ETV Bharat / bharat

દિલ્હીની જામા મસ્જિદ પર પ્રદર્શન મામલે બે આરોપીઓની ધરપકડ, 153Aની લગાવાઈ કલમ - દિલ્હીમાં નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર

શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં પ્રદર્શનના ( Jama Masjid protest case) સંબંધમાં નોંધાયેલી FIRમાં પોલીસે IPCની કલમ 153A પણ ઉમેરી છે. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ત્યાં બનાવેલા વીડિયો પરથી વિરોધ (Protest Against Nupur Sharma ) કરી રહેલા પાંચ આરોપીઓની ઓળખ કરી હતી. જે પૈકી બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

દિલ્હીની જામા મસ્જિદ પર પ્રદર્શન મામલે બે આરોપીઓની ધરપકડ

author img

By

Published : Jun 12, 2022, 2:25 PM IST

નવી દિલ્હીઃ જામા મસ્જિદમાં શુક્રવારે થયેલા વિરોધ પ્રદર્શનના (Jama Masjid protest case) સંદર્ભમાં નોંધાયેલી FIRમાં પોલીસે IPCની કલમ 153A પણ ઉમેરી છે. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ત્યાં બનાવેલા વીડિયો પરથી વિરોધ કરી રહેલા 5 આરોપીઓની ઓળખ કરી હતી. જેમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી (Protest Against Nupur Sharma ) છે. તે જ સમયે, અન્ય ત્રણ આરોપીઓની શોધ ચાલુ છે. વિરોધ પ્રદર્શનમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો : Violence in Gujarat: આણંદમાં ગઈકાલે રાત્રે હિંસા, બે સમુદાયો વચ્ચે અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત

નમાજ બાદ લોકો રસ્તા પર : મળતી માહિતી મુજબ, જામા મસ્જિદમાં શુક્રવારે બપોરની નમાજ પઢવામાં આવી હતી. નમાજ બાદ ત્યાં હાજર કેટલાક લોકો રસ્તા પર આવી ગયા અને વિરોધ કરવા લાગ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર (nupur Sharma controversy statement ) કર્યા અને તેમની ધરપકડની માંગ કરી હતી. લગભગ 15 મિનિટ સુધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રસ્તો સાફ કરાવ્યો હતો. આ બાદ, પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે મધ્ય જિલ્લા ડીસીપી શ્વેતા ચૌહાણે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ અંગે તેણે આઈપીસીની કલમ 188 હેઠળ એફઆઈઆર પણ નોંધાવી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં નુપુર શર્માને લઇને ફરી વખત આ શહેરમાં જોવા મળ્યો વિરોધ

IPCની કલમ 153A મુજબ ફરિયાદ : ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, શનિવારે આ કેસમાં 5 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. તેમની શોધમાં પોલીસ ટીમે દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, અન્ય આરોપીઓની ઓળખ માટે પણ પ્રયાસો ચાલુ છે. બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે આ FIRમાં IPCની કલમ 153A પણ ઉમેરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં પોલીસ પોસ્ટર બનાવનારા લોકોની પણ માહિતી એકઠી કરી રહી છે. તેને છાપનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તેના બાતમીદારો પાસેથી પણ આ પ્રદર્શનની માહિતી એકઠી કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.