નવી દિલ્હીઃ ટ્વિટરનો લાંબા સમયથી રાહ જોવાતો એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ આખરે સોમવારે મોડી સાંજે શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સને બ્લુ ટિક આપવામાં આવતા હતા. પરંતુ હવે તેમાંથી ઘણાને ગોલ્ડન ટિક આપવામાં આવે એ પ્રકારનું કંપનીનું આયોજન (Twitter Account verification) છે. ગયા મહિને, ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક, (Elon Musk Twitter) વિલંબ માટે માફી માંગતી વખતે, જાહેરાત કરી હતી કે તેઓ આવતા શુક્રવાર સુધીમાં એક નવો વેરિફિકેશન પ્રોગ્રામ શરૂ કરશે. જો કે, તે આ સમયમર્યાદા (verified with three colours) પણ ચૂકી ગયા હતા અને સોમવારે મોડી સાંજે કાર્યક્રમ શરૂ થયો હતો.
-
Twitter accounts are now verified with three colours
— ANI Digital (@ani_digital) December 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/IdRnbBwI4A#Twitter #VerifiedAccounts #ElonMusk #elonmusktwitter pic.twitter.com/zqXf3nZO2G
">Twitter accounts are now verified with three colours
— ANI Digital (@ani_digital) December 12, 2022
Read @ANI Story | https://t.co/IdRnbBwI4A#Twitter #VerifiedAccounts #ElonMusk #elonmusktwitter pic.twitter.com/zqXf3nZO2GTwitter accounts are now verified with three colours
— ANI Digital (@ani_digital) December 12, 2022
Read @ANI Story | https://t.co/IdRnbBwI4A#Twitter #VerifiedAccounts #ElonMusk #elonmusktwitter pic.twitter.com/zqXf3nZO2G
શું કહ્યું માલિકેઃ એલોન મસ્કએ કહ્યું કે, 'ગોલ્ડન ટિક' કંપનીઓને આપવામાં આવશે, જ્યારે સરકારી સંસ્થાઓને 'ગ્રે ટિક' મળશે. તે જ સમયે, પહેલાની જેમ વ્યક્તિગત શ્રેણી માટે 'બ્લુ ટિક' આપવામાં આવતી રહેશે. જ્યાં સુધી નવી ઓટોમેટિક સિસ્ટમ ન બને ત્યાં સુધી આ તમામ એકાઉન્ટ્સ હાલમાં મેન્યુઅલી વેરિફાઈડ (Twitter Account Verification Program) કરવામાં આવશે. કંપનીના સુરક્ષા કર્મચારીઓની ચેતવણી છતાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 'ટ્વિટર બ્લુ' સબસ્ક્રિપ્શન શરૂ કરવામાં આવ્યું છે.
પેઈડ ટિકઃ અગાઉ, એલોન મસ્કે દર મહિને 7.99 USD એટલે કે રૂ. 1600 ચૂકવીને પોતાનું ટ્વિટર એકાઉન્ટ વેરિફાઇ કરાવવાની સ્કીમ શરૂ કરી હતી. આનો ફાયદો ઉઠાવીને ઘણા લોકોએ મોટી કંપનીઓ અને પ્રખ્યાત લોકોના નામે ફેક એકાઉન્ટ બનાવ્યા અને તેનું વેરિફિકેશન (Twitter Account Verification) કરાવ્યું. તે નકલી ટ્વિટર ટ્વિટ્સ પછી, ઘણી કંપનીઓના શેર આસમાને પહોંચ્યા, ત્યારબાદ ઘણી જાહેરાતકર્તા કંપનીઓએ ટ્વિટર પર જાહેરાત બંધ કરી દીધી હતી.
મોટો ફટકોઃ આ આંચકા પછી એલોન મસ્કે પૈસા ચૂકવીને ટ્વિટર એકાઉન્ટ વેરિફિકેશન કરાવવાની સિસ્ટમ બંધ કરી દીધી હતી. હવે મસ્કએ કહ્યું છે કે અન્ય કંપની અથવા વ્યક્તિના નામે બનાવેલ ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવામાં આવશે, જ્યાં સુધી એકાઉન્ટ ધારક સ્પષ્ટપણે જાહેર ન કરે કે તે પેરોડી એકાઉન્ટ છે. એલોન મસ્કે નવા ત્રણ-રંગી એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામને 'બોરિંગ' પરંતુ કંપનીના હિત માટે 'જરૂરી' ગણાવ્યો. તેમણે કહ્યું કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેનો લાંબો રિપોર્ટ આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે.