ETV Bharat / bharat

Umesh Pal Murder case : પ્રથમ ગોળી મારનાર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર - विजय चौधरी उर्फ उस्मान पुलिस मुठभेड़

ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસને ઘટનાના 10 દિવસ બાદ મોટી સફળતા મળી છે. ખૂની વિજય ચૌધી ઉર્ફે ઉસ્માન, જેણે ઉમેશ પાલને ધોળા દિવસે રસ્તા પર ગોળી મારીને હત્યા કરી હતી, તે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

Umesh Pal Murder case
Umesh Pal Murder case
author img

By

Published : Mar 6, 2023, 9:15 AM IST

Updated : Mar 6, 2023, 10:18 AM IST

પ્રયાગરાજ: ઉમેશપાલની હત્યા કરનાર શૂટરને સોમવારે સવારે પ્રયાગરાજમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. પોલીસે જે વ્યક્તિની હત્યા કરી છે, તેનું નામ વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન છે. ઉસ્માને સૌથી પહેલા ઉમેશ પાલને શૂટ કર્યો હતો. ઉમેશ પાલ મર્ડર કેસના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં ઉમેશ પાલનાની કાર રોકાતા જ તેની નજીક ગયેલા હુમલાખોરે પિસ્તોલમાંથી પ્રથમ ગોળી ઉમેશ પાલ અને તેના સત્તાવાર ગનર પર ચલાવી હતી.

Gangrape in Kanpur: ડોક્ટરની દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ, શરીરના અનેક જગ્યાએ ઉઝરડા, મિત્રોએ કરી ક્રૂરતા

ગોળીબાર કરનારાઓની શોધમાં પોલીસની ટીમ: હત્યારાને પોલીસે સોમવારે એન્કાઉન્ટરમાં માર્યો હતો. પોલીસ અને બદમાશો વચ્ચે આ એન્કાઉન્ટર પ્રયાગરાજના કૌંધિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. ગોળીબાર કરનારાઓની શોધમાં પોલીસની ટીમ પહોંચી હતી. પોલીસકર્મીઓને જોઈને શૂટર ઉસ્માન ઉર્ફે વિજય ચૌધરીએ પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં શૂટર ઉસ્માનને ગોળી વાગી હતી. પોલીસે તેને સારવાર માટે SRN હોસ્પિટલમાં મોકલ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો ઉસ્માન પ્રયાગરાજનો રહેવાસી હોવાનું કહેવાય છે. તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે.

Vadodara Crime News : સાવલી પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

CCTV વીડિયો સામે આવ્યો: ઉમેશ પાલ મર્ડર કેસનો CCTV વીડિયો સામે આવ્યો હતો. તેમાં વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન પગપાળા આવતો જોવા મળ્યો હતો. સોમવારે ઉમેશ પાલની હત્યાનો 10મો દિવસ છે. પ્રયાગરાજ પોલીસ અને યુપી એસટીએફ સતત દરોડા પાડી રહી છે. દરમિયાન સમાચાર આવ્યા કે ઉમેશ પાલ પર પહેલા ગોળીબાર કરનાર વિજય ઉર્ફે ઉસ્માન ચૌધરી એન્કાઉન્ટરમાં માર્યો ગયો. આ પહેલા સરફરાઝ નામનો વ્યક્તિ પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. હત્યા સમયે સરફરાઝ કાર ચલાવી રહ્યો હતો. આ ટોળકીમાં વિજય ચૌધરી ઉસ્માનના નામથી પણ ઓળખાતો હોવાનું જાણવા મળે છે. ગોળીબારના વિડિયોમાં વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન દેખાયા બાદ પોલીસે ઉમેશ પાલના શૂટરો પરના ઈનામની રકમ પણ વધારીને 2.5 લાખ કરી દીધી હતી. ઉસ્માન પર 50 હજાર રૂપિયાનું ઈનામ હતું.

Last Updated : Mar 6, 2023, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.