અલીગઢ : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Congress leader Priyanka Gandhi Vadra) યુપી વિધાનસભા ચૂંટણી પહેલા અલીગઢમાં રોડ શો કર્યો હતો, આ દરમિયાન પીએમ મોદી અને સીએમ યોગીના પક્ષમાં સૂત્રોચ્ચાર કરતા ભાજપના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ ભાજપના કાર્યકરને નજીક બોલાવ્યા અને કોંગ્રેસનુ યુવા ઘોષણાપત્ર ભારતી વિધાન પકડાવી દીઘુ. પ્રિયંકાએ એમ પણ કહ્યું કે, તમે તમારી જગ્યાએ છો અને અમે અમારી જગ્યા છીએ.
આ પણ વાંચો: UP Assembly election 2022 : પ્રિયંકા ગાંધીનો યુ-ટર્નઃ "હું એકમાત્ર ચહેરો છું", નિવેદન પર આપી સ્પષ્ટતા
પ્રિયંકા ગાંધીએ પ્રીતિ ધનગરના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો
કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી અલીગઢ (Uttar Pradesh Congress Priyanka Gandhi) જિલ્લાના ઇગલાસ વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા હતા. 77 ઇગલાસ વિધાનસભા (Iglas Vidhan Sabha) મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર પ્રીતિ ધનગરના સમર્થનમાં (Congress candidate Preeti Dhangar) ચૂંટણી પ્રચાર કર્યો હતો, આ દરમિયાન પ્રિયંકા ગાંધી પ્રત્યે મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રોડ શો (priyanka gandhi road show in aligarh) દરમિયાન મહિલાઓએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું.
ઇગલાસ વિધાનસભાની સીટ ચૂંટણીમાં હેડલાઇન્સમાં રહેશે
યુપી વિધાનસભા ચૂંટણી 2022નો શંખનાદ (UP Assembly Election 2022) વાગી ચુક્યો છે, તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જો ઇગલાસ વિધાનસભા સીટની વાત કરીએ તો, આ સીટ આ ચૂંટણીમાં હેડલાઇન્સમાં રહેવાની છે, કારણ કે જાટલેન્ડ તરીકે ઓળખાતી અનુસૂચિત જાતિ માટે અનામત આ સીટ પર સત્તાધારી ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે અન્ય વિપક્ષી દળોએ પણ આ સીટ પર દબદબો બનાવી રાખ્યો છે.
આ પણ વાંચો: UP Assembly Election 2022: ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી આવી, AIMIMએ પણ ત્રીજી યાદી બહાર પાડી
ઇગલાસ વિધાનસભાની બેઠક પર ચૌધરી પરિવારોનું વર્ચસ્વ
આ બેઠક પર ભાજપ અત્યાર સુધીમાં 3 વખત જીતી ચુક્યું છે, જ્યારે આ બેઠક પર કેટલાક ચૌધરી પરિવારોનું વર્ચસ્વ રહ્યું છે. ભાજપે 1996, 2017 અને 2019ની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. હાલમાં રાજકુમારના સહયોગી અહીંથી ભાજપના ધારાસભ્ય છે, તો 1962માં કોંગ્રેસના બાબુ શિવદાન સિંહ, 1967માં કોંગ્રેસના મોહનલાલ ગૌતમ અને 1989, 1993 અને 2002માં કોંગ્રેસના ચૌધરી વિજેન્દર સિંહ વિજયી થયા હતા.