- કેરળ હાઈકોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો
- ટ્રાન્સજેન્ડર યુવતીએ હાઈકોર્ટમાં કરી હતી અરજી
- NCCમાં રજિસ્ટ્રેશન ન કરવા દેતા યુવતીએ અરજી કરી હતી
- કેરળ હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર યુવતીના પક્ષમાં આપ્યો ચુકાદો
આ પણ વાંચોઃ મહેસાણામાં પંથોડા મર્ડર કેસનો અઢી વર્ષે આવ્યો ચુકાદો
કોચ્ચીઃ કેરળ હાઈકોર્ટે મંગળવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ચુકાદો આપતા એક ટ્રાન્સજેન્ડર યુવતીને NCCમાં રજિસ્ટ્રેશન કરાવવાની અનુમતિ આપી દીધી છે. ન્યાયાધીશ અનુ શિવરમણે ટ્રાન્સજેન્ડર યુવતી દ્વારા કરાયેલી અરજી પર આ ચુદાદો આપ્યો છે. યુવતીની અરજીમાં નેશનલ કેડેટ કોર્પ્સ લો, 1948ની જોગવાઈને પડકારી હતી, જે ટ્રાન્સજેન્ડરોને NCCમાં સામેલ થતા રોકતો હતો.
આ પણ વાંચોઃ મહિલા દિવસે દુષ્કર્મ પીડિતાને ન્યાય: પાંચ આરોપીઓને 20 વર્ષની સજા, 1.85 લાખનો દંડ
ટ્રાન્સજેન્ડરોને પણ તમામ અધિકાર મળવાપાત્ર છે
કેરળ હાઈકોર્ટે આદેશમાં કહ્યું હતું કે, અરજી કરનારી યુવતી NCCના સિનિયર ડિવિઝનમાં રજિસ્ટ્રેશન કરવા માટે લાયક છે અને તેમને રજિસ્ટ્રેશન કરતા ન રોકી શકાય. આ ઉલ્લેખ કરતા હાઈકોર્ટે કહ્યું કે, ટ્રાન્સજેન્ડર પર્સન લો, 2019 ટ્રાન્સજેન્ડરોના સન્માનજનક જીવનના અધિકારની વાત કરે છે. હાઈકોર્ટે કહ્યું કે, NCCના કાયદાની જોગવાઈ તેમની વિરુદ્ધ ન થઈ શકે.