ETV Bharat / bharat

9 ડિસેમ્બર એટલે ઈન્ટરનેશનલ એન્ટિ કરપ્શન ડે, ભારત દેશ અને ભ્રષ્ટાચાર પર એક તટસ્થ અવલોકન - વર્લ્ડ બેન્ક ગ્રૂપ

કોઈપણ પ્રદેશ, રાજ્ય કે રાષ્ટ્રના વિકાસમાં મુખ્ય વિધ્ન એવા ભ્રષ્ટાચાર સામે લડત આપવા આપણે દર વર્ષે 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર દિવસની ઉજવણી કરીએ છીએ. ભારત દેશ અને ભ્રષ્ટાચાર પર વિગતવાર વાંચો તટસ્થ અવલોકન. International Anti-Corruption Day India

9 ડિસેમ્બર એટલે ઈન્ટરનેશનલ એન્ટિ કરપ્શન ડે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 1:56 PM IST

હૈદરાબાદઃ વર્ષ 2003માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા ધી યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અગેઈન્સ્ટ કરપ્શન(UNCAS)ની શરુઆત કરવામાં આવી. જે વિશ્વનું પ્રથમ લીગલી બાઈન્ડિંગ એન્ટિ કરપ્શન ઈન્સ્ટ્રુમેન્ટ હતું. આજે આ કન્વેન્શન સાથે 190 દેશો સંકળાયેલા છે.

ત્યારબાદ વર્લ્ડ બેન્ક ગ્રૂપે પણ 2030 સુધીમાં મોટાભાગની ગરીબીને દૂર કરવા અને વિકાસશીલ દેશોમાં 40 ટકા ગરીબોને સમૃદ્ધ કરવા માટેના પોતાના બેવડા લક્ષ્યને પૂર્ણ કરવા પડકાર સ્વીકારી લીધો. તેથી આ દિવસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતા વ્યક્તિઓ, સરકારો અને સંગઠનોને એક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભ્રષ્ટાાચરને પરિણામે ગરીબોનો સંસ્થાઓમાંથી વિશ્વાસ ઉઠી જાય છે, આર્થિક વિકાસ અવરોધાય છે તેમજ સામાજિક ન્યાયને નષ્ટ કરે છે.

ભ્રષ્ટાચારનો સૌથી ખરાબ પ્રભાવ ગરીબો અને નબળા વર્ગ પર પડે છે. ભ્રષ્ટાચારથી આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને ન્યાયિક સુવિધાઓથી ગરીબો વંચિત રહે છે. ઉદાહરણ તરીકે સરકારી હોસ્પિટલમાં દવાઓ અને મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટની ખરીદીમાં થતા ભ્રષ્ટાચારને પરિણામે ગરીબો અને નબળા વર્ગના લોકોના આરોગ્ય પર અસર પડે છે. ઊંડા અભ્યાસ બાદ સામે આવ્યું કે ગરીબ પોતાની આવકનો મોટો ભાગ ભ્રષ્ટાચારમાં ખર્ચે છે. ગરીબોને ફરિયાદ કરવામાં નબળા માનીને ડરાવવામાં પણ આવે છે.

ભ્રષ્ટાચારથી ચોરેલ દરેક ડોલર, યુરો અને રુપિયો ગરીબોના જીવનમાંથી સમાન અધિકાર છીનવી લે છે અને સરકારોને તેની માનવ પૂંજીમાં રોકાણ કરતા અટકાવે છે. કોવિડ-19 મહામારી પછીની દુનિયામાં દરેક દેશે માનવ પૂંજીમાં શા માટે રોકાણ કરવું જોઈએ અને કઠોર પરિશ્રમથી મેળવેલ લાભોને નષ્ટ થવાથી શા માટે બચાવવા જોઈએ. ભ્રષ્ટાચાર રોકાણમાં અવરોધ પેદા કરે છે. જેના પરિણામ સ્વરુપ આર્થિક વિકાસ અને નોકરીઓ પર ખરાબ અસર પડે છે. ભ્રષ્ટાચારનો મુકાબલો કરવામાં સક્ષમ દેશ પોતાના માનવ અને નાણાકીય સંસાધનોનો વધુ કુશળતાથી ઉપયોગ કરે છે. તેઓ વધુ રોકાણ આકર્ષે છે અને વધુ ઝડપે વિકાસ કરે છે. ભ્રષ્ટાચાર દગાથી સરકારી ઓફિસો પર કબ્જો કરી લે છે. જેમાં રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓના મિત્રો, સંબંધીઓને પુરસ્કારથી નવાજવામાં આવે છે. જેને ક્રોની કેપિટાલિઝમથી ઓળખવામાં આવે છે.

