ETV Bharat / bharat

Nisith Pramaniks convoy attacked: કૂચ બિહારમાં કેન્દ્રીય પ્રધાન નિશીથ પ્રામાણિકના કાફલા પર થયો હુમલો

પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિશીથ પ્રામાણિકના કાફલા પર તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરો દ્વારા કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Nisith Pramaniks convoy attacked: કૂચ બિહારમાં કેન્દ્રીય પ્રધાન નિશીથ પ્રામાણિકના કાફલા પર થયો હુમલો
Nisith Pramaniks convoy attacked: કૂચ બિહારમાં કેન્દ્રીય પ્રધાન નિશીથ પ્રામાણિકના કાફલા પર થયો હુમલો
author img

By

Published : Feb 25, 2023, 10:02 PM IST

કોલકાતા: કૂચ બિહારના દિનહાટાના બુરીરહાટ વિસ્તારમાં આજે બપોરે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રઘાન નિસિથ પ્રામાણિકની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રામાણિકે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ તેમના પર પથ્થરમારો કર્યો અને બોમ્બ ફેંક્યા. આમાં કેન્દ્રીય મંત્રીની કારની વિન્ડશિલ્ડને નુકસાન થયું છે.

આ પણ વાંચો: Maharashtra news: RPF જવાને ટ્રેનમાં ચડતા પડી ગયેલી મહિલાનો જીવ બચાવ્યો

કેન્દ્રીયપ્રધાન સહીસલામત: પ્રામાણિકનો કાફલો કૂચબિહારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે TMC અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. ભાજપ અને ટીએમસી બંને કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. નિશીથની કાર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં કેન્દ્રીયપ્રધાને કોઈ ઈજા થઈ ન હતી. તેમના સુરક્ષાકર્મીઓએ તેમને સુરક્ષિત રીતે વિસ્તારની બહાર કાઢ્યા હતા.

TMC કાર્યકર્તાઓએ કાળા ઝંડા બતાવ્યા: આ ઘટના ત્યારે બની જ્યારે નિશીથ પ્રામાણિકનો કાફલો પસાર થઈ રહ્યો હતો, જ્યારે ટીએમસી કાર્યકર્તાઓએ કાળા ઝંડા બતાવ્યા હતા. બીજેપી કાર્યકર્તાઓએ તેમનો સામનો કર્યો અને આ હિંસક અથડામણમાં પરિણમ્યું. નિશીથના કાફલાની સુરક્ષા પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં તેમની કાર પર એક પથ્થર પડ્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.

આ પણ વાંચો: Crime In Gaya: ગયામાં 12થી 13 વર્ષના ત્રણ સગીરએ 10 વર્ષની બાળકી સાથે કર્યો દુષ્કર્મ

કેન્દ્રીય પ્રઘાનના કાફલા પર હુમલો: અથડામણ દરમિયાન કથિત રીતે ક્રૂડ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બાદમાં ભગવા પાર્ટીના કાર્યકર્તાઓએ રસ્તાના કિનારે પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. વીડિયો ફૂટેજમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડાતા જોવા મળે છે. મીડિયા સાથે વાત કરતા નિશીથ પ્રામાણિકે બંગાળમાં ટીએમસી શાસનની ટીકા કરતા કહ્યું કે, જો કેન્દ્રીય પ્રઘાનના કાફલા પર આ રીતે હુમલો થાય છે તો સામાન્ય માણસની શું હાલત થઈ શકે છે. તેમણે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડવાનો આરોપ લગાવ્યો. પ્રામાણિકે આરોપ લગાવ્યો કે, પત્થરો અને ઈંટો ઉપરાંત, TMC કાર્યકર્તાઓએ તેમના કાફલા, તેમના સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક ભાજપ સમર્થકોને નિશાન બનાવીને ક્રૂડ બોમ્બ પણ ફેંક્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.