- ભારતીય જનસંઘ (Bhartiya Jansangh)ના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી (Doctor Shyamaprasad Mukherjee)ની આજે જયંતી
- વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) સહિતના દિગ્ગજ નેતાએ શ્યામાપ્રસાદ મુખર્જીને આપી શ્રદ્ધાંજલિ (Tribute)
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ટ્વિટ (Tweet) કરી તેમને નમન કરતા કહ્યું હતું કે, તેમના આદર્શ લાખો લોકોને પ્રેરણા આપે છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ભારતીય જનસંઘ (Bhartiya Jansangh)ના સંસ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી (Doctor Shyamaprasad Mukherjee)ને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરી હતી. આ સાથે જ તેમણે ટ્વિટ (Tweet) કરી જણાવ્યું હતું કે, હું ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી (Doctor Shyamaprasad Mukherjee)ને તેમની જયંતી પર નમન કરું છું. તેમના આદર્શ (Ideal) દેશમાં લાખો લોકોને પ્રેરણા આપે છે. ડોક્ટર મુખર્જી Idealએ પોતાનું જીવન ભારતની એકતા અને પ્રગતિમાં સમર્પિત કર્યું હતું. તેમણે એક વિદ્વાન અને બુદ્ધિજીવી તરીકે પોતાની અલગ ઓળખ બનાવી હતી.
આ પણ વાંચોઃ પી વી નરસિમ્હા રાવની 100મી જન્મજંયતી પર વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજંલી
શ્યામાપ્રસાદ મુખર્જીએ (Shyamaprasad Mukherjee) પોતાનું જીવન ભારતની એકતા અને અખંડતા માટે સમર્પિત કર્યુંઃ જાવડેકર
તો કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Union Minister Prakash Javadekar) આ અંગે ટ્વિટ (Tweet) કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, દેશભક્ત અને રાષ્ટ્રવાદી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ (Doctor Shyamaprasad Mukherjee) ભારતની એકતા અને અખંડતા (The unity and integrity of India) માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. અમારા પ્રેરણા સ્ત્રોત અને એક અગ્રણી રાષ્ટ્રવાદી વિચારક શ્રદ્ધેય ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી (Doctor Shyamaprasad Mukherjee)ની જયંતી પર તેમને કોટિ કોટિ નમન. આપને જણાવી દઈએ કે, શ્યામાપ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘ (Bharatiya Jansangh)ના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા. જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવેલા અનુચ્છેદ- 370 (Article-370) સામે મુખ્ય રીતે અવાજ ઉઠાવનારા લોકોમાં શ્યામા પ્રસાદ મુખર્જીનું નામ સૌથી પહેલા આવ્યું હતું. શ્યામાપ્રસાદ મુખર્જી સ્વતંત્ર ભારતની પહેલી કેબિનેટમાં પ્રધાન (Minister in the first cabinet of independent India) પણ રહ્યા હતા. જોકે, જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) મામલા પર તેમણે રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચોઃ PM Modiએ LJPના સંસ્થાપક રામવિલાસ પાસવાનને તેમની જન્મજંયતી નિમિત્તે આપી શ્રદ્ધાંજલિ
ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી (Doctor Shyamaprasad Mukherjee)નો જન્મ વર્ષ 1901માં થયો હતો
ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી (Doctor Shyamaprasad Mukherjee)નો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં 6 જુલાઈ 1901ના દિવસે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વર્ષ 1953માં શ્યામાપ્રસાદ મુખર્જી (Doctor Shyamaprasad Mukherjee) પરવાનગી વગર જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પ્રવાસે નીકળ્યા હતા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 23 જૂન 1953ના દિવસે જેલમાં જ તેમનું નિધન થયું હતું.