ભ્રષ્ટાચારનું સૌથી મોંઘુ અને ખરાબ સ્વરુપ એ સંસ્થા અને અધિકારીઓને કાબૂમાં કરવાનું છે જેઓ રાજકીય સત્તાને નિયંત્રણમાં રાખે છે. પ્રગતિ અને સ્થાયી પરિવર્તન પ્રાપ્ત કરવા માટે આવા ભ્રષ્ટાચારને જાહેર કરવો અગત્યનો છે. 2023માં યુએનસીએસી પોતાની સ્થાપનાના 20મા વર્ષમાં પ્રવેશ્યું હતું. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ભ્રષ્ટાચારને રોકવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર સામે લડવા માટે ચાર પ્રાવધાન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રીવેન્શન ઓફ કરપ્શન, ક્રિમિનલાઈઝેશન, ઈન્ટરનેશનલ કોઓપરેશન અને એસેટ રિકવરીનો સમાવેશ થાય છે.

પ્રીવેન્શન ઓફ કરપ્શનઃ ભ્રષ્ટાચારને સંપૂર્ણ પણ રોકવો જ રહ્યો. જેના માટે સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રે કાર્યવાહી જરુરી છે. જેમાં મોડલ નિવારક નીતિઓનો સમાવેશ થાય છે જેવી કે ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓની સ્થપાના, ચૂંટણી પ્રચાર અભિયાનો અને રાજકીય પક્ષોને મળતા ફંડિંગમાં ટ્રાન્સપેરન્સી. એકવાર યોગ્યતાના આધારે ભરતી થઈ ગયા બાદ લોક સેવકોએ પ્રોફેશનલ અને નૈતિક આચાર સંહિતાનો ઉપયોગ કરી નાણાકીય અને અન્ય માધ્યમો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા જોઈએ. સાર્વજનિક નાણાકીય મામલે પારદર્શિતા અને જવાબદારીને પણ મહત્વ આપવું જોઈએ. જેમાં ગવર્ન્મેન્ટ પર્ચેઝિંગ ડિપાર્ટમેન્ટ અને ન્યાયપાલિકાનો સમાવેશ થાય છે. જનતાએ પોતાના લોક સેવકો પાસેથી ઉચ્ચ આચરણની અપેક્ષા રાખવી જોઈએ. ભ્રષ્ટાચારને રોકવા માટે સમાજના મોટાભાગના સભ્યોનો પ્રયાસ આવશ્યક છે. ભ્રષ્ટાચારની રોકથામ માટે મજબૂત સંસ્થાઓ, કાયદાઓ બનાવવાની સાથે સાથે સમાજના દરેક નાગરિકની ભાગીદારી પણ જરુરી છે.

ક્રિમિનલાઈઝેશનઃ કન્વેન્શનમાં સામેલ દેશોમાં ભ્રષ્ટાચાર વિરદ્ધ કાયદો ન હોય તો સૌથી પહેલા કડક કાયદો બનાવવો બહુ જરુરી છે. આ કાયદો નફો છુપાવવો, ટેક્સમાં ચોરી તેમજ ન્યાય પ્રક્રિયામાં છેડછાડ જેવા ગુનામાં કડક સજાની જોગવાઈ કરતો હોવો જોઈએ.

ઈન્ટરનેશનલ કોઓપરેશનઃ કન્વેશનમાં સામેલ દેશો ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં દરેક આયામે એક બીજાનો સહયોગ કરવા માટે સહમત થયા છે. જેમાં ભ્રષ્ટાચારની રોકથામ, તપાસ તેમજ ગુનેગારો પર કેસ ચલાવવામાં પણ પરસ્પર સહકાર આપવા સમજુતિ કરાઈ છે. આ દેશોએ ભ્રષ્ટાચારની આવકનું મૂળ, તેમાં વધારો કરતા પરિબળોને શોધીને તેને ખતમ કરવાની દિશામાં પણ પ્રય્તનો હાથ ધરવા જોઈએ.

