- તુતિકોરિનમાં એક દુ:ખદ ઘટના ઘટી
- દફનાવવામાં આવેલા ખજાનાની શોધ કરતી વખતે બે લોકોના દમથી મોત
- મૃતકોની ઓળખ કરવામાં આવી
તુતિકોરિન: એક દુ:ખદ ઘટનામાં, નાઝારેથમાં દફનાવવામાં આવેલા ખજાનાની શોધ કરતી વખતે બે લોકો દમથી મરી ગયા હતા. મૃતકોની ઓળખ રઘુપતિ (47) અને નિર્મલ ગણપતિ (17) તરીકે થઈ છે.
ઘરની પાછળના ભાગે ખજાનો છે એમ માની ખાડો ખોદી રહ્યાં હતા
શિવમલાઇ અને શિવવેલન બે ભાઈઓ છેલ્લાં છ મહિનામાં 40- ફૂટ ઊંડો ખાડો ખોદી રહ્યાં છે. એમ માનીને કે તિરુવલ્લુવર કોલોનીમાં તેમના ઘરના પાછલા વરંડામાં કોઈ ખજાનો છે.
આ પણ વાંચો : સુરતના ઈન્ટરિયર ડિઝાઈનર પાસે છે અલભ્ય વસ્તુઓનો ખજાનો....
તેઓ સાત ફૂટની બાજુની ટનલના નિર્માણમાં પણ સામેલ હતા. મણિકંદનનો પુત્ર ગણપતિ અને અલ્વરથિરુનગરી અલારમથનનો પુત્ર સથંકુલમ પન્નામપરાનો રઘુપતિ તેમની સાથે હતો. કહેવાય છે કે આ ચારેય જણાએ શ્વાસમાં ઝેરી ગેસ ભરાઈ હતી.
શિવવેલનની પત્ની બેભાન થતા ઘટના પ્રકાશમાં આવી
શિવવેલનની પત્ની રૂપા તેમના માટે પાણી લાવતાં તે મૂર્છિત થઈ ગઈ હતી. પડોશીઓએ બેભાન રૂપાને બચાવવા પ્રયાસ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.
ફાયર સ્ટેશન અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં
આ અંગેની જાણ થતાં સથંકુલમ નાયબ પોલીસ અધિક્ષક (DSP) ગોડવિન જેગાથિશ કુમાર, નાઝરેથ ઇન્સ્પેક્ટર વિજયલક્ષ્મી અને અવૈકુંડમ ફાયર સ્ટેશન અધિકારી મુથુકુમાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો : હૈદરાબાદમાં પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ કોરોનાથી થયું હોવાનો પરિવારના સભ્યોનો આક્ષેપ
બેનાં મોત, બે હોસ્પિટલમાં દાખલ
રઘુપતિ અને નિર્મલ ગણપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શિવવેલન અને શિવમલાઇને નેલ્લાઇ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.