નવી દિલ્હી: આર્થિક બાબતોના નિષ્ણાત અરવિંદ શ્રીવત્સનએ ક્રિપ્ટો કરન્સીના બિઝનેસ પર ટેક્સ લાદવા (The idea of taxing cryptocurrencies) નિયમ બનાવવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, સરકાર આગામી બજેટમાં ચોક્કસ મર્યાદાથી વધુ ક્રિપ્ટો કરન્સીના વેચાણ અને ખરીદી પર TDS/TCS વસૂલવાનું વિચારી (The idea of taxing cryptocurrencies) શકે છે. શ્રીવત્સને કહ્યું હતું કે, સરકારે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનને વિશેષ વ્યવહારોના દાયરામાં લાવવું જોઈએ, જેથી આવકવેરા સત્તાવાળાઓ તેમના વિશે (Union Budget Tax on Crypto) માહિતી મેળવી શકે.
આ પણ વાંચો- Stock Market India: સામાન્ય વધારા સાથે શરૂ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 52 અને નિફ્ટી 17 પોઈન્ટ વધ્યો
ક્રિપ્ટો કરન્સીના વેચાણથી થતી આવક પર ઊંચા દરે ટેક્સ લાગવો જોઈએઃ નિષ્ણાત
સાથે જ તેમણે કહ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સીના વેચાણથી થતી આવક પર લોટરી, ગેમ શૉ, પઝલ જેવા 30 ટકાના ઊંચા દરે ટેક્સ લાગવો (Union Budget Tax on Crypto) જોઈએ. શ્રીવત્સને જણાવ્યું હતું કે, ભારતમાં હાલમાં વૈશ્વિક સ્તરે સૌથી વધુ ક્રિપ્ટો માલિકોની સંખ્યા લગભગ 100.7 મિલિયન છે અને એક અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધીમાં ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ (Investing in cryptocurrencies) વધીને 241 મિલિયન ડોલર થઈ શકે છે.
આ પણ વાંચો- Oil India Limited: ઓઈલ ઈન્ડિયા US શેલ ઓઈલ ઉધોગમાંથી નીકળી બહાર
ક્રિપ્ટોકરન્સી માટે રિગ્રેસિવ ટેક્સ શાસન
આગામી સામાન્ય બજેટ પર તેમણે કહ્યું હતું કે, ક્રિપ્ટો કરન્સીના નિયમન માટે સંસદના શિયાળુ સત્રમાં એક બિલ રજૂ થવાની અપેક્ષા હતી. જોકે, તે રજૂ કરવામાં આવ્યું નહતું અને હવે એવી આશા છે કે, સરકાર બજેટ સત્રમાં આ બિલ લાવી શકે છે. જો સરકાર ભારતીયોને ક્રિપ્ટો કરન્સીમાં વેપાર કરવા પર પ્રતિબંધ નહીં મૂકે તો અમે અપેક્ષા રાખીએ છીએ કે, સરકાર ક્રિપ્ટોકરન્સી માટે રિગ્રેસિવ ટેક્સ સિસ્ટમ (Regressive tax system for cryptocurrency) દાખલ કરે.
ક્રિપ્ટોની સાથે જોખમ પર ધ્યાન
બજારનું કદ તેમાં સામેલ રકમ અને ક્રિપ્ટો કરન્સીની સાથે સંકળાયેલા જોખમને (Risks associated with cryptocurrencies) ધ્યાનમાં લેતા, તેના કરવેરામા કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. જેમ કે, તેમને કર કપાત કરાતા સ્ત્રોત (TDS) અને સ્ત્રોત પર એકત્રિત કર (TCS)ના દાયરામાં લાવી શકાય છે. આપને જણાવી દઈએ કે, અરવિંદ શ્રીવત્સન નાંગિયા એન્ડરસન LLP ટેક્સ લીડર શ્રીવત્સન નાંગિયા એન્ડરસન LLPના ટેક્સ લીડર (Aravind Srivatsan Nangia Andersen LLP Tax Leader) છે.
તેમણે કહ્યું હતું કે, ક્રિપ્ટો કરન્સીના વેચાણ અને ખરીદી બંનેને ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ (SFT)ના કાર્યક્ષેત્ર હેઠળ (The idea of taxing cryptocurrencies) લાવવી જોઈએ. આમ કરવાથી તેઓ પર નજર રાખી શકાય છે. શ્રીવત્સને કહ્યું હતું કે, લોટરી, ગેમ શૉ, કોયડા વગેરેની તર્જ પર ક્રિપ્ટો કરન્સીના વેચાણથી થતી આવક પર 30 ટકાના ઊંચા દરે ટેક્સ (Union Budget Tax on Crypto) લાગવો જોઈએ.