એસેટ રિકવરીઃ આ દેશો એસેટ રિકવરી માટે પણ સહમત થયા છે. આ સહમતિને કન્વેન્શનના મૂળ સિદ્ધાંતના રુપમાં ગણવામાં આવે છે. ખાસ કરીને વિકાસશીલ દેશો માટે આ મોટી સફળતા છે કારણ કે આ દેશોમાં ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટાચારે રાષ્ટ્રીય સંપત્તિઓને લૂંટી છે. આ દેશોમાં નવી સરકારોને સમાજના પુનનિર્માણ અને પુનર્વાસ માટે સંસાધનોની વ્યાપક જરુર હોય છે. તેથી આ પ્રાવધાન કેવી રીતે સહયોગ અને સહાયતા પૂરી પાડવી તેનો નિર્દેશ કરે છે.

ઈફેક્ટિવ એસેટ રિકવરી ભ્રષ્ટાચારને ડામવા એક પ્રબળ હથિયાર છે કારણ કે તેનાથી ભ્રષ્ટ અધિકારીઓમાં સંદેશ જાય છે કે તેમનું કાળું નાણું સંતાડવાનો હવે કોઈ સ્થળ રહ્યું નથી. આ મુદ્દે ભારતની સ્થિતિ શું છે ? 2022ના કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ (CPI) અનુસાર મોટાભાગના દેશો ભ્રષ્ટાચારને રોકવામાં નિષ્ફળ રહ્યા છે. CPI વિશ્વભરના 180 દેશોને 0થી 100 સુધીના પોઈન્ટમાં રેન્ક આપે છે. જ્યાં 0 એટલે ભ્રષ્ટાચારની પરાકાષ્ટા અને 100 એટલે એકદમ પારદર્શક. છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્વ 100માંથી 43મા ક્રમે છે. બે તૃતિયાંશ કરતા વધુ દેશોનો સ્કોર 50થી નીચે છે. ભારત 180માંથી 85મા ક્રમે આવે છે. ભારતમાં ભ્રષ્ટાચાર વિશેષ રુપથી ચિંતાજનક વિષય છે.

છેલ્લા એક દસકથી ભારતનો સ્કોર(40) સ્થિર છે, કેટલાક તંર્ત જે ભ્રષ્ટાચાર પર કાબૂ રાખવામાં મદદ કરે છે તે નબળા છે. રિપોર્ટ અનુસાર દેશની લોકશાહીને ભ્રષ્ટાચારથી ખતરો છે, કારણ કે ભ્રષ્ટાચારની તટસ્થ તપાસમાં ખામી જોવા મળે છે. 2016માં મોદી સરકારે નોટબંધી કરીને કાળા નાણાંને બહાર લાવવાનો જે પ્રયાસ કર્યો તેની નિષ્ફળતાને પરિણામે કાળા નાણાં વિરુદ્ધ કરવામાં આવતી પ્રક્રિયાને બહુ મોટો ફટકો પડ્યો. આ ઉપરાંત ભારતીયોએ સ્વિસ બેન્કોમાં જમા કરેલ કાળુ નાણું વર્ષ 2021માં 3.83 બિલિયન સ્વિસ ફ્રેન્ક(30,500 કરોડ રુપિયાથી વધુ)ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું. જે 14 વર્ષમાં સર્વોચ્ચ સપાટી છે.

આ આંકડા માત્ર સ્વિસ નેશનલ બેન્કે જણાવેલ આધિકારીક આંકડા છે તેમજ સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીયો દ્વારા સંગ્રહ કરવામાં આવેલા કાળા નાણાંનો તો કોઈ હિસાબ જ નથી. ભાગેડુ વિજય માલ્યાને વર્ષ 2019માં બ્રિટિશ ન્યાયપાલિકા દ્વારા પ્રત્યાર્પણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હો. જો કે હજુ સુધી માલ્યા ભારત પરત ફર્યો નથી. આ રીતે હીરા વેપારી નીરવ મોદી 2019માં થયેલ ધરપકડ બાદ દક્ષિણ લંડનની વંડ્સવર્થ જેલમાં બંધ છે. 2020માં ભારત સરકારે લોકસભામાં જણાવ્યું કે કુલ 72 ગુનેગારોએ નાણાકીય ગુના આચર્યા છે. તેઓ વિદેશમાં છે તેમને ભારત પરત લાવવાની કાર્યવાહી થઈ રહી છે. જેમાંથી માત્ર 2 ભારતીયોને દેશમાં પરત લાવવામાં સફળતા મળી છે.

