- ડ્રાઇવિંગ કરતા DRDOના સહાયક ડિરેક્ટરએ રિક્ષાને ટક્કર મારી
- ડ્રાઇવર નશીલી હાલતમાં હોવાની પુષ્ટિ કરવામાં આવી
- આરોપી સામે IPCની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવશે
નવી દિલ્હી: સિવિલ લાઇન વિસ્તારમાં દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતા DRDOના સહાયક ડિરેક્ટરએ રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકનું એક અઠવાડિયા બાદ મોત નીપજ્યું હતું. જ્યારે, ઈજાગ્રસ્ત મહિલાનું બુધવારે મોત નીપજ્યું હતું. આ કેસમાં આરોપી ડ્રાઈવર ગૌરવ બત્રાની ઘટના બાદ જ ધરપકડ કરવામાં આવી હતી. મેડિકલમાં ગૌરવ નશીલી હાલતમાં હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કન્નૌજમાં બસ અને ટ્રકનો અકસ્માત થતા 8 પ્રવાસી ઈજાગ્રસ્ત
બસ સ્ટોપ નજીક એક રાહદારીને ટક્કર મારી
મળતી માહિતી મુજબ 25 માર્ચની સાંજે સૈનિક અનિલ તેની અંગત બાઇક પર પેટ્રોલિંગ કરતી વખતે આઈપી કોલેજ પહોંચ્યો હતો. તે જ સમયે, એક સ્વીફ્ટ ડિઝાયર કાર એસેમ્બલી બાજુથી અતિ ઝડપે આવી હતી અને બસ સ્ટોપ નજીક એક રાહદારીને ટક્કર મારી હતી. આ પછી કારે રિક્ષાને ટક્કર મારી હતી.
કાર ચાલકની ઓળખ DRDOમાં સહાયક નિયામક તરીકે થઈ
રિક્ષાચાલક અને તેમાં સવાર મહિલા આ જોરદાર ટક્કરથી દૂર પછડાયા હતા. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે રિક્ષાને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. અકસ્માત બાદ પણ ડ્રાઇવર સ્થળ ઉપર અટક્યો નહીં અને બસ સ્ટેશન તરફ ભાગવા લાગ્યો હતો. બાદમાં, તેને હરિયાણા ભવન પાસે પકડવામાં આવ્યો હતો. કાર ચાલકની ઓળખ ગૌરવ બત્રા તરીકે થઈ 6 અને તે DRDOમાં સહાયક નિયામક છે.
આ પણ વાંચો: ઉદેપુર અનિયંત્રિત કારે ચાર લોકોને ચપેટમાં લેતા ચારેયના મોત
અધિકારી દારૂના નશામાં ગાડી ચલાવતો હતો
સ્થળ પર હાજર લોકોએ પોલીસને જણાવ્યું કે, આરોપી નશો કરેલો છે. તેના કારણે પોલીસે તેને અરુણા સફ અલી હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું. જેમાં, તેને નશો કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ કેસમાં 25 માર્ચે અકસ્માતના કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, હવે આ કેસમાં IPCની કલમો લાગશે અને આરોપી સામે આ કલમો હેઠળ જ કેસ ચલાવવામાં આવશે.