- ટ્રાન્સપોર્ટ સેક્ટર પર સાયબર એટેકની આશંકા
- ઓડિટ રિપોર્ટ અને તેના પર એક્શન રિપોર્ટ નિયમિતપણે મંત્રાલયને સોંપવામાં આવશે
- ઈન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને પણ એલર્ટ કરાઈ
નવી દિલ્હી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ભારતીય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI), નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) તેમજ વાહન નિર્માણ કંપનીઓને પણ સાયબર એટેકના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને એલર્ટ કરી દીધું છે.
આ પણ વાંચો: માર્ગ પરિવહન મંત્રાલયે 18 કલાકમાં હાઈવે બનાવી લિમકા બૂકમાં સ્થાન મેળવ્યું
ઈન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને પણ એલર્ટ કરાઈ
મંત્રાલયે કહ્યું કે, તેણે આ પ્રકારના હુમલાને લઈને ઈન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN)ને એલર્ટ કરી દીધું છે.
ઓડિટ રિપોર્ટ અને તેના પર એક્શન રિપોર્ટ નિયમિતપણે મંત્રાલયને સોંપવામાં આવશે
મંત્રાલયે આ સંસ્થાઓ અને એજન્સીઓને કહ્યું કે, તેઓ આવા પ્રકારના સુરક્ષા ઓડિટ નિયમિત આધાર પર કરાવે છે અને તેના દ્વારા આપેલી ભલામણો પર આગળ પગલા લેવા જણાવ્યું છે. આ પ્રકારના ઓડિટ રિપોર્ટ અને તેના પર એક્શન રિપોર્ટ નિયમિતપણે મંત્રાલયને સુપરત કરવા પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: નીતિન ગડકરી એનએચએઆઈમાં વિલંબિત કામને લઇને નાખુશ