ચૂંટાયેલ સરકારો અને લોકશાહીને નબળી પાડતા કાયદા એન્ટિ ડિફેક્શન લોની ભારતમાં બહુ ટીકા થઈ છે કારણ કે આ કાયદાની છટકબારીનો ભારતના રાજકારણીઓ સુપેરે ઉપયોગ કરે છે. કેન્દ્ર સરકારે 2018માં શરુ કરેલ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમનો ચૂંટણી પંચ અને ભારતીય રિઝર્વ બેન્કે વિરોધ કર્યો હતો. સત્તા પક્ષ અને અજ્ઞાન દાનકર્તા વચ્ચે સાંઠગાંઠ હોવાની સંભાવના પર સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને પડકારવામાં આવ્યો હતો. હકીકતમાં આ સફેદ લાંચ હોઈ શકે છે. આ મામલામાં થનાર સુનાવણીમાં વધુ પડતી વાર કેમ લાગે છે ?

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સીબીઆઈ, મુખ્ય પ્રદાન વાય એસ જગન મોહન રેડ્ડી, સાંસદ વિજય સાઈ રેડ્ડી અને અન્યને નોટિસ ફટકારી છે. આ લોકો પર સીબીઆઈ અને ઈડીએ ગુનાહિત પ્રવૃત્તિઓથી ધન એક્ઠું કર્યુ હોવાનો આરોપ લગાડ્યો છે. જેમાં મની લોન્ડિંગ પણ સામેલ છે. ચાર્જ શીટ દાખલ થયાને દસકાથી વધુ સમય વીત્યો હોવા છતા હજુ સુનાવણી શરુ થઈ નથી. ભારતના સૌથી વધુ ધનવાન મુખ્ય પ્રધાન જનગ મોહન રેડ્ડી દસ વર્ષથી વધુ સમયથી જામીન પર છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પુછયુ કે જગન મોહન રેડ્ડી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આટલો સમય શા માટે લાગ્યો છે? તેનાથી પણ મોટો સવાલ એ છે કે શું આ સંસ્થાઓને ભ્રષ્ટાચાર દ્વારા પોતાની ફરજ બજાવવાથી દૂર રખાય છે ? આ રીતે થતા ભ્રષ્ટાચારને પરિણામે લોકશાહીનું વાતાવરણ બગડી રહ્યું છે.

ભ્રષ્ટાચારના ઝેરીલા વર્તૂળને તોડવા માટે સંશોધનકર્તા જોન એસ. ટી. કાહે રાજકીય વર્ગ દ્વારા કરવામાં આવતી પાંચ ભૂલો શોધી છે. આ ભૂલો નિષ્ફળતાનું ચક્ર નિર્માણ કરે છે. જો ભ્રષ્ટાચારને ખતમ કરવો હોય તો આ પાંચ ભૂલો થતી અટકાવવી પડશે.

પાંચ ભૂલોઃ 1). ભ્રષ્ટ રાજકારણીઓ પર ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે ભરોસો ન કરવો, 2). ભ્રષ્ટ રાજકારણીઓની તપાસ ભ્રષ્ટ પોલીસ ઓફિસર અથવા તપાસ એજન્સીઓને સોંપવી, 3). ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓનો ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો કરવામાં ખામી, 4). રાજકીય હરિફો વિરુદ્ધ એજન્સીઓનો દુરુપયોગ, 5). એક કાગળના વાઘ જેવી તપાસ એજન્સીઓનું નિર્માણ.

ભ્રષ્ટાચારને રોકવાની નિષ્ફળતાનું ચક્ર તોડવું અત્યંત પડકાર જનક છે. ભ્રષ્ટાચારને ઓછો કરવા માટે મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ અને ક્ષમતાની આવશ્યકતા છે. જેની વર્તમાનમાં અનેક દેશોમાં ઉણપ છે. ભ્રષ્ટાચારને ડામવા માટે ઝીરો ટોલરન્સ નીતિ પણ અપનાવવી હિતાવહ છે.

લેખક ડૉ. એનવીઆર જ્યોતિ કુમાર મિઝોરમ યુનિવર્સિટીના વાણીજ્ય વિભાગના પ્રોફેસર છે.

  1. Corruption Sting Revenue Department in Gujarat : લાંચીયા અધિકારીઓના સ્ટિંગ ઓપરેશને ધમાલ મચાવી
  2. Bribery Policeman : હવે સાયબર સેલમાં લાંચ સિસ્ટમ ? 3 લાખની લાંચ લેતા પોલીસકર્મી ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.