ETV Bharat / bharat

ટ્વિટરે નિયમોના ઉલ્લંઘન બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત 5 વરિષ્ઠ નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું - રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ

દેશમાં ટ્વિટરને લઈને ફરી એક વાર ચર્ચા થઈ છે. કારણ કે, ટ્વિટરે (Twitter) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi), રણદીપસિંહ સુરજેવાલા (Randeep Surjewal), અજય માકન (Ajay Makan) સહિત કોંગ્રેસના 5 વરિષ્ઠ નેતાઓના ટ્વિટર એકાઉન્ટ લોક (Twitter Account lock) કરી દીધા છે. કોંગ્રેસે બુધવારે રાત્રે આ દાવો કર્યો છે. આ અગાઉ પણ કેટલાક દિવસ પહેલા ટ્વિટરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યું હતું. આ સાથે જ ટ્વિટરે કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર એકાઉન્ટ પર લોક કર્યું છે.

ટ્વિટરે નિયમોના ઉલ્લંઘન બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત 5 વરિષ્ઠ નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું

author img

By

Published : Aug 12, 2021, 11:47 AM IST

  • ટ્વિટરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત 5 કોંગ્રેસના નેતાના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા
  • ટ્વિટરે રણદીપસિંહ સુરજેવાલ (Randeep Surjewal), અજય માકન (Ajay Makan)નું પણ ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું
  • અગાઉ પણ કેટલાક દિવસ પહેલા ટ્વિટરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Former Congress President Rahul Gandhi)નું એકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યું હતું

નવી દિલ્હીઃ ટ્વિટરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રણદીપ સુરજેવાલ, અજય માકન સહિત 5 વરિષ્ઠ નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ લોક કર્યા છે. આ અંગે કોંગ્રેસે બુધવારે રાત્રે દાવો કર્યો હતો. આ અગાઉ પણ થોડા દિવસ પહેલા ટ્વિટરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યું હતું.

આ પણ વાંચો- રાષ્ટ્રીય મહિલા આયોગની ટ્વિટર સાઇટ પર અભદ્ર ભાષામાં લખાણ કરતા શખ્સની ધરપકડ

કોંગ્રેસે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કર્યુંઃ ટ્વિટર (Twitter)

આ સાથે જ ટ્વિટર ઈન્ડિયા (Twitter India)એ કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ લોક કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે, કોંગ્રેસે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે તેમનું એકાઉન્ટ અસ્થાયી રીતે લોક કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (All India Congress Committee)ના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન અજય મકન, પાર્ટી પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલ, લોકસભામાં પાર્ટીના સચેતક મણિકમ ટાગોર (Manikam Tagore, the party's vigilante in the Lok Sabha), અસમ પ્રભારી અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન જિતેન્દ્રસિંહ (Jitendra Singh, in-charge of Assam and former Union Minister) તથા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુસ્મિતા દેવ (Women's Congress President Sushmita Dev)ના ટ્વિટર એકાઉન્ટ લોક કરી દીધા છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ થવાના કોંગ્રેસના દાવાને ટ્વિટરે નકારી કાઢ્યો

રાહુલ ગાંધીએ દુષ્કર્મ પીડિતાના પરિવાર સાથે ફોટો શેર કર્યો હતો

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે દિલ્હીમાં કથિત દુષ્કર્મ અને હત્યાનો શિકાર થયેલી 9 વર્ષીય બાળકીની પરિવાર સાથે એક ફોટો ટ્વિટ કર્યો હતો. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે રાહુલ ગાંધીના ટ્વિટની નોંધ લીધી હતી. ટ્વિટરને સગીર પીડિતાની પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવા માટે કોંગ્રેસ નેતાના એકાઉન્ટ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.