નવી દિલ્હી- અલ્ટીમેટ ખો-ખોને જબરદસ્ત પ્રોત્સાહન આપતાં કોર્પોરેટ જાયન્ટ્સ અદાણી ગ્રૂપ અને જીએમઆર ગ્રૂપે (GMR Sports )લીગમાં અનુક્રમે ગુજરાત (Ultimate Kho Kho team) અને તેલંગાણા ફ્રેન્ચાઇઝી ખરીદી છે. આ બંને કંપની (Kho Khoni game competition) સ્વદેશી રમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2022માં લોંચ માટે સજ્જ છે. ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા (KKFI)ના સહયોગથી ડાબર ગ્રૂપના ચેરમેન અમિત બર્મન દ્વારા પ્રમોટ કરાયેલી લીગનો હેતુ આધુનિક પ્રોફેશનલ સ્ટ્રક્ચર અપનાવીને સ્વદેશી રમત ખો ખોમાં ક્રાંતિ (Promotion of indigenous sports in India ) લાવવાનો છે જે નવા અવતારમાં ચાહકોના લિવિંગ રૂમમાં જબરદસ્ત એક્શન લાવશે.
સીઇઓ તેનઝિંગ નિયોગીનું નિવેદન - બે ટીમ માલિકોનું સ્વાગત કરતાં અલ્ટીમેટ ખો-ખોના સીઇઓ તેનઝિંગ નિયોગીએ (Ultimate Kho Kho Team CEO Tenzing Niyogi) જણાવ્યું હતું કે ખો ખો સફરમાં અદાણી ગ્રૂપ અને જીએમઆરનું સ્વાગત છે. અમે ભારતની જનતા સુધી આ અનોખી રમતને લઇ જવા માટે કટિબદ્ધ છીએ તથા તેમનો સહયોગ મળતાં ગૌરવ અનુભવીએ છીએ. અલ્ટીમેટ ખો-ખોને સ્પોર્ટ્સ મૂવમેન્ટ બનવાની દિશામાં આ ચોક્કસપણે મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. અદાણી ગ્રૂપનો હિસ્સો અદાણી સ્પોર્ટ્સલાઇન (Adani Sportsline ) દેશમાં પહેલેથી જ ઘણી સ્પોર્ટિંગ લીગ સાથે જોડાયેલું છે તથા દેશના ભાવિ સ્પોર્ટ્સ આઇકોન પ્રોત્સાહન આપતી તથા યુવાનોને પ્રેરિત કરતી ઇકોસિસ્ટમની રચના કરવામાં યોગદાન આપવા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચોઃ ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલના મયુર ઠાકોરનો નેશનલ ખો- ખો ટીમમાં સમાવેશ
પ્રોફેશનલ અને સ્ટ્રક્ચર્ડ અભિગમ અપનાવાશે - અદાણી એન્ટરપ્રાઇઝિસના ડાયરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “અદાણી સ્પોર્ટ્સલાઇન (Adani Sportsline )ખાતે અમે વધુ એક રોમાંચક સ્વદેશી રમતને પ્રોત્સાહન આપતા ખુશી અનુભવીએ છીએ. અમે સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપવા તથા દેશભરના દર્શકો સાથે જોડાણ પેદા કરવા માટે પ્રોફેશનલ અને સ્ટ્રક્ચર્ડ અભિગમ અપનાવવામાં વિશ્વાસ કર્યો છે. કબડ્ડી અને બોક્સિંગ લીગ સાથેનો અમારો અનુભવ અમને વિશ્વાસ અપાવે છે કે અલ્ટીમેટ ખો-ખો લીગ( Ultimate Kho Kho team) આ લોકપ્રિય પરંપરાગત રમત માટે ચમત્કાર કરશે. આ લીગ સાથે ભાગીદારી કરવાનો અમારો નિર્ણય વિશ્વ-સ્તરીય ઇકોસિસ્ટમની રચના કરવાના અમારા ઉદ્દેશ્યને આગળ ધપાવે છે, જે રમતગમત ક્ષેત્રની પ્રતિભાનું પોષણ કરે છે, સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વેગ આપે છે તથા અગ્રણી ખેલ રાષ્ટ્ર બનવાની દિશામાં ભારતની સફરમાં (Promotion of indigenous sports in India ) એક સક્ષમ ભૂમિકા ભજવે છે.”
