 9:21 AM IST

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની 2022ની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભારતીય ચૂંટણી પંચ(Up Election 2022 Election Commission) આજે લખનૌ પહોંચી રહ્યું છે. ચૂંટણી પંચની ટીમ અહીં લખનઉના મુખ્ય ચૂંટણી અધિકારી સાથે બેઠક કરશે (Meeting With Administrative Officials And Political Parties). સમાચાર મુજબ તમામ જિલ્લાના SP અને SSPને પણ લખનઉ બોલાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા, ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અનૂપ ચંદ્ર પાંડેની સાથે આજે લખનઉ પહોંચશે.

ચૂંટણી યોજવી કે સ્થગિત કરવી તેનો થશે નિર્ણય આજે નિર્ણય

અલ્હાબાદ હાઈકોર્ટે ઓમિક્રોનના કારણે કોવિડ-19ની ત્રીજી લહેરની આશંકાથી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ સ્થગિત કરવાનું સૂચન કર્યાના એક દિવસ પછી, મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ શુક્રવારે કહ્યું હતું કે, આવતા અઠવાડિયે તેમની યુપીની મુલાકાત પછી, ત્યાં ચૂંટણી થશે કે કેમ આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ હાઈકોર્ટની ટિપ્પણી પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "હું આવતા અઠવાડિયે ઉત્તર પ્રદેશની મુલાકાત લઈશ, પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

રેલીઓ મોકૂફ રાખવા અને ચૂંટણી સ્થગિત કરવા અંગે વિચારણા કરવા વિનંતી કરી

ચંદ્રાએ કોવિડને કારણે કમિશન દ્વારા લેવામાં આવેલા વિવિધ સુરક્ષા પગલાંનો પણ ઉલ્લેખ કર્યો પરંતુ, એ પણ ખાતરી આપી કે બંધારણીય સ્થિતિ અનુસાર જે પણ જરૂરી હશે તે વાયરસના ફેલાવાને રોકવા માટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને કોવિડ-19ની ત્રીજી લહેરના વધતા ડરને ધ્યાનમાં રાખીને ચૂંટણીની રેલીઓ મોકૂફ રાખવા અને ચૂંટણી સ્થગિત કરવા અંગે વિચારણા કરવા વિનંતી કરી છે.

કોવિડ-19 વિરોધી રસીકરણને ઝડપી બનાવવાની સલાહ અપાઇ

કેન્દ્રએ ચૂંટણી રાજ્યોને કોવિડ-19 વિરોધી રસીકરણને ઝડપી બનાવવાની સલાહ આપી છે. કેન્દ્રએ સોમવારે ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોમાં તમામને COVID-19 નો પ્રથમ ડોઝ ઝડપી આપવાની અને જેમને બીજો ડોઝ મળ્યો નથી તેઓને બિજો ડોઝ આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. ચૂંટણી વાળા રાજ્યોમાં ઝડપી તપાસ કરવાની પણ સલાહ આપવામાં આવી છે જેથી કરીને સંક્રમિતોની ઝડપીથી ઓળખી શકાય અને યોગ્ય પગલા લઇ શકાય.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પાંચ રાજ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પાંચ રાજ્યો ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, ઉત્તર પ્રદેશ અને પંજાબ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, આ રાજ્યોમાં કોવિડ-19ના નિવારણ અને વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય પ્રતિભાવ પગલાં અને રોગપ્રતિકારક સ્થિતિની સમીક્ષા કરી હતી. જ્યારે ઉત્તરાખંડ અને ગોવાએ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ પ્રથમ અને બીજા ડોઝની જાણ કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને મણિપુરમાં રસીકરણ દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચા છે. મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, 'રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પ્રથમ ડોઝ માટે લાયક તમામ લોકોના એન્ટી-કોવિડ-19 રસીકરણને ઝડપી બનાવે અને ખાતરી કરો કે જેમને બીજો ડોઝ મળ્યો નથી તેઓને બીજો ડોઝ આપવામાં આવે.

આ પણ વાંચો : પીએમ મોદીએ યુપીના સાંસદો સાથે કરી બેઠક, અજય મિશ્રા ટેની જોવા મળ્યા ન હતા

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.