- ઝાંસીના ચિરગામમાં ટ્રેક્ટર ઊંધુ પડ્યું
- 11 લોકોના મોત, 6થી વધારે ઘાયલ
- ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા
ઝાંસી: જિલ્લાના ચિરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દશેરાના દિવસે ભયંકર રોડ અકસ્માત (Road Accident) થયો. એક પશુને બચાવતા સમયે દેવીમાના ભક્તોથી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલી પલટી ખાઈ ગયું (Tractor-Trolley Overturned), જેના કારણે 11 લોકોના મોત થઈ ગયા, જ્યારે 6 લોકોથી વધારે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ઝાંસી મેડિકલ કૉલેજ (Jhansi Medical College)માં ભરતી કરવામાં આવ્યા છે.
ડ્રાઇવરે ટ્રેક્ટર પરનો કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
ઉલ્લેખનીય છે કે ભક્તો પંડોખરથી ટ્રેક્ટર-ટ્રોલીમાં ચિરગાંવ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તામાં એક પશુ આવ્યું. બચાવ કરતી વખતે, ડ્રાઇવરે ટ્રેક્ટર પરનો કાબૂ ગુમાવ્યો. જેના કારણે ટ્રેક્ટર-ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી અને હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસે સ્થળ પર હાજર લોકોની મદદથી બચાવ અને રાહત કામગીરી કરી અને દરેકને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા, જ્યાં તબીબોએ 11 લોકોને મૃત જાહેર કર્યા હતા.
CM યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
મૃતકોમાં 7 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. તો 6થી વધુ ઘાયલ થયા છે, જેમને ઝાંસી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઝાંસીના ચિરગાંવમાં થયેલા અકસ્માતમાં 11 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો. તેમણે દિવગંત આત્માની શાંતિની કામના કરતા મૃતકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યપ્રધાને જિલ્લાના અધિકારીઓને આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચો: સિંઘુ-કુંડલી બોર્ડર પર યુવકની ક્રૂર હત્યા, હાથ કાપીને મૃતદેહને બેરિકેડ પર લટકાવ્યો
આ પણ વાંચો: ગેરકાયદેસર પાઇપ ગોડાઉસમાં ભીષણ આગ લાગી, 20 ફાયર બ્રિગેડે આગને કાબુ કરી