આ પણ વાંચોઃ ખેડૂતોની દિકરીઓની સિદ્ધિઃ ડીસાના કાંટ ગામની યુવતીઓએ રાષ્ટ્રીય લેવલે ખો-ખોની સ્પર્ધામાં મેળવ્યો સુવર્ણ ચંદ્રક
જીએમઆર રમતગમતના વિકાસ માટે આશાવાદી - ક્રિકેટ અને કબડ્ડીમાં ઝંપલાવ્યાં બાદ ભારત સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવરહાઉસ જીએમઆર ગ્રૂપનો હિસ્સો જીએમઆર સ્પોર્ટ્સે (GMR Sports )પહેલેથી જ દેશની રાજધાની અને એનસીઆર પ્રદેશમાં પાયાના સ્તરેથી રમત-ગમતના વિકાસની પહેલ કરી છે.જીએમઆર સ્પોર્ટ્સે તેલંગાણા ટીમ પસંદ કરી છે, જેથી દક્ષિણ ભારતમાં ખો-ખોની લોકપ્રિયતાને વધુ પ્રોત્સાહિત કરી શકાય.સ્પોર્ટ્સ લીગના વિકાસ અને તેના વાણિજ્યકરણ માટે કટિબદ્ધ જીએમઆરને આશા છે કે યુકેકે સાથેનો તેનો સહયોગ ખો-ખોને લોકપ્રિયતા બાબતે નવી ઉંચાઇઓ હાંસલ કરવામાં મદદ મળશે.
વિદેશોમાં બીજી સ્વદેશી રમતોની લોકપ્રિયતા વધારવાનો હેતુ - જીએમઆર ગ્રૂપના કોર્પોરેટ ચેરમેન કિરણ કુમાર ગ્રાંધીએ જણાવ્યું હતું કે, “જીએમઆર સ્પોર્ટ્સ (GMR Sports )ખાતે અમારો ઉદ્દેશ્ય યુવાનો વચ્ચે રમતગમતને પ્રોત્સાહન આપવાનો, વ્યાપક સ્તરે સમુદાય સાથે જોડાણ કરવાનો તથા સહયોગી ઇકોસિસ્ટમની રચના કરવાનો છે. 15 વર્ષ પહેલાં અમારી કામગીરીની શરૂઆતથી જ કંપનીએ ભારત અને વિદેશોમાં ક્રિકેટ અને બીજી સ્વદેશી રમત જેમકે કબડ્ડી અને રેસલિંગ જેવી રમતોની લોકપ્રિયતામાં વધારો કરવા માટે કામ કર્યું છે. પાયાના સ્તરેથી પ્રતિભાઓને પોષણ આપવાના વિઝન સાથે કંપનીએ સમગ્ર ભારતમાં સ્પોર્ટ્સ ટ્રેનિંગ એકેડેમીની સ્થાપના કરીને પ્રોફેશનલ સ્પોર્ટ્સને એક્સેસ પ્રદાન કરવામાં રોકાણ કર્યું છે.”
અલ્ટીમેટ ખો-ખોએ ( Ultimate Kho Kho team) પહેલેથી જ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (એસપીએનઆઇ)ને બહુવિધ વર્ષ માટેના સોદા હેઠળ અધિકૃત બ્રોડકાસ્ટિંગ પાર્ટનર બનાવ્યાં છે. આ રમતો એસપીએનઆઇની સ્પોર્ટ્સ ચેનલ તથા તેના સમર્પિત ઓટીટી પ્લેટફોર્મ સોનીલીવ ઉપર પ્રસારિત કરાશે, જેનાથી દર્શકો અલ્ટીમેટ ખો ખો નિહાળી શકશે.