ઉત્તરપ્રદેશ બારાબંકી : બારાબંકી જિલ્લાના ફતેહપુર વિસ્તારમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ભાઈએ તેની સગી બહેનનું માથું તીક્ષ્ણ હથિયાર વડે કાપી નાખ્યું. આ પછી તે માથું હાથમાં લઈને પોલીસ સ્ટેશન જવા રવાના થયો હતો. તેના એક હાથમાં હથિયાર હતું અને બીજા હાથમાં લીહીથી નીતરતું માથું હતું. કપાયેલા માથામાંથી લોહી જમીન પર ટપકતું હતું આ દ્રશ્ય જોઈને ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતાં. તેઓએે આ અંગે પોલીસને જાણ કરી હતી જેને પગલે દોડી આવેલી પોલીસે યુવાનની અધવચ્ચે જ ધરપકડ કરી લીધી હતી.
આ ઘટના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મિથવારા ગામમાં બની હતી. શુક્રવારે ગામમાં રહેતો રિયાઝ અને તેની સગી બહેન આસિફા વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી રિયાઝ ક્યાંક ચાલ્યો ગયો. થોડા સમય પછી તે પાછો ફર્યો. આ પછી તેણે આસિફાને કપડાં ધોવા કહ્યું. આ પછી આસિફા કપડાં ધોવા માટે પાણી ભરી રહી હતી, આ દરમિયાન રિયાઝે આસિફાને તીક્ષ્ણ હથિયાર મારીને તેનું માથું કાપી નાખ્યું. આ પછી તે કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન જવા રવાના થયો હતો...આશુતોષ મિશ્રા(એડિશનલ એસપી)
ગ્રામજનો ચોંકી ઉઠ્યા : રિયાઝના એક હાથમાં હથિયાર અને બીજા હાથમાં માથું કપાયેલું હતું. રસ્તામાં આ જોઈને ગ્રામજનોના હોશ ઉડી ગયાં અને પોલીસને જાણ કરવામાં આવી. ફતેહપુર પોલીસ સ્ટેશન ટીમ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી અને રિયાઝની ધરપકડ કરી હતી. તેની પાસેથી કપાયેલું માથું અને હથિયાર પણ મળી આવ્યા હતા. તેની બહેનની હત્યા બાદ રિયાઝના ચહેરા પર સહેજ પણ આસોસ દેખાતો ન હતો.
15 દિવસ પહેલાં જેલમાંથી બહાર આવ્યો : પાડોશીઓના કહેવા પ્રમાણે રિયાઝે પ્લાનિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેના ઘરમાં માતાપિતા સિવાય અન્ય ભાઈબહેન છે. આવી સ્થિતિમાં બહેનને ઘરની અંદર મારવી મુશ્કેલ હતી, તેથી તેણે આસિફાને કપડાં ધોવા માટે ઘરની બહાર મોકલી. રિયાઝ ગુનાહિત માનસ ધરાવે છે અને તે શાકભાજીની લારી ચલાવેે છે. હુમલાના એક કેસમાં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેમાંથી તે 15 દિવસ પહેલાં જ બહાર આવ્યો હતો.
આ છે ઘટના પાછળનું કારણ : આ ઘટના ઓનર કિલિંગની છે. રિયાઝની બહેન આસિફા 25 મેના રોજ ખેતર તરફ ગઈ હતી. આ દરમિયાન ગામમાં ચાંદ બાબુનો પુત્ર જાન મોહમ્મદ તેને ઉપાડી ગયો હતો. જ્યારે આસિફા ઘણા દિવસો સુધી મળી ન હતી, ત્યારે પિતાએ 29 મેના રોજ ફતેહપુર કોતવાલી ખાતે ચાંદ બાબુ સહિત પાંચ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે આસિફાને ઝડપી પાડી અને ચાંદ બાબુને જેલમાં મોકલી દીધો. અત્યારે તે જેલમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર રિયાઝ આસિફાના આ કૃત્યથી ગુસ્સે હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. રિયાઝને લાગ્યું કે તેની બહેનના આ કૃત્યથી તેનું અપમાન થયું છે. જેના કારણે તેણે પોતાની બહેનની હત્યા કરી હતી.