- યુનિસેફે અહેવાલ બનાવી સ્વચ્છતા મુદ્દે ચિંતા વ્યક્ત કરી
- 2030 સુધીમાં બધા માટે સ્વસ્છતા પહોંચાડવા વિશ્વ યોગ્ય દિશામાં નથીઃ યુનિસેફ
- 4.2 અબજ લોકો એવી વ્યવસ્થા વાપરે છે, જે માનવ કચરાનો ઉપચાર કર્યા વિના છોડે છે
યુનિસેફ એહવાલ: વિશ્વની સ્વચ્છતા સ્થિતિ
- આરોગ્ય, વાતાવરણ, અર્થશાસ્ત્ર અને સમાજ માટે સ્વચ્છતાને પરિવર્તિત કરવાની તાતી જરૂરિયાત છે.
- 2030 સુધીમાં બધા માટે સ્વચ્છતા પહોંચાડવા માટે વિશ્વ યોગ્ય દિશામાં નથી. તાજેતરના વર્ષોમાં વૈશ્વિક સ્વચ્છતામાં પ્રગતિ થવા છતાં, વિશ્વની અડધાથી વધુ વસ્તી, 4.2 અબજ લોકો એવી વ્યવસ્થાનો ઉપયોગ કરે છે, જે માનવ કચરાનો ઉપચાર કર્યા વિના છોડી દે છે, જે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે જોખમી છે.
- આ અહેવાલમાં આજે વિશ્વમાં સ્વચ્છતાની સ્થિતિ રજૂ કરવામાં આવી છે. સ્વચ્છતા માટેના ટકાઉ વિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા તરફ થયેલી પ્રગતિની જાગૃતિ વધારવા અને બાકી રહેલ પડકારોને પહોંચી વળવા માટેની તકો ઓળખવા માટે નો હેતુ છે. તે સંયુક્ત રાષ્ટ્ર સમુદાય અને ભાગીદારોને વૈશ્વિક પ્રવેગક માળખા (એસ.ડી.જી 6) ના ભાગ રૂપે આ પડકારોનો તાકીદે સામનો કરવા હાકલ કરે છે.
- એક અંદાજ મુજબ 67.3 લાખ લોકો પાસે શૌચાલય જ નથી અને ખૂલ્લામાં શૌચ કરે છે, જ્યારે લગભગ 69.8 શાળા-વયના બાળકોને તેમની શાળામાં મૂળભૂત સ્વચ્છતા સેવાઓનો અભાવ હતો. નબળી સ્વચ્છતાના પરિણામો જાહેર આરોગ્ય અને સામાજિક અને આર્થિક વિકાસ માટે વિનાશક છે.
- 2030ને ફક્ત 10 વર્ષ બાકી છે, જો વિશ્વ એસડીજી સ્વચ્છતા લક્ષ્યોને હાંસલ કરવું હોય તો, જે દરથી સ્વચ્છતા આવરવામાં આવી રહી છે. તેને ચાર ગણો કરવાની જરૂર પડશે. પ્રગતિના વર્તમાન દરે, બધા માટે સ્વચ્છતા 2022માં ઉપલ્બધ થશે તે વાસ્તવિકતા છે, જે સ્પષ્ટ રીતે આ ખૂબ ધીમુ છે.
- જ્યારે પડકાર મહત્ત્વપૂર્ણ છે, ઈતિહાસ બતાવે છે કે ઝડપી પ્રગતિ શક્ય છે. પ્રગતિને વેગ આપવા માટે, સ્વચ્છતાને આવશ્યક જાહેરહિત તરીકે વ્યાખ્યાયિત કરવી આવશ્યક છે. જે એક સ્વસ્થ વસ્તી અને સમૃદ્ધ સમાજ માટેનો પાયો છે. ઘણા દેશોએ એક જ પેઢીના સમયમાં સ્વચ્છતા કવચમાં ઝડપી પ્રગતિ કરી, જીવન, પર્યાવરણ અને અર્થવ્યવસ્થામાં પરિવર્તન કર્યું છે.
- દરેક એવા દેશ કે, જેણે ઝડપી પ્રગતિ કરી છે. તેમની પાસે મજબૂત રાજકીય નેતૃત્ત્વ છે, જેમાં નીતિ, આયોજન, રોકાણને એકત્રિત કરવા અને સેવાઓ નિયમન કરવામાં સરકારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.