ઉદયપુર: રાજસ્થાનના માવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષની માસૂમ બાળકીની હત્યાના મામલામાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. જો કે, આ કેસમાં પોલીસ હજુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. હાલ પોલીસે હત્યાના આરોપી યુવકના માતા-પિતાની ધરપકડ કરી છે.
આરોપીના માતા-પિતાની ભૂમિકા: પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપી યુવકે તેના જ પડોશમાં રહેતી આઠ વર્ષની સગીર બાળકીની તેના જ ઘરમાં ઘાતકી હત્યા કરી નાખી. જોકે, આ દરમિયાન યુવકના માતા-પિતા ઘરની બહાર હતા. પરંતુ હત્યાકાંડ બાદ જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે તેણે બાળકીની લાશ ઘરમાં પડેલી જોઈ. પોલીસ અને સમાજમાં બદનામીના ડરથી યુવકના માતા-પિતાએ પોતાના જ આરોપી પુત્રને સમર્થન આપતાં લાશનો નિકાલ કરવાનું આયોજન કર્યું હતું. જે બાદ આરોપીના માતા-પિતાએ બાળકીની લાશને નજીકના ખંડેરમાં ફેંકી દેવાનું કહ્યું હતું.
આ પણ વાંચો: Giridih Crime News : પતિએ 12મી પત્નીનો જીવ લીધો, 11 પત્નીઓને માર મારી ઘરની બહાર ધકેલી હતી
આરોપીની ધરપકડ: ઉદયપુર એસપીએ જણાવ્યું કે મૃતદેહનો નિકાલ કરવાના ઈરાદાથી તેના ટુકડા કરવામાં આવ્યા હતા. માસૂમ બાળકીનું ઘર અને આરોપીનું ઘર સામસામે છે. તેણે ઘરમાં બાળકી પર દુષ્કર્મ કર્યું હતું અને પછી તેના દસ ટુકડા કરી નાખ્યા હતા. માસૂમ બાળકીની લાશ ચાર દિવસ સુધી ખંડેર હાલતમાં પડી હતી. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV
મૃતદેહ પર દુષ્કર્મ: ઉદયપુરના એસપી વિકાસ શર્માના જણાવ્યા અનુસાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને તે પછી જ પોલીસ કોઈ નિષ્કર્ષ પર પહોંચશે. ઉદયપુર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકી આરોપી યુવકને સારી રીતે ઓળખતી હતી અને તેને ભાઈ કહીને બોલાવતી હતી. આરોપી યુવકે પહેલા તે નિર્દોષની હત્યા કરી અને પછી મૃતદેહ પર દુષ્કર્મ કર્યું હતું. હાલ પોલીસ સત્તાવાર રીતે આ વાતને સમર્થન આપી રહી નથી અને બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર મામલો બહાર આવશે તેવું જણાવ્યું છે.