- ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 તમામ પક્ષો તરફથી પ્રયાસો તેજ
- પૂર્વાંચલમાં બિહાર ભાજપનો મેળાવડો
- બિહાર ભાજપના દોઢસો નેતાઓ ગોરખપુરમાં એકઠા થયા
પટનાઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે (UP Assembly Election 2022)તમામ પક્ષો તરફથી પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) ફરી જીતે તે સુનિશ્ચિત કરવા માટે બિહાર ભાજપના દોઢસો નેતાઓ ગોરખપુરમાં (BJP leaders camped in Uttar Pradesh) એકઠા થયા છે. કયા નેતા પર શું જવાબદારી રહેશે તે અંગે ઝીણવટભરી રણનીતિ ઘડવામાં આવી છે.
ભાજપે તેના સાંસદો અને ધારાસભ્યો અન્ય નેતાઓની ફોજ ઉતારી
યુપીને જીતવા માટે, ભાજપે તેના સાંસદો અને ધારાસભ્યો તેમજ બિહારના અન્ય નેતાઓની ફોજ(BJP leaders camped in Uttar Pradesh) ઉતારી છે. પૂર્વાંચલમાં બિહાર ભાજપનો મેળાવડો છે (Bihar BJP Gathering in Purvanchal). ગોરખપુર, બસ્તી અને આઝમગઢ વિભાગના દસ જિલ્લાઓમાં 62 વિધાનસભા બેઠકો છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક ધારાસભ્ય અને એક મોટા નેતાને પ્રચારની કમાન સોંપવામાં આવી છે. દરેક જિલ્લામાં એક-એક સાંસદની નિમણૂક કરવામાં આવી છે.
કાર્યકરો પૂર્વાંચલના વિવિધ વિસ્તારોમાં તૈનાત રહેશે
રવિવારે બાબા ગંભીરનાથ ઓડિટોરિયમમાં બીજેપી સાંસદો, ધારાસભ્યો અને બિહારના અન્ય નેતાઓની બેઠક પણ યોજાઈ હતી. તેની અધ્યક્ષતા રાષ્ટ્રીય પ્રધાન અને ગોરખપુર પ્રદેશના ચૂંટણી પ્રભારી અરવિંદ મેનન, સહ-પ્રભારી વિવેક ઠાકુર અને પ્રદેશ અધ્યક્ષ ડૉ. ધર્મેન્દ્ર સિંહ કરે છે. રાજ્યસભાના સાંસદ વિવેક ઠાકુર, વિધાનસભ્ય હરિભૂષણ ઠાકુર બચોલ, ધારાસભ્ય સુશીલ ચૌધરી, પ્રદેશ મહાસચિવ મિથિલેશ તિવારી અને પ્રવક્તા પ્રેમરંજન પટેલ સહિત બિહાર ભાજપના એક હજારથી વધુ કાર્યકરો પૂર્વાંચલના વિવિધ વિસ્તારોમાં તૈનાત રહેશે.
કાશી અને ગોરખપુર પૂર્વાંચલમાં બે પ્રાંત
કાશી અને ગોરખપુર પૂર્વાંચલમાં બે પ્રાંત છે. 16 જિલ્લાના 98વિધાનસભા મતવિસ્તારોને બે પ્રાંતોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક વિધાનસભા મતવિસ્તાર માટે ભાજપના બે નેતાઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે. એક નેતા રાજકીય કામ જોશે તો સંગઠનની જવાબદારી બીજાના ખભા પર રહેશે.
અમે પૂર્વાંચલના વિસ્તારમાં મજબૂત હાજરી આપવા માટે તૈયાર
ભારતીય જનતા પાર્ટીના રાજ્ય ઉપાધ્યક્ષ અને ગોપાલગંજ નિવાસી મિથિલેશ તિવારીએ કહ્યું છે કે અમે પૂર્વાંચલના વિસ્તારમાં મજબૂત હાજરી આપવા માટે તૈયાર છીએ. અમે રાષ્ટ્રવિરોધી શક્તિઓને હરાવવાની રણનીતિ પણ તૈયાર કરી છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના કામ પર ચૂંટણીમાં જઈશું.ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મિથિલેશ તિવારીએ કહ્યું કે અમે પૂર્વાંચલ વિસ્તારમાં મજબૂત હાજરી આપવા માટે તૈયાર છીએ. અમે રાષ્ટ્રવિરોધી શક્તિઓને હરાવવાની રણનીતિ પણ તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ અને યોગી આદિત્યનાથના કામથી ચૂંટણી જીતીશું.
એક્શન પ્લાન મુજબ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કામે લાગી ગયા
બેઠકમાં હાજરી આપીને પરત ફરેલા પક્ષના પ્રવક્તા પ્રેમ રંજન પટેલે જણાવ્યું હતું કે આ બંને પ્રાંતો માટે અલગ-અલગ બેઠક યોજવામાં આવી છે. દરેક વિધાનસભામાં ભાજપના કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. એક્શન પ્લાન મુજબ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કામે લાગી ગયા છે.પ્રદેશ ભાજપના પ્રવક્તા પ્રેમ રંજન પટેલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં આ બંને પ્રાંતો માટે અલગ-અલગ બેઠક યોજવામાં આવી છે. દરેક વિધાનસભામાં ભાજપના કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે અને એક્શન પ્લાન મુજબ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કામ કરવા લાગ્યા છે.
આ પણ વાંચોઃ PM Modi: આજે દક્ષિણ ભારતના ભાજપના સાંસદો સાથે બેઠક કરશે
આ પણ વાંચોઃ Pavitra Rishta : અભિનેત્રી અંકિતા લોખંડેએ વિકી જૈન સાથે કર્યા લગ્ન